દરેક એ વ્યક્તિને આ પોસ્ટમાં ખાસ ટેગ કરજો જે તમને સતત એવું સંભળાવતા હતા કે તું જીવનમાં કશું નહિ કરી શકે…

હવે યુધ્ધ એજ કલ્યાણ …!

નામ : પાર્થ.

પરંતુ યુદ્ધ માટે તત્પર નથી આ પાર્થ. અરે ! કોઈ પરીક્ષા પણ આપવા ઇરછુક નથી. એમ કાંઈ પાર્થ નામ પાડવાથી; થોડું જીવતરનું યુદ્ધ જીતી શકાય? નામ પ્રમાણે ગુણ નથી જોવા મળતા આજે બાળકોમાં.

આ પાર્થ 4 વર્ષ પહેલાં અમારી શાળામાં ભણતો. સાવ સળી જેવો દેહ. પવનની લહેરખી તેને પાડી દેશે તેમ જણાતું. એમ થાય કે પડશે તો હાડકું ભાંગે એ નક્કી. પાકી નોટબુક સાવ કાચી. લખાણમાં ચોકસાઇ જરા પણ નહીં.
આપણે પૂછીએ કે : “મોટા થઇ ને તું શું બનીશ?”

એટલે સહેજ પણ વિચાર કર્યા વિના કહી દે : “સાહેબ કાંઈ ખબર નથી, જે બનાય તે બની જઈશ”

આમ પણ મને થતું કે આ જ સાચો જવાબ છે. અહીં રોજ રોજ જિંદગી એક નવો સવાલ બની સામે ઉભી રહે છે; અને આપણે તેનો જવાબ કોઈ પુસ્તક માંથી શોધીએ છીએ. પરંતુ આ મસ્તીએ ચડેલી જિંદગાની સિલેબસ બહારનો જ સવાલ પૂછી નાખે છે. પાર્થની મુશ્કેલીઓ તેને સ્વપ્નાઓ જોવાની મનાઈ ફરમાવતું હતું. માટે મને કહેતો કે “સાહેબ જે બનાય તે.. બની જઈશ…!!”

“આ છોકરું મોટું થઈ ને શું કરશે?” ભણતરમાં તો ધોરણ 10 ના સ્ટેશને ગાડી ઉભી રહી જશે એમ લાગતું. “આવડત નામક ટિકિટ વિના કેટલો સમય ટિકિટ ચેકર પાર્થને ટ્રેનમાં બેસાડે?” “આ બાળકને જિંદગાનીના મધુર સ્વપ્નાઓ કેમ નહી આવતા હોય?” ઇરછાઓના જન્મ પહેલાં મને મૃત્યુ દર્શાતું. એનો વિચાર મને વારંવાર આવ્યા કરતો, પરંતુ તેને આવો કોઈ વિચાર પણ નહોતો આવતો.. શાળામાંથી જયારે રમત માટે મેદાને જતાં ત્યારે ક્રિકેટની રમતમાં સરળ બોલમાં પણ તેનું બેટ ચૂપ રહેતું…..

હા..!! તેની જીભ મજબૂત હતી. સવાલો ખૂબ પૂછતી…. “મને કહે કે સાહેબ આપણી પૃથ્વી અને ચંદ્રને ભાઈ બહેનનો સંબંધ હોવો જોઈએ…” એટલે હું પૂછું કે “કેમ?” તો કહે કે “સર આપણે પૃથ્વીને માતા કહીએ છીએ, અને ચંદ્રને મામા…” અને અમે બંને હસી પડતા..

