એમના વિષે તો જેટલું લખો અને વાંચો એટલું ઓછું છે.. નીતા અંબાણીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા….

તેઓ દુનિયામાં સૌથી વધુ ધનવાન માણસમાં ગણાય છે અને તેમની પત્ની દેશની સૌથી શક્તિશાળી મહિલાઓમાં એક છે. બંનેની જોડી દેશની સૌથી ગ્લેમરસ કપલમાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ… ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીની.

નીતા અંબાણી પોતાનો 54મો જન્મદિવસ મનાવી રહ્યા છે. મુકેશ જ્યાં RILને સંભાળે છે, ત્યાં તેમની પત્ની નીતા અંબાણી IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમની માલિક છે. પોતાના પ્રોફેશન સાથે સાથે પોતાની અંગત જિંદગીની ખુશીને સારી રીતે સાચવતા આવડે છે આ બીઝનેસ વુમેનને.

વૈભવી જીવન જીવતા બિઝનેસ મેન, ખેલાડીઓ, બોલિવુડ સ્ટાર્સ અને રાજકારણીઓ અંગે હંમેશા આપણે સાંભળતા આવ્યા છીએ, તેમાં ખાસ કરીને જ્યારે પણ અને જ્યાં પણ અંબાણી પરિવારનો ઉલ્લેખ થાય ત્યારે તુરત જ લોકોનું ધ્યાન આપમેળે તેમના તરફ આકર્ષિત થઇ જતું હોય છે, ધીરુભાઇ અંબાણીએ પોતાના પરિવારને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો એ આપણે સૌ જાણીએ છીએ. ત્યારે આ વખતે અમે તેમના મોટા પુત્ર મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીના વૈભવી અને સામાજિક કાર્યવૃત્તિવાળા જીવન અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ.

આઇપીએલ હોય કે પછી કોઇ ગ્લેમર પાર્ટી, સામાન્ય પ્રસંગ હોય કે જાહોજલાલીવાળો પ્રસંગ કે પછી સમાજ જીવનને ઉપયોગી થઇ શકે તેવા સામાજિક કાર્ય હોય નીતા અંબાણીનું નામ આપણને હંમેશા સાંભળવા મળે છે. પોતાની સાધારણ પણ અસાધારણ કહીં શકાય તેવા વ્યક્તિત્વ સાથે તેઓ દરેક સ્થળે જોવા મળતા હોય છે

મુકેશ અને નીતા અંબાણીનું એન્ટિલિયા દુનિયાનું સૌથી મોંઘુ ઘર, ફોર્બ્સ મેગેઝીને દુનિયાના સૌથી મોંઘા ઘરમાં ટોચ પર અંબાણીના એન્ટિલિયાને સ્થાન આપ્યું છે. આ ભવ્ય મહેલની કિંમત અંદાજે 6500 કરોડ રૂપિયા છે આ ઘરનું બાંધકામ 4,90,000 સ્કેવર ફૂટમાં કરાયું છે. જેમાં એ તમામ વૈભવી અને હાઇફાઇ સુવિધાઓ છે જે મેળવવાનું સ્વપ્ન દરેક વ્યક્તિ નિહાળતો હોય છે. આ વૈભવી પેલેસના મહારાજા મુકેશ અંબાણી અને તેના મહારાણી નીતા અંબાણી છે.

106 વર્ષ જૂની જાપાનીઝ બ્રાન્ડનો ઉપયોગ મુકેશ અંબાણીએ આ વૈભવી ઘરમાં કર્યો છે. 25 હજાર ટેબલવેરના પીસનો ઓર્ડર ખાસ જાપાનમાં આપ્યો હતો. જે જાપાનની 106 વર્ષ જૂની બ્રાન્ડ નોરિટેકનો છે જ્યારે 50 પીસ સેટ 22 કેરેટ ગોલ્ડ અને પ્લેટિનિયમ ટ્રિમ્ડને ચીનથી મંગાવ્યા હતા

ગ્લેમર્સ બેગ: ગ્લેમર લૂક ધારણ નહીં કરીને પણ નીતા અંબાણી જ્યાં પણ જાય છે ત્યાં ગ્લેમર ઉત્પન્ન કરી દે છે, અને આ કામ કરે છે તેમના હાથમાં જોવા મળતી ગ્લેમરિયસ બેગ. તેઓ જે બેગ લઇને પાર્ટી કે અન્ય કાર્યક્રમોમાં જાય છે, ત્યાં આ બેગ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેતી હોય છે

વિવિધ મેગેઝીનના કવર પેજ પર: આપણે હંમેશા ગ્લેમર જગાવતી અભિનેત્રીઓ કે સ્પોર્ટ્સ ક્ષેત્રે જોડાયેલી યુવતીઓને વિવિધ મેગેઝીનમાં જોઇએ છીએ, પરંતુ આ તમામને માત આપીને નીતા અંબાણી પણ વિવિધ મેગેઝીનના કવર ગર્લ બની ગયા છે, જેમાં ફિલ્મફેર, વેર્વ અને હાઇ મેગેઝીન ટોચ પર છે.

પરફેક્ટ હોસ્ટ: અબજોપતિના પત્ની નીતા અંબાણી એક પરફેક્ટ હોસ્ટ પણ છે. તેમના ઘર એન્ટાલિયામાં જ્યારે પણ કોઇ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે ત્યારે તે દરેક વખતે શાનદાર હોય છે.અને તેમા સચિન તેંડુલકર, બચ્ચન ફેમિલી, ગોદરેજ ફેમિલી, લક્ષ્મણ, બોલિવુડની હસ્તીઓ અચૂક હાજરી આપતા જોવા મળે છે

પરોપકારી કાર્યોમાં પણ યોગદાન: નીતા અંબાણી માત્ર હાઇફાઇ જીવન જીવવામાં જ નથી માનતા તેઓ અનેક પરોપકારી કાર્યો સાથે જોડાયેલા છે. ધીરુભાઇ અંબાણી ફાઉન્ડેશન દ્વારા સ્વાસ્થ્ય કેર સર્વિસ, એજ્યુકેશન સહિતના અનેક કાર્યો સુવિધા વગરના ગામડાંઓ અને પછાત ગામોમાં કરવામાં આવે છે

સૌજન્ય : દિવ્યભાસ્કર

સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ રસપ્રદ માહિતી તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી