નિશા- વાત એક નીડર અને બહાદુર બાળાની.

સુરત રેલવે સ્ટેશન પર ખૂબ જ ટ્રાફિક હતો. બ્રાંદ્રા જયપુર ટ્રેન પ્લેટ ફોર્મ પર ઉભી હતી. પેસેન્જરો ગાડીમાં સામાન ગોઠવતા હતા. ટ્રેનમાંથી ઉતરેલા પેસેન્જર કોઇ ના સામાન કુલી ઉઠાવી જતા હતા તો કોઇ જાતે સામાન ઉઠાવી સબ-વે તરફ જતા હતા. ખાણી-પીણીના સ્ટોલ પર નાસ્તાની ચા ની બુમો પાડતા હતા. ટૂંકમાં આ બધુ જ જોતા વાતાવરણને હર્યુ ભર્યુ બનાવી દેતા હતા.

પોલીસની આઠ થી દસ ઓફિસરની ટીમ સ્ટેશન પર ઉભી હતી. એ સમયે ગુજરાત માં હાઇ એલર્ટ હતુ એટલે બધા જ બ્યુરો અને બધા જ સુરક્ષાના બંદોબસ્તમાં લાગેલ હતા. ત્યારે એક સાત વર્ષની છોકરી રિઝર્વેશન કોચમાંથી બહાર નીકળી દોડતી દોડતી ઓફીસરો ઉભા હતા ત્યા પાસે આવી કહેવા લાગી સર સર મને બચાવો. મારૂ અપહરણ કરવામાં આવ્યુ છે. તે લોકો અંદર સુતા છે. હુ એનાથી બચીને ભાગીને આવી છુ. બધા જ તો એકદમ ચોંકી ગયા એક ઓફિસરે પુછ્યુ શુ બેટા સાચે જ ક્યા છે? દીકરી બધાને એના કોચમાં એની સીટ પર લઈ ગઈ. બન્ને બેહોશ અવસ્થામાં જોવા મળ્યા. પોલિસ સ્ટાફના બે-ત્રણ ઓફિસરએ એમને પકડીને લોકઅપમાં નાંખ્યા. દિકરીની પુછપરછ કરી તો જે વાત જાણવા મળી. સૌ નાનકડી ઢીંગલી પર અને સુજબુજ પર ફિદા થઈ ગયા.

ચોથા ધોરણમાં રહેતી નિશા નિત્ય નિયમ પ્રમાણે સવારના સમયે સ્કુલે જતી. સ્કુલ ઘરથી માત્ર બે-ત્રણ મિનિટના અંતરે હોવાથી પેલેથી જ એકલા જવાની ટેવ હતી. નિશા સ્કુલથી આવતી હતી. એક સફેદ કપડામાં છ ફુટ હાઈટ અને શ્યામ વર્ણો કદરૂપો માણસ નિશાનો પીછો કરતો હતો. નિશાને ઉભી રાખીને એક ચોકલેટ આપે છે. નિશા એના મમ્મીના કહ્યા પ્રમાણે ના કહે છે કે આ ચોકલેટ હુ નહિ લઉ. પણ પેલો માણસ એને કહે છે કે હુ તારા મામા છુ. બેટા તારા મમ્મીનુ નામ વીણા બહેન છે ને એ મારા બહેન છે. હુ તને પણ ઓળખુ છુ. તુ લઈ લે ચોકલેટ બેટા. એમા કઈ જ નથી. નિશા ચોકલેટ લઈને ત્યા ને ત્યા જ ખાય છે. નિશાને તરત જ અંધારા જેવુ લાગવા માડે છે. પોતાની આંખો મીંચાતી જાય છે. પેલો એની રાહ જોઇને જ ઉભો હોય છે. ત્યાથી નિશાને ઉંચકિ અને પોતાની ગાડીમાં બેસાડી નીકળી જાય છે. જ્યારે નિશાની આંખો ખુલે છે તો તે ટ્રેનમાં સૂતી હોય છે. જાગીને નીચે જોવે તો પેલો માણસ ત્યા જ બેઠો હોય છે. તેના બીજા બે સાથીઓ પણ હોય છે. નિશાને પોતાની આજુબાજુ થતી ઘટનાઓની વાતચીતથી અંદાજ આવી જાય છે. પોતે અજાણ હોય એમ જાગવાનુ નાટક કરે છે. અને કહેવા લાગે છે મામા હુ ક્યા છુ ? પેલો માણસ જોવે છે કે આ પાછી જાગી ગઈ પણ નિશા કઈ શોકબકોર નથી કરતી પણ તેને મામા મામા કરે છે એટલે એને પણ શાંતિ થઈ ગઈ હતી. નિશાને એ માણસ પાછી એક ચોકલેટ આપે છે. નિશાને ખબર જ હોય છે કે આ ચોકલેટથી તે બે હોશ થઈ ગઈ હતી એટલે એ ચોકલેટ ખાવાનુ નાટક કરી કાગળ નીચે નાખે છે અને સુવાનો ડોળ કરે છે. વચ્ચે નવસારીનુ સ્ટેશન આવતા પેલા બન્ને પોતાના માટે કોફી મંગાવે છે. કોફીના કપ નિશાના બરાબર માથા પાસે જ નીચે પડ્યા હોય છે. પેલા બન્ને વાતો કરવામાં લાગી પડ્યા હોય છે. ત્યા નિશા બન્નેની કોફીમાં પેલી ચોકલેટ નાખી દે છે. બન્નેને ચોકલેટનુ ઘેન ચડવા લાગે છે. બન્ને બેહોશ થઈ જાય છે. સુરત સ્ટેશન આવતા જ ઉતરીને પોલીસની મદદ લે છે.

આવી બહાદુર દીકરીઓ પોતાના શૌર્ય અને હિમ્મતને કારણે અનેક બાળકોના અપહરણના ભેદ ખુલ્યા અને અનેક બાળકો તેના માં બાપ સુધી પહોચ્યા હતા. આ જ દીકરીને ૨૬ મી જાન્યુઆરીએ મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા શૌર્ય અને વીરતાનો એવોર્ડ પણ આપવામાં આવેલ.

– વિજય ખૂંટ

ટીપ્પણી