આજે 4 વર્ષ પછી મળ્યો…
સમય બધાને બદલે એવું પાર્થને જોઇને લાગ્યું…
સળી જેવો દેહ આજે અડીખમ લાગ્યો.. તેની આંખોની ચમક તેજતર્રાર લાગી. સમયનો પવન પાર્થ સામે ગમ્મે તેટલી થપાટો ફટકારે પણ નિરાશ બની પાછો ફરતો મને જણાયો.
એ પડ્યો નથી ને હાડકું પણ ભાંગ્યું નથી.. પણ હા.. જિંદગાનીના મુશ્કેલ દિવસોને ભાંગીને ભૂક્કો કરીને ઊભો છે મારી સામે…
ધોરણ 10 ના સ્ટેશને ગાડી ઉભી રહી જશે… એ આજે ધોરણ 12 કોમર્સમાં અણનમ ઉભો છે. પોતાના નામને સાર્થક કરવા….

શેરી ક્રિકેટથી વધારે ન રમનાર જિંદગીએ ફેંકેલ ગુગલી બોલમાં પણ સિક્સર ફટકારે છે…. પાર્થ મને અડધી પીચે આવીને વિરાટ બની સદી ફટકારતો લાગ્યો.
મને ઝવેરચંદ મેઘાણીજી યાદ આવ્યા..
“ઘટમાં ઘોડા થનગને અને આતમ વીંઝે પાંખ, એ અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ..”

શું કરશે મોટો થઇને?
એ સવાલનો ઉત્તર તેની ટનાટન જીભ ઉવાચી રહી હતી : “સર રોજ સવારે 300 છાપા નાખી આવું છું. બપોરે હાઇસ્કૂલમાં પહોંચી જાઉં છું… મેં કોમર્સની લાઈન લીધી છે. આ છાપા વેચ્યા પછી મને દર મહિને 3000 રૂપિયા આપે છે. એ રૂપિયા હું મારા પપ્પાને આપી ઘરે મદદ કરું છું…”

લખાણમાં ચોકસાઇ ન રાખનાર; આટલો ચોકકસ કેમ બની જતો હશે?
ક્યારેય પાકી નોટબુક પાકી નહોતો રાખતો; તે આજે પાક્કો ખેલાડી બની ગયો છે..!!

મારાથી શબ્દોનો ગુલાલ ઉડાવી તેની જીવનયાત્રા મંગલમયી બને એ માટે એટલું જ કહેવાયું…

“યુ… આર… માય… બ્રેવ બોય…..!!!”

અર્પણ ….

રોજ રોજ જિંદગાની સાથે ઝઝૂમતા બાળકોને. જિંદગાની ભલ્લેને સિલેબસ બહારનું પૂછયા કરે, એની જ મજા લેતાં આવા વિરલાઓ તેની મોજ મસ્તીથી એવા એવા ઉત્તરો આપે છે કે ફુલ્લી પાસ થયાં કરે છે. પરિસ્થિતિ સામે નમી જવામાં નથી માનતા આ જુવાનો.. અને બસ કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વિના રમ્યા કરે છે.

અમારી સરકારી શાળાનાં બાળકો ગમે તેવાં ઝંઝાવાતો સામે ભણતરને નથી છોડતા….. “શું આ બાબતને સફળતા ન ગણાવી શકાય?” “ચોક્કસ ગણાવી શકાય.” કારણ, રમવાનું(ભણવાનું) છોડ્યું નથી. જિંદગાનીની ક્રીજ પર અણનમ રહી ખેલ્યાં કરે છે. ડ્રોપ આઉટ નામક ભૂતની ચોટલી પકડીને ભણતાં રહે છે…. બસ…!!! ભણતાં રહે છે… “મોટો થઇ ને શું બનીશ?” એ સવાલનો જવાબ મને મળી ગયો. ત્યારે મારી(અને મારા જેવા દરેક શિક્ષકોની) છાતી ગજગજ ફૂલાય છે….!! આજે મારી કલમને પણ મજા આવે છે કે પોતે ખાલી થઇ ને ભરપૂર જિંદગાની જીવતા પાર્થ વિષે લખાય છે.

લેખક : નરેન્દ્ર જોષી.

દરરોજ અવનવી ઉપયોગી અને પ્રેરણાદાયી પોસ્ટ માટે વાંચતા રહો અમારું પેજ.

હવે યુધ્ધ એજ કલ્યાણ …!!!

ટીપ્પણી