“નીતા અંબાણી” ની આ લાઈફ સ્ટાઈલ જોઈ તમે દંગ રિહ જશો…! ૩ અને ૫ બહુ ઓછા ને ખ્યાલ છે..

- Advertisement -

દોસ્તો નીતા અંબાણી દેશના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીના પત્ની છે. સોશિયલ ઈવેન્ટમાં હંમેશા ભાગ લેવાના કારણે નીતા અંબાણીએ ભારતમાં જ નહી પરંતુ વર્લ્ડમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. જ્યારે પણ તમે નીતા અંબાણીને કોઈ સોશિયલ ઈવેન્ટમાં જુઓ ત્યારે તે સુંદર અને કોન્ફ્યુડન્ટ જોવા મળે છે. તેઓ આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ ટીમનાં માલિક છે, અને સફળ બિઝનેસ વુમન પણ. નીતા અંબાણી કેટલી લક્ઝુરિયસ લાઈફ જીવે છે તેની અવારનવાર નવી-નવી વાતો આવતી રહે છે.

તેમના અંદાજ અને સુંદરતાના તો ઘણા દીવાના છે. એશિયાના સૌથી ધનવાન વ્યક્તિની પત્ની હોવાના કારણે તેમના શોખ હંમેશા ઘણા રોયલ જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, તે પોતાના દીવસની શરૂઆત 3 લાખની ચાથી કરે છે. જીહાં આ સાચુ છે. તો હવે જોઈએ કે, નીતા અંબાણીની આ ચામાં એવું શું ખાસ છે, કે જેની કિંમત 3 લાખ રૂપિયા લોકો કહે છે.

એક ઈન્ટર્વ્યુમાં નીતા અંબાણીએ જણાવ્યું કે, તે જાપાનની સૌથી જુની ક્રોકરી બ્રાંડ નોરી ટેકના કપમાં ચા પીવે છે. તમને જણાવીએ કે, નોરીટેક ક્રોકરીના 50 પીસ સેટની કિંમત 1.50 કરોડ છે. એટલે કે એક કપની કિંમત 3 લાખ થઈ. આ કારણોસર જ તેના એક કપ ચાની કિંત 3 લાખ કહેવામાં આવે છે. મતલબ કે હકિકત એ છે કે, તેમની ચા મોંઘી નથી પરંતુ તે જે કપમાં ચા પીવે છે, તે કપ મોંઘો છે. આજ કારણો સર તેમની ચાની કિંમત લોકો 3 લાખ માને છે.

તેઓ ભાગ્યે જ ચપ્પલ રિપિટ કરતા હશે.. : નીતા અંબાણીને સ્ટાઈલિશ ફુટવેરનો ખૂબ જ શોખ છે. તેઓ ક્યારેય પોતાના સેન્ડલ રિપિટ નથી કરતાં. તેમની પાસે પાડ્રો, ગાર્સિયા, જિમ્મી ચૂ, પેલમોડા, માર્લિન બ્રાંડના શુઝ તેમજ સેન્ડલ છે. તેઓ જે સ્લીપર્સ પહેરે છે તેની શરુઆત જ એક લાખ રુપિયાથી થાય છે. ફુટવેરની સાથે તે એક વાર પહેરેલા કપડાં પણ ક્યારેય રિપીટ નથી કરતાં.

તેણી ના પર્સ પણ બ્રાન્ડેડ અને મોંઘા હોય છે : નીતા અંબાણીને જેટલો ફુટવેરનો શોખ છે તેટલો જ શોખ બ્રાન્ડેડ પર્સનો પણ છે. દુનિયાની સૌથી મોંઘી બ્રાન્ડની હેન્ડબેગ જેવી કે શનેલ, ગોયાર્ડ અને જિમ્મી ચૂ જેવા કલેક્શન તેમની પાસે છે. તેના ક્લચ પર હીરા જડેલા હોય છે, અને તેની કિંમત 3-4 લાખથી તો શરુ જ થાય છે.

મિસિસ અંબાણીને બ્રાન્ડેડ વોચનો ખૂબ જ શોખ છે. તેઓ વોચ ખરીદવા હંમેશા એક્સાઈટેડ હોય છે. તેમની પાસે ઘડિયાળોનું સારું એવું કલેક્શન પણ છે. તેમના કલેક્શનમાં બુલ્ગારી, કાર્ટિયર, રાડો, ગુચ્ચી, કેલ્વિન ક્લાઈન અને ફોસિલ જેવી બ્રાંડનો સમાવેશ થાય છે.

ફિટ રહેવું નીતા અંબાણીને ખૂબ જ પસંદ છે. તેમને જોઈને જ આ વાતનો અંદાજ આવી જાય છે. થોડા વર્ષો પહેલા જ્યારે તેમના દીકરા અનંત અંબાણીનું વજન 108 કિલો હતું, ત્યારે દીકરાને વજન ઘટાડવાની પ્રેરણા આપવા પહેલા તેમણે પોતાનું વજન ઘટાડ્યું હતું. કારણકે, તેમનું માનવું છે કે બાળકો માને જોઈને જ શીખે છે. ત્યારથી જ તેઓ ફિટનેસને લઈને ખૂબ જ સિરિયસ રહે છે.

ડાન્સના શોખીન નીતા અંબાણી જ્યારે પણ ડાન્સ કરે છે ત્યારે મન મૂકીને ડાન્સ કરે છે. તેમની ભારતનાટ્ટયમ પર સારી ગ્રીપ છે. આપને કદાચ એ વાતની ખબર નહીં હોય કે ધીરુભાઈ અંબાણીએ નીતા અંબાણીને પોતાના દીકરા માટે તેમનો ડાન્સ જોઈને જ પસંદ કર્યાં હતાં.

નીતા અંબાણી ફક્ત ફેમસ છે એટલું જ નહિ. તેણી એ પહેરેલી સાડી ની નોંધ ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ સ્થાન પામી છે. પોતાની જ કંપનીના CEO ની દીકરીના મેરેજ વખતે નીતા એ એક સાડી પહેરી હતી જેને બનાવા માટે એક વર્ષ લાગ્યું હતું. જેની ખાસિયત એ હતી કે એ સાડી મશીન થી નહિ પણ ફક્ત હાથો આર્ટિસ્ટીકલી બનાવા માં આવી હતી…નીચે ફોટો માં આપેલી સાડી એ જ છે…

જો આપ સૌ ને આ માહિતી રોચક અને રસપ્રદ લાગી હોય તો અચૂક શેર કરજો !!

લેખન-સંકલન : દીપેન પટેલ

સૌજન્ય : આઈ એમ ગુજરાત, VTV ગુજરાતી

ટીપ્પણી