નુડલ્સ રોલ (Noodles Roll)

તૈયારી માટે : ૪૫ મિનીટ
કુક ટાઈમ : ૧૦ મિની
સામગ્રી :

કાચા કેળા બાફેલા નો માવો – 1 કપ
અમેરીકન મકાઈ બાફેલી – 1/4 કપ
ફણસી બાફેલી – 1/4 કપ
વટાણા બાફેલા – 1/2 કપ
લીલા મરચા જીણા સમારેલા – 1 નાની ચમચી
લીંબુ નો રસ – 1 મોટી ચમચી
મીઠું સ્વાદાનુસાર –
કોથમીર – 3 મોટી ચમચી
પતલા નૂડલેસ બાફેલા – 2 કપ
ગરમ મસાલા – 1 નાની ચમચી
કોર્ન ફ્લોઉર – 4 મોટી ચમચી
તેલ તળવા માટે –

યોગ્ય પદ્ધતિ :

1. કાચા કેળા ને બાફીને માવો કરી લો.
2. હવે મિક્ષ કરો કાચા કેળા બાફેલા નો માવો, અમેરીકન મકાઈ, ફણસી,વટાણા,લીલા મરચા જીણા સમારેલા, લીંબુ નો રસ,મીઠું સ્વાદાનુસાર ,કોથમીર, ગરમ મસાલા અને 2 ચમચી કોર્ન ફ્લોઉર.
3. હવે નાના લુઆ 8 થી 9 કરો.
4. ઓવલ આકારમાં બધાને વાળો.
5. 2 મોટી ચમચી કોર્ન ફ્લોઉર ને 1/ 4 કપ પાણીમાં મિક્ષ કરો.
6. દરેક રોલ ને એમાં બોળવા .
7. નૂડ્લેસ ને એકસરખી લાંબીને બાજુબાજુમાં ગોઠવવી.
8. શરૂઆતમાં રોલ મૂકી ને રોલને વાળવો જેથી કરીને નૂડ્લેસ ચીટકી જશે.
9. ધીમે ધીમે રોલ વાળવો.
10. જયારે આખા રોલમાં નૂડ્લેસ ચીટકી જાય એટલે છેલે વધેલા નૂડલેસ ને કાપી લેવા. બધા રોલ તયાર કરવા.
11. તેલ મીડ્યમ આંચ પર ગરમ કરો અને રોલને પણ મીડ્યમ આંચ પર ગોલ્ડેન થાઇ ત્યાં સુધી તળવા.
12. ગરમા ગરમ ગ્રીન ચટણી અને સોસ સાથે પીરસો.
13. આ જરા સમય માંગે એવી વાનગી છે, નૂડ્લેસ ચોતાડતાં વાર લાગે છે પણ જો સમય નો હોઈ તો નૂડલેસ ના ટુકડા કરી રોલ ને રગદોળવા. કડક અને સ્વાદિષ્ટ હોવાથી બધાને ભાવશે.

રસોઈની રાણી : મનીષા શાહ (મુંબઈ)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!