ફિલ્મી ગોસીપથી જરા હટકે… આજે વાંચો બેડમિન્ટન પ્લેયરની દિકરી દિપીકા વિષે…

ફિલ્મી ગોસીપથી જરા હટકે…

એ દિવસ હતો પાંચમી જાન્યુઆરી ઓગણીસસો છ્યાસીનો [5\1\1986], સ્થળ હતું ડેન્માર્ક, જ્યારે પ્રકાશ પાદુકોણ અને ઉજ્જલા પાદુકોણનાં ઘરે પહેલીવાર ઉંવા..ઉંવા..સંભળાયેલ, મતલબ એક સુંદર દીકરીનો જન્મ થયેલો. એનું નામ રખાયું દીપિકા ! લાડમાં એને દીપી અને દીપ્ઝ કહેતા જે આજેય એના હુલામણા નામમાં શામિલ છે. એ અગિયાર મહિનાની થઇ અને એનો પરિવાર એને લઈને ભારત પાછો આવી ગયેલો. એ પછીનું એનું જીવન, સ્કૂલથી લઈને કોલેજ સુંધી બેન્ગાલુરુંમાંજ વીત્યું. હવે તમે જાણી જ ગયા હશો કે હું વાત કરી રહી છું આજની મશહુર અભિનેત્રી દીપિકા પાદુકોણની !

નાનપણમાં દીપિકા ખુબ શરમાળ અને તદ્દન ઓછા બોલી હતી, જોકે એ હજીએ એ થોડી અતડા સ્વભાવની તો છે. એના મિત્રો પણ ઘણાં ઓછા. એનો બધો વખત પુસ્તકો વાંચવામાં જ જતો. એના પિતા પ્રકાશ પાદુકોણે એ શરમાળ છોકરીને બેડમિન્ટન રમવા પ્રેરિત કરી. પ્રકાશજી પોતે ફોર્મર ઇન્ડિયન બેડમિન્ટન પ્લેયર હતાં. થોડાક જ વખતમાં એને આ રમતનો ચસકો લાગી ગયો. દસમાં ધોરણ સુંધી એ સ્ટેટ લેવલે બેડમિન્ટન રમી ચુકી હતી. પછી જ એની જિંદગીમાં નવો વળાંક આવ્યો.

એણે પિતાની જેમ રમતગમતમાં જવાને બદલે મોડેલીંગ કરવાનું પસંદ કર્યું. એની નાની બહેન ગોલ્ફ રમતી હતી. એની પસંદગીને એના માતાપિતાએ પણ સમર્થન આપ્યું અને દીપિકા બેન્ગાલુરું છોડી મુંબઈ આવી અને એની એક આંટી સાથે રહેવા લાગી. એ ફક્ત સત્તર વરસની હતી જ્યારે એણે પહેલી વખત રેમ્પ પર કેટવોક કરેલું. સન ૨૦૦૪માં એ પહેલીવાર લાઈમ લાઈટમાં આવેલી, “ઊફ..મા…”ની લાઈનથી લીરીલ ઓરેન્જની જાહેરાતમાં. પછી જોવા મળી હિમેશ રેશમિયાના આલ્બમ, “આપકા શુરુર”માં, સને ૨૦૦૫માં અને અહીંથી એને લાગ્યું કે પોતાને એક્ટિંગ કરવી જોઈએ. એણે અનુપમ ખેરની “ એક્ટર પ્રિપેર્સ” જોઈન કરી ત્યાં એક્ટીગ શીખી અને શામક દાવરના ક્લાસમાં ડાન્સ શીખ્યો.
હવે જ ચાલું થવાની હતી એની હિરોઈન તરીકેની સફર. એ વખતે સંજયલીલા ભણસાલી એમની ફિલ્મ, “સાંવરિયા” માટે હિરોઈન શોધી રહ્યાં હતા. એમને દીપિકા એ રોલ માટે પરફેક્ટ લાગેલી અને છેક છેલ્લે સુંધી એજ હિરોઈન તરીકે નક્કી હતી. પછી છેલ્લી ઘડીએ સંજયે પોતાનું મન બદલ્યું અને પોતાનાં મોટા પ્રોજેક્ટ માટે કોઈ સેફ કોર્નેર શોધતા હોય એમ અનીલ કપૂરની દીકરી, સોનમ કપૂરની સાંવરીયાની હિરોઈન તરીકે જાહેરાત કરી…[એ ફિલ્મ જાજું ઉકાળી નહતી શકી, સારું થયું દીપિકા એમાં ન હતી !]

આ વખતે દીપિકાની મુલાકાત ફરાહ ખાન સાથે થયેલી. ફરાહ ખાને એને લઈને, “હેપ્પી ન્યુ યર” બનાવવાનું વિચારેલું પણ હજી નિયતિની મરજી નહિ હોય તે કોઈ મેળ ના પડ્યો અને એ ફિલ્મ બનાવવાનો વિચાર મુલતવી રહ્યો. આ દરમિયાન જ એને શાહરૂખ ખાન સાથે “ઓમ શાંતિ ઓમ” ફિલ્મની ઓફર આવી અને એણે સ્વીકારી લીધી. દીપિકાના નસીબ આડેનું પાંદડુંઆખરે ખસી ગયું અને રાતો રાત એ સ્ટાર બની ગઈ, ઓમ શાંતિ ઓમ બ્લોકબસ્તર સાબિત થઇ હતી..! એ પછી ઘણી ફિલ્મો આવી અને ચાલી પણ ખાસ નહિ..! થોડા વરસ પછી ફરાહ ખાને ફરીથી મન બનાવ્યું અને, “હેપ્પી ન્યુ યર” ફિલ્મ બનાવી હતી, દીપિકાને જ હિરોઈન તરીકે લીધેલી. આ ફિલ્મ પણ હીટ રહી અને એ પછી દીપિકાએ પાછુંવળીને જોયું નથી એમ કહીએ તો ચાલે. એની યશ કલગીમાં એકપછી એક શાનદાર ફિલ્મો ઉમેરાતી જ ગઈ છે…છેલ્લે બાજીરાવ મસ્તાની, સંજયલીલા ભણસાલીની ફિલ્મ કર્યા બાદ એ બોલીવૂડની સૌથી વધારે કમાતી હિરોઈન બની છે !

સપ્ટેમ્બર ૨૦૧૪માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ ટ્વીટર પર દીપિકાનાં ફોટો ઉપર ટીપ્પણી કરતા કહ્યું હતું, “omg; Dipika Padukone’s cleavage show.” આનો જવાબ આપતા દીપિકાએ વળતી ટ્વીટ કરીને કહેલું, “હા હું એક સ્ત્રી છું .મારે સ્તન છે. એની વચ્ચે ખાડો પડે છે. તમને એનાથી કોઈ તકલીફ છે ?” આ પછી દીપિકાના સપોર્ટમાં એના ફેન્સ અને બીજી ફિલ્મી હસ્તીઓ ઉતરી પડેલી. આખરે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ રીપોર્ટ જાહેર કરવો પડેલો અને એની એ ટીપ્પણી રદ કરવી પડેલી.

રણબીર કપૂર સાથે એની જોડી જામતાં જામતાં રહી ગયેલી, મેં સાંભળેલી વાર્તા પ્રમાણે અહીં પણ સાસુમા બનવા જઈ રહેલ મમ્મીજી નીતુ કપૂરને કોઈ વાતે વાંધો પડેલો ! રણબીરથી છૂટી પડ્યા પછી સીરીયસલી દીપિકાનું નામ કોઈની સાથે જોડાયું હોય તો એ છે રણવીર. રામલીલા ફિલ્મથી એમની જોડી લોકોની નજરોમાં વસી ગયેલી. આ જોડીનો જાદુ, ‘બાજીરાવ મસ્તાની’માં પણ અકબંધ રહેલો. હાલમાં કોઈ નવી વાર્તા જાણવા નથી મળી. જોકે હાલ એ હોલીવૂડ અને બોલીવૂડમાં એટલી વ્યસ્ત છે કે હીરો સાથે રીઅલ લાઈફમાં ઝાડ ફરતે ફેરા ફરી ગીતો ગાવાનો સમય નથી…યુ સી !

દીપિકા વિષે થોડું વધારે જાણો,

• ઉંચાઈ; 5 ફૂટ સાડા આંઠ ઇંચ.
• આંખોનો રંગ; કાળો [black]
• વાળનો કલર; ભૂખરો સોનેરી [brown]
• ઉંમર ; 31 વરસ

• દીપિકા ક્યારેય આલ્કોહોલ એટલેકે શરાબ નથી પીતી. [good girl]
• ક્યારેય સિગારેટ નથી પીતી. [ ઘણી મોડેલ પીતી હોય છે !]
• ૨૦૧૦માં એણે મહારાષ્ટ્રમાં આવેલું અંબેગાંવ દત્તક લીધેલું અને એ ગામની પાયાની જરૂરિયાતો જેવી કે પાણી અને વીજળી પૂરી કરી.
• બોલીવુડની એવી અભિનેત્રી જેને હોલીવૂડની ફિલ્મ, ફ્યુંરીઅસ 7માં રોલ ઓફર થયેલો પણ એ દિવસોની તારીખ બીજે આપેલી હોવાથી એણે ઓફર નકારી.

• એણે દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે કરવાની ટેવ છે અને એની પાસે એણે કરવાનાં દરેક કામનું લીસ્ટ તૈયાર હોય છે. [મારી જેમજ !]
• ૨૦૧૨માં એને, ભારતની સૌથી સુંદર સ્ત્રીનો ખિતાબ ઇન્ડિયન એડીસન ઓફ પીપલ મેગેજીન તરફથી એનાયત થયેલો.
• ચાંદની ચોક ટૂ ચાઈના ફિલ્મમાં ‘સુજી’નું પાત્ર ભજવવા એણે જાપાનની માર્શલ આર્ટની તાલીમ લીધેલી અને ફિલ્મના દરેક સીન જાતે કરેલાં. [અફસોસ ફિલ્મ એટલી હીટ ના રહી.]

• હાલમાં એની ફિલ્મ “પદ્માવત”ને લઈને એ વિવાદોમાં ઘેરાયેલી છે. સંજયલીલા ભણશાલીની આ ફિલ્મમાં એણે રાજપૂત રાણી, પદ્માવતીનો કિરદાર નિભાવ્યો છે.
• એની પાસે ઔડી Q7, ઔડી A8, મીની કૂપર, BMW5-Series જેવી વૈભવશાળી ગાડીઓનો કાફલો છે. [વાહ…!]

લેખક : નિયતી કાપડિયા.

દરરોજ આવી અવનવી વાતો અને માહિતી જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી