રોશની ભાગ – ૨ એ યુવાનના જીવનમાં ખરેખર રોશની એ રોશની બનીને આવી હતી પણ….

રોશની ભાગ ૨.

રોશની ભાગ 1.

રોશનીની વાતો સાંભળી મને આશ્ચર્ય થયું, સાચેજ હું સેલીબ્રીટી બની ગયો હતો. લોકો આજ સુધી મને ચિરાગ કન્સ્ટ્રક્શનનાં માલિકનાં સનથી ઓળખતા, જે લોકો મને મારા પપ્પાનાં નામથી ઓળખતા હતા એ લોકો મને પર્સનલી મારા નામથી ઓળખવા લાગ્યા, સિંગર ચિરાગ, મ્યુઝીશિયન ચિરાગ, માસ્ટર ચિરાગ જેવા નામથી ઓળખવા લાગ્યા, અઠવાડિયામાં રોશનીની આઈ કેર ફોર યુની ઓફીસ મારી ઓફીસમાં ચેન્જથઇ ગઈ. રોશનીએ મારા કારણે પોતાનું પ્રોફેશન ચેન્જ કરવું પડ્યું, રોશની હવે મને આસિસ્ટ કરવા લાગી. મારા ફોન રીસીવ કરવા લાગી. મારી દરેક અપોઈન્ટમેન્ટ એ ફિક્સ કરતી. રોશનીએ પોતાનો પહેરવેશ પણ ચેન્જ કર્યો, જીન્સ અને ટી-શર્ટ કે ટોપ પહેરીને આવવા લાગી, એ કપડામાં એ વધારે સેક્સી લગતી, તેના નિતંબ અને વક્ષ:સ્થળનો ઉભાર મને વધારે આકર્ષિત કરતો. પણ મારા દિમાગમાં એજ વાત આવીને ઉભી રહી જતી કે રોશની પરણેલી છે..અને એ વાતની જ્યારથી મને ખબર પડી ત્યારથી હું મારા કામથી મતલબ રાખવા લાગ્યો. એક દિવસ રોશની ઓફિસે ન આવી મેં ફોન કર્યો..
“ચિરાગ આજે મારી તબીયત ઠીક નથી પ્લીઝ,, હું મારો ફોન તારા નંબર ઉપર ડાયવર્ટ રાખુ છું, અને આજે કોઈ ખાસ અપોઈન્ટમેન્ટ પણ નથી.”

“કેમ શું થયું તને ? તારું એડ્રેસ આપ હું આવું છું, તારી દવા લઇ આવીએ.”

“અરે વાંધો નહી, એટલી બધી તબિયત ખરાબ નથી.”

“તારું એડ્રેસ આપ બસ! ”

“ઓકે હું વોટસએપ કરું છું.”

ઓફીસ લોક કરી હું બહાર નીકળ્યો ત્યાં મારા ફોનમાં રોશનીનો મેસેજ આવ્યો, એ એડ્રેસ મુજબ હું રોશનીનાં ઘરે પહોંચ્યો. ઝૂપડપટ્ટી વિસ્તાર હતો, ગલી ખાંચામાં ઘર ગોતતો ગોતતો હું રોશનીના ઘરે પહોંચ્યો.
લાકડાની દેશી ડેલી, અને બહાર ખાટલો ઢાળેલો, ખાટલા ઉપર પાપડ સુકાવવા માટે મુકેલા અને પાંચ મહિલાઓ પાપડ વણી રહી હતી, દરવાજાની બિલકુલ બાજુમાંથી ઘરમાં જવા માટે સાવચેતી થી જવું પડે, બહારથીજ મેં પૂછ્યું.

“રોશની અહી રહે છે?”
“ઓહ! હા ચિરાગભાઈ ને તમે? આવો આવો, રોશની અંદર આરામ કરે છે, સવારથી તબિયત ખરાબ છે.”
રોશનીની મમ્મી મને ઓળખી ગયા હોય એ રીતે આવકાર આપ્યો, હું બહાર થોડી વાર ઉભો રહી ગયો,,

“જાવ અંદર જાવ, રોશની અંદર છે,”
મને ડર લાગતો હતો કે તેનો પતિ ઘરે હશે, શું વિચારશે, મારે અહીં આવવું નહોતું જોઈતું! હું શૂઝ ઉતારી સાવચેતીથી મારો પગ પાપડ ઉપર ન પડે એ રીતે અંદર ગયો, નાના એવા રૂમમાં સિંગલ બેડ ઉપર રોશની સુતી હતી, મને જોઈ કહ્યું.

“ચિરાગ સામેથી સ્ટુલ લઇ બેસ.”
બેડથી થોડે દુર પડેલું સ્ટુલ ઉપાડી હું બેસી ગયો. આજુ બાજુ જોવા લાગ્યો. રોશની ઓશિકાના ટેકે બેઠી થઇ, રોશનીનાં મમ્મી પાણી લાવ્યા, પાણી પીતાંપીતાં મારી નજર બેડ ઉપર લટકતા બે ફોટા ઉપર પડી જેના ઉપર સુખડનાં હાર પહેરાવેલ હતાં. પાણીનો ગ્લાસ નીચે રાખતો હતો જાણે રોશની મારા ચહેરાના ભાવ સમજી ગઈ હોય એમ કહ્યું.

“આ મારા સ્વર્ગીય પતિનો ફોટો, અને બાજુમાં મારા પપ્પાનો.”

“ઓહ તો તો તારા પતિ પણ? તે મને ક્યારેય કહ્યું નહીં! ”
“તે ક્યારેય પૂછ્યું પણ નથી.”
“હા એ ખરું, કેમ કરતા મૃત્યુ થયું?”
રોશની થોડી સ્વસ્થ થઈ બેઠી થઇ,
“મમ્મી ચિરાગ પહેલી વાર ઘરે આવ્યો છે, થોડી ચા બનાવો, અને ચિરાગને કેરીનું અથાણું આપજો.. એનું ફેવરીટ છે.”
“ઓહ! તને હજુ યાદ છે? મેં તો તને ઘણા સમય પહેલા કહ્યું હતું કે કેરીનું અથાણું મારું ફેવરિટ છે.”
“હા, તું તો સાવ ડોબા જેવો છે,” એમ કહી રોશની હસવા લાગી,
રોશનીનાં મમ્મી ચા મૂકી રહ્યાં હતાં, એમને અટકાવતા મેં કહ્યું.
“રહેવાદો આંટી, ચા હું બીજીવાર આવીશ ત્યારે વાત. રોશની ચાલ તૈયાર થઇ જા. આપણે તારી દવા લેતા આવીએ.”
રોશનીને ખભાથી પકડી ઉભી કરી એ આમ તેમ જોવા લાગી, મારી આંખોમાં જોવા લાગી અને કહ્યું..
“ચિરાગ એકજ રૂમ છે, તારી સામે તો હું ચેન્જ નહી કરી શકુંને?”
“ઓહ સોરી સોરી,”
એમ કહી હું બહાર આવી ગયો, બહર ઉભો ઉભો ખાટલા ઉપર સુકવેલા પાપડ પર જોતો રહ્યો, મારો પ્રશ્ન પ્રશ્ન રહી ગયો, રોશનીનાં પતિનું કેવી રીતે મૃત્યુ થયું એ વાત જાણે આડેપાટે ચડી ગઈ હોય પણ આજે એ પૂછી ને જરહીશ, થોડી વારમાં રોશની તૈયારી થઈને બહાર આવી, હવેએ થોડી સ્વસ્થ લાગતી હતી. દવાખાને લઇ ગયો, વાયરલ તાવને કારણે રોશની કમજોર પડી ગઈ હતી. ઈન્જેકશન લીધા પછી રોશનીને રાહત થઇ હોય તેવું જણાયું, ત્યારબાદ અમે બંને ઓફિસે ગયા. રોશની સ્વસ્થ થઇ અને પોતાનું કામકાજ સંભાળવા લાગી. રોશની ચેર પર બેસતાં બબડી.
“ફોન ડાયવર્ટ માં મૂક્યો છે એ તો કાઢી નાખું.”
એમ કહી રોશનીએ પર્સમાંથી ફોન કાઢ્યો, ડાયવર્ટ સ્ટોપ કર્યું જ હતું ને રોશનીના ફોનની રિંગ વાગી.

“હેલ્લ્લો”

“જી, જી.. સાંજે છ વાગ્યે?
ફોન ઉપર એટલું કહેતા રોશનીએ પોતાનો હાથ માઈક ઉપર રાખી મને ધીમેથી પૂછ્યું,

“રાજુભાઈને અપોઈન્ટમેન્ટ જોઈએ છે, સાંજે છ વાગ્યાની આપી દઉં?”
મેં ડોકું ધુણાવી હા કહ્યું, અને રોશનીએ ફોન કાન ઉપર લગાવતા કહ્યું.

“જી રાજુભાઈ સાંજે છ વાગ્યે આવો.”
વાત પૂરી કરી રોશની ચેર પર બેસી ગઈ. મારા દિમાગમાં એકજ સવાલ દોડી રહ્યો હતો, એ મેં ફરી દોહરાવ્યો.

“રોશની હું જયારે પણ તારી કોઈ પર્સનલ વાત પૂછું છું ત્યારે તું આડી વાત કરી મને એ કહેવાનું ટાળે છે. મને કોઈ હક્ક નથી, કે હું તને પૂછું, તો પણ તારા પતિનું કેવી રીતે મૃત્યુ થયું? એ સવાલ મારા દિમાગમાં ક્યારથી દોડી રહ્યો છે.”

“ઓકે, ચિરાગ તારે ચા પીવી છે?”

“ફરી આડી વાત? ચા નહી કોફી મંગાવ અને મેં પૂછ્યું એનો જવાબ આપ અથવા ન જણાવવા પાછળનું કારણ.”

“ખરો જીદ્દી છો ચિરાગ તું.” એમ કહી રોશની હસવા લાગી, મોબાઈલ ઉઠાવી કોફીનો ઓર્ડર કરી ફોન ટેબલ ઉપર રાખતા કહ્યું.

“ચિરાગ ખુબ અંધકાર ભર્યો છે મારો ભૂતકાળ, તું એ જાણીને શું કરીશ?”

“જેવો ભૂતકાળ મારો છે, એવો તો નથી ને?”

“ઘણાં ઉતાર ચઢાવ જોયા છે મેં આ બે વર્ષમાં ચિરાગ! લે.. આ કોફી પણ આવી ગઈ.”
કોફીનો કપ મારી તરફ સરકાવતાં એ એક નિસાસો નાખી ઊંડો શ્વાસ લઇ કોફીનો કપ હાથમાં લેતા એ બોલી.
“કિશોર નામ હતું મારા પતિનુ, કોમ્પ્યુટર જીનીયસ હતો, સોફ્ટવેર સાઈડ હાર્ડવેર સાઈડ ભરપુર નોલેજ હતું, કંપનીના કામ રાખતો, વેબ-ડીઝાઇનીંગ, નેટ વર્કિંગ વગેરેનું કામ કરતો, સારું એવું કમાઈ લેતો, શહેરના પોષ એરિયામાં બે માળનું મકાન હતું. બધું વેચાઈ ગયું બીમારીમાં.
“બીમારી? કેવી બીમારી?” મેં ઉત્સુક્તાવશ પૂછ્યું.
“કિશોરને સોશિયલ મીડિયા એડીક્શન થઈ ગયું હતું. વચ્ચે થોડા દિવસ એની પાસે કામ નહતું, આખો આખો દિવસ ફેસબુક અને વોટસ-એપમાં ડૂબેલો રહેતો, એની પોસ્ટ કે કોમેન્ટને કોઈ લાઈક કરતું કે શેર કરતું તો એ ખુબ ખુશ થઇ જતો. પણ એ એટલી હદે એમાં ડૂબી ગયો કે તેનો સ્વભાવ ચીડચીડિયો થઇ ગયો. લોકોની પોસ્ટ અને કોમેન્ટ ઉપર એ ગુસ્સે થવા લાગ્યો, કોમેન્ટમાં લોકોને ઉદ્ધત જવાબ આપવા લાગ્યો, અમુક લોકો એને એની મિત્રસૂચીમાંથી રીમુવ કરવા લાગ્યા. અમુક બ્લોક કરવા લાગ્યા. એની પોસ્ટ અને કોમેન્ટ ઉપર લાઈકસ અને કોમેન્ટમાં ઘટાડો આવી ગયો અને તેની ઘેરી અસર તેનાં દિમાગ ઉપર પડી.
સોશિયલ મીડિયાએ કિશોરનાં દિમાગ પર એવી અસર કરી કે, તે વાસ્તવિક દુનિયા ભૂલીને સોશિયલ મીડિયાની દુનિયાને જીવન માની બેઠો હતો. તે સોશિયલ મીડિયામાં એટલો મશગુલ થઈ ગયો હતો કે વાસ્તવિક દુનિયાથી જાણે એનો છેડો જ ફાટી ગયો હતો. એને મન તો બસ તેની પોસ્ટ એ જ તેનું જીવન બની ગયું હતું. લાઈક અને કમેન્ટ તેનો ખોરાક બની ગયો હતો. પણ એ જાણતો ન હતો કે એક દિવસ તેનો ભ્રમ તૂટશે અને તેને વાસ્તવિક દુનિયાનું ભાન થશે ત્યારે આ પરિસ્થિતિ માંથી નીકળવું તેના માટે મુશ્કેલ બની રહેશે, અને બન્યું પણ એવું, જ્યારે તેની પોસ્ટ પરની લાઈક અને કોમેન્ટ ઓછી થવા લાગી તો તે તેના સ્વભાવમાં ચીડચીડયાપણું આવવા લાગ્યું અને તેના કારણે તેના મિત્રો તેનાથી દૂર થવા લાગ્યા, જેના લીધે તે ડિપ્રેશનનો શિકાર બન્યો,અને એ ડીપ્રેશને એને હતાશા તરફ ધકેલી દીધો, અને આ બધું મારા ધ્યાન બહાર એટલે રહ્યું કે એ મારા સસરાનાં ઘેર અઠવાડિયા માટે ગયો હતો. ત્યાંથી આવ્યો ત્યારે એ ડિપ્રેશનમાં ગરકથઇ ચૂક્યો હતો, ત્યાર બાદ મેં ખુબ સમજાવ્યો,પરંતુ એ કોઈ વાત સાંભળતોજ નહીં અને ઘરમાં ઝગડા કરવા લાગ્યો, મારા ઉપર શંકા કરવા લાગ્યો. મારા સસરા અને સાસુ તેને ઠીક કરવા પીર-ફકીર અને ભુવા-ભરડીના ભરડામાં ફસાઈ ગયા, અને લાખો રૂપિયા વાપરી નાખ્યા, હું સમજાવી સમજાવીને થાકી ગઈ કે એને કોઈ માનસિક બીમારી થઇ ગઈ છે. આખી આખી રાત જાગતો, ઇન્સોમેનીયાનો શિકાર થયો,

“ઓહ માય ગોડ! વેરી વર્થ કંડીશન.” મેં રોશનીને અટકાવતાં કહ્યું.
“જેમ તને સ્ત્રી જાતિથી અણગમો કે નફરત થઇ ગઈ હતી તેમ મને પણ પુરુષ જાતિથી નફરત થઇ ગઈ હતી. પણ પછી મારી સહેલી વર્ષા સાયકોલોજી એક્સપર્ટ છે. એને મને સલાહ આપી કે તેનો ચીડ ચીડીયો સ્વભાવ એ એના માનસિક રોગનો એક ભાગ છે. એને એટેન્શન જોઈએ છે, કાઉન્સેલિંગની જરૂર છે, દવાની જરૂર છે, એ હતાશ થઇ ગયો છે..ત્યાર બાદ હું કિશોરને ડોક્ટર અંકલ પાસે લઈ ગઈ, એણે રેગ્યુલર દવા લેવાનું રાખ્યું સતત કાઉન્સેલિંગ ચાલુ રાખ્યું, કિશોરના સ્વભાવમાં ઘણો ફરક આવી પણ ગયો હતો.. પણ! ”
“પણ? પછી શું થયું રોશની?
રોશનીની આંખોમાંથી દડ દડ આંસુ ટપકવાં લાગ્યાં, હું ચેર ઉપરથી ઉભો થયો, રોશનીની નજીક ગયો રોશનીના ખભા ઉપર હાથ રાખ્યો,
“પ્લીઝ ડોન્ટ ક્રાય રોશની. આઈ એમ વિથ યુ ડીયર. મને આવી ખબર હોત તો હું તને તારા ભૂતકાળ વિષે પૂછત જ નહી.” મેં સાંત્વના આપતા કહ્યું.
“ના સારું થયું કે તેં પૂછ્યું, આ જ્વાળામુખી હું કેટલા સમયથી અંદર સાચવીને બેઠી હતી. લોકોના દર્દ જાણી જાણી કાઉન્સેલિંગ કરી કરીને હું આજે ખુશ રહી શકું છું, કેમકે મેં એ દર્દ સહન કર્યું છે. મને ખબર છે, લોકોની હાલત કેવી થાય છે. અને એટલેજ ડોક્ટર અંકલે મને આ કામ કરવા પ્રેરણા આપી. મારી સહેલી વર્ષાએ પણ મને ખુબ મદદ કરી. હું છેલ્લા એક વર્ષથી આ સેવા ફ્રી ઓફ ચાર્જીસમાં કરી રહી છું. મેં મારો પતિ ગુમાવ્યો છે, હું નથી ઈચ્છતી કે ફરી ડીપ્રેશન કે માનસિક બીમારીના કારણે કોઈનો જીવ જાય. આ ઓફિસનું માસિક ભાડું ત્રણ હજાર રૂપિયા છે, જેમાંથી અડધું મારા સસરા આપે છે, અને અડધું મારી સહેલી વર્ષા આપે છે.”
“વાઉ! ગુડ ચેરીટી.”
આજે રોશનીએ મારું દિલ જીતી લીધું હતું, ચુપ ચાપ અને ગુમસુમ રહેતી રોશનીનાંચહેરા ઉપર આજે મને રોશનીની કિરણ જોવાઈ,વાતો વાતોમાં બપોરનો એક વાગી ગયો અને રોશનીએ કહ્યું.

“કેમ ચિરાગ ભૂખ નથી લાગી? કે મારી વાતો સાંભળીને પેટ ભરાઈ ગયું.”
અરે એ પાગલને કેમ કહું કે મારું દિલ ભરાઈ ગયું, મનમાં વિચાર આવ્યો કે રોશનીને એક હગ કરી તેના ગાલ ઉપર બટકા ભરવા માંડું. તેના હોઠ ખાઈ જાઉં. હું એનો ચહેરો જોતો રહ્યો,

“શું જોવે છે ચિરાગ? મેં પૂછ્યું કે ભૂખ નથી લાગી?”

“હું એ વિચારી રહ્યો છું કે જે બધાનું કાઉન્સેલિંગ કરતી હોય તેનું કાઉન્સેલિંગ કેવી રીતે કરાય?”

રોશની ખડખડાટ હસી પડી, ટેબલ ઉપરથી ફોન ઉપાડી અને ઓફીસની સામે આવેલ રેસ્ટોરન્ટમાં ફોન કરી અને પરોઠા અને પંજાબી શાકનું પાર્સલ મંગાવ્યું, દસ મિનીટમાં પાર્સલ આવ્યું.

ટેબલ પર જમવાનું રેડી કરી એ બહાર નીકળી, મારી કારની પાછળની સીટમાં રાખેલ પોતાનું બેગ લાવી,
બેગમાંથી અથાણાની બરણી કાઢીમને બતાવવા લાગી..

“તો મિસ્ટર ચિરાગ આ તમારું ફેવરિટ અથાણું.” એમ કહી સ્માઈલ કરવા લાગી..
અથાણાની બરણી જોઈ મને ભૂખ લાગી ગઈ, બંને વાતો કરતા કરતા સાથે જમ્યા. એ પર્સમાંથી ગોળી કાઢતાં બબડી.

“યાર હવે આ ગોળી ખાવાની જરૂર નથી, મારી તબિયત તો હવે બરાબર છે.”

“ના વાયરલ ફીવર છે, ચુપચાપ ખાઈ લે.”

હું પાણીનો ગ્લાસ ભરી લાવ્યો અને ગોળી ખવડાવી, તેના ગુલાબી હોઠ આજે વધારે માદક લગતા હતા, તેની આંખોમાં અલગ ચમક હતી, ગજબ છે જયારે સ્ત્રી પોતાનું દર્દ ઠાલવે છે ત્યારે વધારે સેક્સી લાગે છે.
“રોશની આજે તું વધારે સેક્સી લાગે છે.”
“ચલ જુઠા! ઉતાવળે તો તૈયાર થઇ અને સેક્સી લાગે છે! ખોટાડો.”
રોશની સેક્સી મીન્સ સુંદર, જો એ સુંદરતા જોવા માટે તારે મારી આંખોમાં જોવું પડશે. હું રોશનીની નજીક ગયો અને કહ્યું.

“રોશની મારી આંખોમાં અપલક જોયે રાખ.”
રોશની થોડી વાર જોઈ અને નીચું જોઈ ગઈ,

“પ્લીઝ રોશની જો ને?”

“ના તું હિપ્નોટીઝમ કરે છે, હું નહી જોઈ શકું પ્લીઝ,”

“પ્લીઝ તારા એક પેશન્ટ માટે તું આટલું પણ નહીં કરી શકે?”

“ઓહ! તો મારો આ સ્માર્ટ પેશન્ટ એનાથી ઠીક થઇ જશે?” એમ કહી રોશની હસવા લાગી.

હું રોશનીની નજીક ગયો. મારા બંને હાથ રોશનીનાં ખભા પર રાખ્યાં, ધીરે ધીરે હાથ ફેરવતો તેની હડપચી પર રાખી કહ્યું..

“કોઈ દવા છે તારી આંખોમાં કે કોઈ નશો છે તારી આંખોમાં.

જો દવા છે તો ઓવરડોઝ લેવો છે અને જો નશો છે તો ટલ્લી થવું છે.”
આટલું કહેતા મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. રોશની પણ શરમાઈને નીચું જોવા કોશિષ કરી રહી હતી પણ તેનો ચહેરો મારા બંને હાથ વચ્ચે હતો..

“પ્લીઝ ચીરા,,,,,,પ્લીઝ ચિરાગ…..છોડ કોઈ આવી જશે.”

“અપોઈન્ટમેન્ટ વગર કોઈ નથી આવતું તને ખબર છે.” એમ કહી મેં રોશનીને મારી છાતીમાં દબાવી લીધી, તેના હોઠનો ખારો સ્વાદ મારા હોઠે લગાવ્યો. રોશનીનું દીલ જોરજોરથી ધડકી રહ્યું, રોશનીના બંને હાથ મારી કમર ઉપર, સળવળતા રહ્યા. ગુમસુમ અને ચુપ ચાપ રહેતી એ રોશનીનાં હુંફાળા સ્પંદનો મારા હ્રદયને સ્પર્શી ગયા, અને મારા મોમાંથી નીકળી ગયું.
“ આઈ લવ યુ રોશની,,, આ ચિરાગને તારા થકી રોશની મળી, નહીતો આ ચિરાગ તો ક્યારનો બુજાઈ ગયો હોત, રોશની ખુબ તડપવ્યો તે મને, હું તને ક્યારથી ચાહવા લાગ્યો હતો, પણ કહી ન શક્યો! હવે તારા આ પેશન્ટનો લાઈફ ટાઈમ ઈલાજ કરીશ?”

“ડોબા, એક સ્ત્રીનું દર્દ સમજવું એટલું આસાન નથી.”

“હા અને ષડ્યંત્ર પણ.”

“છોડ, એટલેજ હું તને ડોબો કહું છું, આટલું રોમેન્ટિક એટ્મોસ્ફીયર ઉભું કરીને એવી વાતો કેમ કરે છે?
હું કાઈ બોલવા જતો ને એ ઘડિયાળ સામે જોઈને બોલી.

“ઓહ માય ગોડ.. સાંજે છ વાગ્યાની રાજુભાઈને અપોઈન્ટમેન્ટ આપી છે..ડોબા! સાડા પાંચ વાગ્યાં.”

“આજ તો તને છોડી દીધી એટલે ડોબો કહે છે! ”

*********

એપોઇન્ટમેન્ટ મુજબ ટાઇમનાં પાબંદ રાજુભાઈ સાંજે છનાં ટકોરે આવી પહોંચ્યા, હું અને રોશની સ્વસ્થ થઇ ચેર સંભાળી લીધી, રાજુભાઈ આવતાની સાથે,“મિસ રોશની, મિસ્ટર ચિરાગ.. મારી પાસે સમય ઓછો છે, એટલે હું ટૂંકમાં તમને પૂછવા આવ્યો છું, અમારી ડાયરેક્ટર પેનલ એક સ્ટેજ શો ઓર્ગેનાઇઝ કરવા જઈ રહી છે, અને એ શો માટે ડાયરેક્ટર પેનલ તમને હાયર કરવા માંગે છે, શું આપ એ શો કરી શકશો?”
મને ટેન્શનમાં નાખી દેતો સણસણતો સવાલ રાજુભાઈએ કરી મુક્યો, હું વિચારી કંઇક કહેવા જતો હતો, ત્યાં રોશનીએ રાજુભાઈને સામે સવાલ કરી મુક્યો.
“કઈ તારીખે?”
“૩૧ ડીસેમ્બર.”
રોશની આમતેમ જોઈ ડાયરી કાઢી ડાયરીના પાનાં ઉથલાવી અને જવાબ આપ્યો.
“ઓકે નો પ્રોબ્લેમ. અમે કરીશું.”
“થેન્ક્સ મિસ રોશની મને એજ ડર હતો, કે જો તમે નાં કહેશો તો હું શું કરીશ? સીટી ઓડીટોરીયમ હોલમાં છે અને તેની તમામ વિગત આ કાર્ડમાં છે. તમારું નામ લખવાનું બાકી હતું તે હું છપાવી નાખું છું. ઓકે હું જાઉં છું. અને હા પેમેન્ટ અમે ટકાવારીમાં આપીએ છીએ એટલે એ નક્કી કરવાની જરૂર નથી. તમે તૈયારી રાખજો,”એટલું કહી રાજુભાઈ ઘડિયાળમાં જોઈ ઉભા થયાં અને કહ્યું, “ઓકે ગાયસ આઈ એમ બીઈંગ લેઇટ. બાય.”
રાજુભાઈ જતા રહ્યા અને હું વિચારતો રહી ગયો, મેં ક્યારેય સ્ટેજ-શો કર્યો ન હતો, અને મને સ્ટેજ ફીયર હતો પણ રોશનીએ હા પાડી દીધી. મેં રોશની તરફ જોયું. રોશનીની આંખોમાં કોઈ કરામત હતી.
“ડોબી મને પૂછ્યા વગર તે હા પાડી દીધી? મને સ્ટેજ ફીયર છે, હું એટલા બધા લોકોની વચ્ચે ગાઈ નહી શકું. ઘેલી! ”
“અરે પાગલ આવો મોકો હાથમાંથી જવા ન દેવાય, અને મને વિશ્વાસ છે કે તું મેનેજ કરી લઈશ.”
“ઓહ! આટલો બધો વિશ્વાસ? આ મારું પહેલીવાર હશે એટલે મને ડર લાગે છે ડીયર.”
“ઓકે, તારા દિમાગ માંથી ડર કાઢી નાખ, હજુ આપણી પાસે પાંચ દિવસ છે, પાંચ દિવસમાં તારા અન્ય પાંચ કે સાત ગીતો પસંદ કરીલે અને તેના ઉપર પ્રેક્ટીસ કરવાનું ચાલું કરીદે બાકી બધું મારા ઉપર છોડી દે! બસ એ ગણતરીના ગીતો ગાઈશ અને શો ખતમ, લાખો રૂપિયાની આવક થશે, અને નામ થશે એ અલગ…!
રોશનીની વાત સાચી હતી, મારે શૂન્યમાંથી સર્જન કરવાનું હતું અને આવો મોકો મારે જવા ન દેવો જોઈએ. પંદર હજાર રૂપિયાની નોકરી કરતો હતો અને આજે હું લાખોમાં રમુ છું, જો રોશનીએ આ પ્રયાસ ન કર્યો હોત તો મારી અંદર રહેલી આ પ્રતિભાનો મને ક્યારેય ખ્યાલ ન આવ્યો હોત. મારું મન ડગુંમગું હતું પણ હવે યાહોમ કરીને કુદવા સિવાય કોઈ ઉપાય ન હતો.
રોશની પાંચ દિવસ સુધી સતત મને પ્રેક્ટીસ કરાવતી રહી, અને એ સ્ટેજ-શો સફળ રહ્યો, જેનું અમને પાંચ લાખ રૂપિયા પેમેન્ટ મળ્યું. અને અન્ય સ્ટેજ-શો માટે બુકિંગ મળવા લાગી. રોશની મારી લાઈફમાં રોશનીની જેમ આવી મારું લાઈફ સ્ટાઈલ પહેલા હતી એવીજ થઇ ગઈ મારો તમામ હિશાબ કિતાબ રોશની રાખવા લાગી, પણ રોશની મને સિગરેટ નહોતી પીવા દેતી, રોશનીને તેનું કાઉન્સેલિંગનું જુનું પ્રોફેશન ચાલુ રાખવું હતું, તેના માટે તે તેની ફ્રેન્ડ વર્ષાને પણ ઓફીસમાં લાવી અને ઓફીસનો વિસ્તાર વધાર્યો. હું મારો પહેલો પ્રેમ મલ્લિકાને ભૂલી ચુક્યો હતો. રોશની મારી સાથે મેરેજ કરવા તૈયાર હતી.
એક દિવસ સાંજે અમે ઓફિસમાં બેઠા હતા ત્યાં મલ્લિકા આવી પહોંચી. છ મહિના પછી મલ્લિકાને જોઈને હું ડઘાઈ ગયો, મલીકાનો ચહેરો ઉતરી ગયો હતો, તેની આંખોની આસપાસ કાળા કુંડાળા થઇ ગયા હતા. એ ઓફીસની બહાર આવી ઉભી રહી ગઈ ગ્લાસમાંથી જોવાતી હતી. મેં રોશનીને પૂછ્યું, “આ મલ્લિકા અહી કેમ આવી?”
વર્ષા મલ્લિકાને ઓફીસમાં લાવી એનીપૂછપર છકરી, “શું પ્રોબ્લેમ છે મેમ?”
“કંઈ નહી હોય પેલો ઉમેશ કોઈ બીજી જોડે મોજ માણી રહ્યો હશે. હવે અહીં માફી માંગવા આવી હશે. બીજું શું હોય..?”એમ કહી, મેં એની સામે જોઈ ગુસ્સામાં કહ્યું, “ગેટ આઉટ મલ્લિકા.. આઈ સેઇડ ગેટ આઉટ.”
મલ્લિકા ઘૂંટણીયેથી નીચે બેસી ગઈ, રોશની મારી પાસે આવી ગુસ્સો કરવા લાગી.
“અરે યાર. એને કંઇક પ્રોબ્લેમ હશે, તું પણ કંઈ પણ પૂછ્યા વગર ગુસ્સો કરે છે?”
“અરે આવી બે ટકાની રાંડને કોઈ પ્રોબ્લેમ નહોય. આ મગરમચ્છના આંસુ છે. એની વાતોમાં ન આવતી રોશની.. ”
“ચુપ. ચિરાગ પ્લીઝ ચુપ થા મને વાત કરવા દે, પ્લીઝ.”
એમ કહી રોશની અને વર્ષા તેને તેનાં ટેબલ પાસે લઈ ગઈ, મેં ઓફિસની બહાર નીકળતા નીકળતા કહ્યું.
“આ વેશ્યાનું કાઉન્સેલિંગ પૂરું થાય એટલે અહીથી કાઢી મૂકજે, અને એને કહેજે કે અહી બીજીવાર પગ ન મુકે.”
હું બહાર ઓફિસની સામેના ગલ્લા ઉપર સિગરેટ પીવા ઉભો રહી ગયો. દસ મિનીટ પછી હું ઓફિસમાં ગયો. રોશની અને વર્ષા વાતો કરી રહી હતી.
“પેલી રાંડ શું કહેતી હતી?”
“અરે યાર તું શબ્દો તો સારા પ્રયોગ કર, એને પ્રોબ્લેમ છે. એનાં બોય ફ્રેન્ડને એઇડ્સ થઇ ગયો છે અને અહી મદદ માંગવા આવી હતી. એને પૈસાની જરૂર છે.”
“એ તો થવાનુંજ હતું. તે શું કીધું?”
“પાંચ લાખની મદદ કરીશ,”
“ક્યાંથી કરીશ? તું અથાણાં અને પાપડ વેચીને એ બે ટકાની રાંડને પાંચ લાખ રૂપિયાની મદદ કરીશ એમ?”
“ચુપ, મારા પગારમાંથી કાપી લેજે સમજ્યો.”
“ઉમેશને આ થવાનુંજ હતું, એ રાંડપણ એચ આઈ વી પોઝીટીવજ હશે.”
“ના એને કશું નથી થયું, એ મેં પૂછી લીધું. પહેલા સ્ટેજમાં છે, અને એ ક્યોરેબલ છે એવું કહેતી હતી.”
“અને ઉમેશને.?”
“એ લાસ્ટ સ્ટેજમાં છે.”
“તો? તે નક્કી કર્યું છે કે તું એને મદદ કરીશ, એમ?”
“હા, એ સામે ચાલીને મદદ માંગવા આવી છે. તું ના કહીશ તો પણ હું એને મદદ કરીશ.”.
આ સાંભળી હું રોશનીની આંખોમાં જોતો રહ્યો મારો ગુસ્સો સાતમાં આસમાને હતો. એ મારી આંખોમાં જોઈ રહી હતી. એની આંખોમાં જિદ્દ તરવરતી હતી, અને એની આ જીદ્દ મને જરા પણ પસંદ ના આવી.
“ઓકે તારી મરજી પડે એમ કર, મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખતી. અને હા, રહી વાત તારા પગારની તો આ બધું તારુજ છે. તું કહે ત્યાં હું સાઈન કરી આપીશ, હમણાંજ આ બધું તારા નામે કરી આપું, આજ સુધીની મારી કમાણી આઈ કેર ફોર યુ નાં નામથી જ થઇ છે, અને એ સંપતિ તારીજ છે, પણ એ વેશ્યા માટે એક ફૂટી કોડી પણ હું નહી આપી શકું. આ મારો આખરી નિર્ણય છે.”
“ચિરાગ એ તારો પહેલો પ્રેમ હતો, એ પછીની વાત છે, પણ તે પહેલાં એ એક ઇન્સાન છે. કદાચ મલ્લિકાની જગ્યાએ કોઈ બીજી ઔરત મદદ માંગવા આવી હોત તો? શું તું એને મદદ ના કરત?”
“નાં, એવી વાત ન કરીશ મારી પાસે, મલ્લિકા મારો પહેલો પ્રેમ હતી! અરે એને મારી દોલત, શોહરત, રૂપિયાથી પ્રેમ હતો, મારાથી પ્રેમ એને ક્યારેય હતોજ નહીં.”
“છોડ ચીરાગ તું નહીં સમજે, હું મારા નિર્ણય ઉપર મક્કમ છું,”
“ઓકે, તો તને મરજી પડે એમ કર.”
આટલું કહી અને હું નીકળી ગયો, મને ખુબ ગુસ્સો આવ્યો, મારું દિમાગ ફરવા લાગ્યું, હું મારા ઘર તરફ રવાનો થયો, હું મારું વેચી મારેલું ઘર પાછુ લેવા માંગતો હતો અને રોશની આ વેશ્યા પાછળ રૂપિયા બગાડવા માંગે છે. મને એટલો ગુસ્સો આવ્યો કે મેં ઘરે પહોંચીને ફોન સ્વીચ ઓફ કરી મુક્યો.જમીને હું આડો પડ્યો, મને ઊંઘ નહોતી આવતી, થોડી વાર વિચારતો રહ્યો, શું કરું? રોશનીને ફોન કરું? એ વિચારીને મેં ફોન સ્વીચ ઓન કર્યો, અડધો કલાક સુધી રાહ જોઈ,રોશનીનો ન તો કોઈ ફોન આવ્યો કે ન કોઈ મેસેજ! મારી ધીરજ ખૂટી.. મેં સામેથી ફોન કર્યો, રોશનીનો ફોન વ્યસ્ત આવતો હતો.દસ મિનીટમાં સતત ચાર વખત ફોન કર્યો પણ વ્યસ્ત આવતો હતો. બરાબર મારી આંખ લાગી અને રોશનીનો ફોન આવ્યો.
“ચિરાગ ચાર મિસ કોલ છે તારાં, બોલ.. શું કામ હતું?”
“કોની સાથે વાત કરી રહી હતી?”
“મલ્લિકા સાથે.”
“પણ અડધો કલાક થયો, એવી તો શું વાત હતી?”
“ચિરાગ સવારે ઓફીસમાં આવ તને બધું જણાવું, અત્યારે તું ઊંઘમાં લાગે છે અને ફોન ઉપર વાત કરવું મને વ્યાજબી નથી લાગી રહ્યું.”
“ઓકે સવારે ઓફિસમાં મળીએ.” મેં ઊંઘમાં જવાબ આપ્યો, ફોન ટેબલ પર મુક્તાંજમારી આંખ લાગી ગઈ.
બીજા દિવસે સવારેરોશની ડાયરીનાં પાનાં ઉથલાવતાં એની અદામાં બોલવા લાગી, “ચિરાગ ૧ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધીમાં તારા પાંચ સ્ટેજ-શો છે, મુંબઈ બે તારીખ, દિલ્હી ચાર તારીખ, ગોવા ૭ તારીખ, બેંગ્લોર ૧૦ તારીખ અને લાસ્ટ સ્ટેજ-શો ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈનડે અમદાવાદ.
આ રહ્યું તારું શેડ્યુલ, ટીકીટ અને હોટેલ બુકીંગ્સ વગેરે બધું આ કવરમાં છે, અને હા, આ શોમાં તારે એકલાએ જવાનું છે, હું તારી સાથે નહી આવી શકું. તારો બધોજ સામાન અહી આ બોક્સમાં તૈયારી કરીને રાખ્યો છે…એની ક્વેશ્ચન?
“નો ક્વેશ્ચન મેમ?” મેં અણગમો વ્યક્ત કરતા કહ્યું..અને ઉમેર્યું.“પેલી વેશ્યા શું કહે છે?”
“વોટ નોનસેન્સ ચિરાગ! હવે તું હદ વટાવે છે, પ્લીઝ તારી ભાષા સુધાર.”
“વોટ લેન્ગવેજ? એ વેશ્યા માટે હું આવીજ લેન્ગવેજ વાપરીશ.”
“ચિરાગ.. એની પરિસ્થતિ દયાજનક છે, અને હાલ મારા પ્રોફેશન મુજબ મારે એને સાથ આપવો જોઈએ, અને એ હું આપીશ, કાલે પપ્પા પચાસ હજાર રૂપિયા આપી ગયા છે. વર્ષા પણ પોતાના ખિસ્સામાંથી એકલાખ રૂપિયાની મદદ કરી રહી છે. બાકી જે ઘટશે એમાં તને ડીસ્ટર્બ નહીં કરું. અને હા હવે પછી મારા ક્લાયન્ટ માટે આ પ્રકારનીઅભદ્ર ભાષા ન વાપરવી,”
“આ ચેતવણી છે કે ધમકી?”
“તું જે સમજે એ,એન્ડ વન મોર થિંગ, શી ઈઝ માય પેશન્ટ, ઓકે? જેમ એક દિવસ તું મારી પાસે એક પેશન્ટ બનીને આવ્યો હતો તેમ! ”
“ઓહ! તો શું તું મને મારાં એ દિવસો યાદ દેવડાવે છે?”
“ના એમ વાત નથી, હું આ કાર્ય છેલ્લા એક વર્ષથી કરી રહી છું, અલબત એ વાત અલગ છે કે તારી સાથે જોડાયા પછી મારું કામ થોડા સમય માટે બંધ કર્યું. આજે પણ ઘણાં સરકારી કર્મચારીઓ પોતાની તકલીફ, મુંઝવણ લઇને મારી પાસે આવે છે, તો તને ખબર છે હું શું કરું છું? હું એમને જે તે જગ્યાએ માત્ર અરજી કરવાનું અને રાહ જોવાનું કહું છું.”
“તેનાથી શું ફરક પડે? પેલાની પ્રોબ્લેમ સોલ્વથઇ જાય?”
“હા, માનસિક તો સોલ્વ થઈ જ જાય, એ કર્મચારી ખુબ અકળાયેલો હોય,આપણી બોગસ સિસ્ટમથી ફ્રસ્ટરેટ થઇ ગયો હોય, તો કમસે કમ એમનો ગુસ્સો એમની અકળામણ એમેને પેપર વર્ક તરફ વાળીને દુર કરી શકાય. અને હા તું પહેલીવાર મારી પાસે આવ્યો ત્યારે તારી શું હાલત હતી? તને બીજા ઉદાહરણ આપું તો અર્જુનને જયારે ધર્મનું યુદ્ધ કરવાનું હતું ત્યારે એ પણ હતાશ થઇ ગયો હતો, તેને કૃષ્ણએ સાથ આપ્યો.. એ ઘટનાનું જો હું સાયકોલોજીકલ વિવરણ કરું તો. અર્જુનની હાલત કેવી હતી? તું કલ્પના તો કરી જો.અર્જુનને એનાંજ ગુરુ, બાપદાદાઓ, વડીલો સાથે લડાઈ કરવાની હતી, એમની સામે હથિયાર ઉપાડવાનું હતું જેનો એ ખુબ આદર કરતો. પણ કૃષ્ણએ એ સમયગાળામાં અર્જુનમાં રહેલી પ્રતિભા, અર્જુનનું કર્તવ્ય, વગેરેનું ભાન કરાવ્યું, અને ગાંડીવ ઉપાડવા હિમ્મત આપી, ઓકે બીજા કિસ્સામાં હું તને જેસલ અને તોરલનું ઉદાહરણ આપું. જેસલ જાડેજા પોતાની જાતને પાપી માનતો હતો, અને એ પાપી હતોજ, પણ એને એટલા બધા પાપ કર્યા હતા કે તેનું ભારણ તેના દિમાગ ઉપર વધી ગયું હતું અને એજ ડીસઓર્ડરમાં એ વધારે અને વધારે પાપ કરતો ગયો. પણ એના જીવનમાં તોરલ આવી,લોકો એવું કહેછે કે તોરલએ જેસલ જાડેજાના પાપ ધોયા હતા, એ એક ફેમસ ભજન છે જો તે સાંભળ્યું હોય તો..’પાપ તારો પ્રકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે…… તારી બેડલીને ડૂબવા નહી દઉં.”
” હા મેં સાંભળ્યું છે. ઓકે, મેડમ તમારી કથા ચાલું રાખો.. સાંભળવાની મજા આવી રહી છે.”મેં વચ્ચે હસતાં હસતાં કહ્યું..
રોશનીએ ચેર ઉપરથી ઉભી થઇ એક ગ્લાસ પાણી પી, રૂમાલથી હોઠ સાફ કરતાં ફરી ચેર પર બેસી ફરી શરું થઇ,“ઓકે તો.. એ ભજન તેં સાંભળ્યું છે, ધ્યાનથી, બરાબર? આ ઘટનાનું હું સાયકોલોજીકલ વિવરણ કરું તો, સતી તોરણએ જેસલ જાડેજાનું કાઉન્સેલિંગ કર્યું હતું, એને વિશ્વાસ દેવડાવ્યો હતો કે તું પાપ કરવાનું બંધ કરી દે તારાં જુનાં પાપ બધાંજ ધોવાઇ ગયાં છે. તું તારાં બધાંજ પાપ મને જણાવી દે અને હું એ પાપને ધોઈ નાખું. મતલબ એવો થયો કે જેસલ જાડેજાએ ભૂતકાળમાં કરેલાં બધાંજ પાપ તોરલને જણાવ્યા, સાયકોલોજીકલી જેસલ જાડેજાએ તેના અંદર રહેલું ભારણ ઓછું કર્યું, તેને કબુલાત કરી, એણે કરેલા પાપનો અરીસો એણે ખુદ જોયો, એ પાપ જણાવતાં બધીજ ઘટનાઓનો એને પસ્તાવો થયો. બસ ચિરાગ મારાં મતે આ બધો દિમાગનો ખેલ છે,અત્યારે મારી સામે જે ચિરાગ ઉભો છે એ થોડાં મહિના પહેલાં મારી પાસે આવ્યો હતો અને એમ કહેતો હતો કે હું આત્મહત્યા કરી લઈશ. એજ ચિરાગ જે ચિરાગ કન્સ્ટ્રકશનનાં માલિકનાં છોકરાથી ઓળખાતો હતો તે ચિરાગ આજે લોકોનાં દિલ ઉપર રાજ કરી રહ્યો છે.. સિંગર ચિરાગ,માસ્ટર ચિરાગ, ચાર્મિંગ ચિરાગ, હેન્ડસમ ચિરાગ જેવાં નામોથી ઓળખાય છે.
“અને તારા દિલ ઉપર.” મેં વચ્ચે હસતા હસતા કહ્યું.
“હા મારું પણ દિલતેં ચોરી લીધું છે, એટલે હું તો ‘દિલચોર ચિરાગ’એવુજ નામ આપીશ.”
અને અમે બન્ને હસી પડ્યા. એ તો જોયું રોશનીમાં કોઈ પ્રતિભા કે ગોડ ગીફ્ટ તો છેજ. સાલીમાં કોમ્યુનિકેશન પાવર કેટલો જબરદસ્ત છે?
“ઓકે રોશની, આઈ કનવિન્સ્ડ.. સારું થયું કે હું જલ્દી કન્વિન્સનથયો નહીંતો આટલું બધું જ્ઞાન મને ક્યાંથી મળત? લાવ ચલ પેલા ડ્રોઅરમાંથી ચેક બુક કાઢ, અને હા પપ્પાને અને વર્ષાને તેમનાં પૈસા પાછાં આપી દેજે. હવે ખુશ?”
રોશનીનો ચહેરો ખીલી ઉઠ્યો, એની આંખોમાં ચમક આવી. એનો ચહેરો જોઈ આજે ફરી એનાં ગાલ ઉપર બટકા ભરવાનું મન થઇ ગયું.
“અરે જવાબ તો આપ. હવેતો ખુશ ને? તો એક કિસ તો બનતી હે.”
એમ કહી રોશનીને મેં મારા આલિંગનમાં લીધી, અને મારા બંને હાથ રોશનીની કમર પર અને રોશનીનો એક હાથ મારા ખભા પર અને બીજો હાથ મારી પીઠ પર સળવળી રહ્યો. તેના નરમ નરમ ગુલાબી હોઠ ઉપર મારા હોઠ સળવળી રહ્યા. તેનો ગરમ ગરમ શ્વાસ મારા ગાલ ઉપર અથડાઈ રહ્યો, અને તેના ગરમ ગરમ વક્ષ:સ્થળ મારી છાતીમાં ભીંસાઈ રહ્યા..મેં ધીમેથી રોશનીને કાનમાં કહ્યું, “રોશની મારા પરિવારમાંહવે કોઈ નથી, તારી મમ્મીને કહી રાખજે હું સ્ટેજ શો પુરા કરીને તારો હાથ માંગવા તારા ઘરે આવીશ અને હા, તારી મમ્મીને એ પણ કહી દેજે કે જો નાપાડશે તો તને ઉઠાવીને લઈ જઈશ.”
રોશની હસવા લાગી, “મમ્મીને ખબર છે, મેં જણાવી દીધું,”
“ઓકે તો હું આવું એટલે આપણા લગ્નની તૈયારી કરી રાખજે. કોઈ કચાશ ન રહેવી જોઈએ, માસ્ટર ચિરાગ અને રોશનીનાં મેરેજ ધૂમધામથી થશે..ઓકે?”
“હા ચિરાગ, હું પણ એમજ ઈચ્છું છું.” રોશનીએ આંખો નીચે કરી મારી છાતીમાં ટપલી મારતાં કહ્યું.
ત્યાં વર્ષા આવી પહોંચી અને અમારા રોમાન્સમાં વિક્ષેપ પડ્યો. વર્ષાને જોઈ રોશની તેના વિખરાયેલા વાળ સરખા કરવા લાગી.

આજે પંદર દિવસ પછી હું મારા પાંચ સ્ટેજ શોને સફળતાપૂર્વક પુરાં કરી ઓફિસમાં આવ્યો. મારી કેબીનની બહાર રીસેપ્સ્ટનિષ્ટ ચેર પર વર્ષા એકલીજ હતી, મેં વર્ષાને પૂછ્યું, “રોશની ક્યાં છે?”
“હોસ્પીટલમાં, મલ્લિકા પાસે.”
“ઓકે, રોશનીને ફોન કરો, અને કહો કે હું આવી ગયો છું.”
“જી ચિરાગભાઈ.”વર્ષાએ ટેબલ પર પડેલો ફોન ઉઠાવતાં કહ્યું.
અડધો કલાક પછી રોશનીને ઓફિસમાં આવતી જોઈ મેં સિગારેટ બુઝાવી બારીમાંથી બહાર ફેંકી.
“તો માસ્ટર ચિરાગ, કેવી રહી તમારી ટુર? અને સ્ટેજ શો?”
“ફેન્ટાસ્ટીક, હવે માર્ચ મહિનામાં અન્ય ચાર સ્ટેજશો માટે ડેટ મળી છે અને મારું માનવું એવું છે કે આપણે આ વીકમાં પરણી જવું જોઈએ, શું કહે છે?”
“ચિરાગ, તું એકવાર મલ્લિકાને મળીશ? મારા માટે પ્લીઝ.”
“કેમ? શું થયું ? હવે કેમ છે એને?”
“મલ્લિકા હવે ખતરાથી બહાર આવી રહી છે, બટ ઉમેશ ઇઝ નો મોર…ઉમેશ ચાર દિવસ પહેલાંજ આ દુનિયા છોડીને જતો રહ્યો.”
“ઓહ નો!”
“ડોક્ટરનું કહેવું છે કે મલ્લિકા મોતના મોંમાંથી પાછી ફરી છે. એનો જે કેસ હતો તેમાં દસમાંથી એક કેસ સકસેસ જાય છે, અને એમાં અમે સફળ રહ્યાં,એની એઇડ્સ સાથેની લડાઈમાં એઇડ્સ હારી રહ્યું છે,. આ રહ્યો મલ્લિકાનો પ્રોગ્રેસ રીપોર્ટ, ડોક્ટરનું કહેવું છે કે એ ૧૬ થી ૨૦ વીકમાં ખતરાથી બહાર હશે. આઈ વિન ચિરાગ, આઈ વિન, પણ મને ઉમેશનું દુખ થયું, ઉમેશને ન બચાવી શકાયો, છ દિવસ પહેલા તેને વાયરલ તાવ આવ્યો અને એ તાવથી સર્વાઈવ ન કરી શક્યો.”
“ઇટ્સ ઓકે, એ આપણા હાથની વાત નથી, પણ હું મલ્લિકાનેશાં માટે મળું? મલીકાને બચાવી લીધી અને હવે એ એની જિંદગી જીવે! કોઇપણ ભારણ વગર એસ્વતંત્ર છે. હવે મારે એને મળવાની શું જરૂર છે?”
“ચિરાગ શી લવ્સ યુ. એ તને ખુબ ચાહે છે.”
“વોટ નોનસેન્સ ? ચાહતી હશે, પણ હવે મારી પાસે મલ્લિકાને નફરત કરવાનો પણ સમય નથી, અન્ડરસ્ટેન્ડ? અને હા, એ કામ પૂરું થયું હોય તો આપણા મેરેજની તૈયારી કરીએ?”
“હજુ એક કામ બાકી છે.” રોશનીએ મારી આંખમાં જોઇને કહ્યું.
“હજુ શું બાકી છે?”
“તું એકવાર મલ્લિકાને મળવાનું પ્રોમિસ કર, પ્લીઝ મારા માટે.”
“પણ એનાથી શું ફરક પડશે?”
“એ તું એને એકવાર મળીશ પછી ખબર પડશે. એ હજુ અન્ડર ઓબ્ઝર્વેશન છે, ડોક્ટરનું કહેવું છે કે તેના રીપોર્ટસમાં ઘણો પ્રોગ્રેશ છે,મલ્લિકાને મોરલ સપોર્ટની જરૂર છે, તું એને બચાવી શકે છે, છેલ્લા પંદર દિવસમાં એકપણ દિવસ એવો નથી ગયો કે મલ્લિકાએતને યાદ નથી કર્યો! અને ડોક્ટરનું કહેવું પણ એજ છે, કે મલ્લિકાનાં કેસમાં ફાસ્ટ રીકવરી થઇ રહી છે જો ચિરાગ તેને મોરલ પૂરું પાડશે તો એ જલ્દી રીકવર થઇ જશે, પ્લીઝ ચિરાગ, ચાર થી છ મહિના ફક્ત, મલીકા માટેનહીં, પણ મારા એક પેશન્ટ માટે તો તું એટલું કરીજ શકે છે! મારી બધીજ મહેનત ઉપર પાણી ફરી વળશે, જો હું મલ્લિકાને નહીં બચાવી શકી તો, મને જિંદગી ભર અફસોસ રહેશે, પ્લીઝ ચિરાગ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ.”
“ઓકે, તો તું મારાથી શું અપેક્ષા રાખે છે?”
“૧૬ થી ૨૦ વિક એટલે ચાર કે પાંચ મહિના જોઈએ, એઇડ્સની બીમારીનાં કારણે મલ્લિકાનાં માબાપ પણ તેને ઘરમાં આવવાં નથી દેતાં. એજ જૂની માન્યતામાં જીવી રહ્યા છે. તેમનેએઇડ્સ વિષે કોઈ વધુજાણકારી નથી. તું એમ સમજ કે મલીકાનું આ દુનિયામાં કોઈ નથી. આ ચાર કે પાંચ મહિના આ મિશનમાં તું મને સાથ આપ, દિવસ દરમિયાન તું હોસ્પિટલમાં રહેશે, અને રાત્રી દરમિયાન હું રહીશ, અને હા, વર્ષા છે ને, એ પણ સાથ આપશે. બસ એ કામ પૂરું થાય એટલે તું કહે ત્યાં હું તારી સાથે મેરેજ કરી લઈશ. અને આમ એક કામ અધૂરું મુકીને હું વ્યવસ્થિત હનીમુન પણ નહીં મનાવી શકું. તું સમજે છેને ચિરાગ?”
“ઓકે,, પરંતુ સ્ટેજ-શો માટેમેં કમીટમેન્ટ આપી દીધું છે.”
“એ માટે તુંજ જશે,પરંતુ બીજું બધુંહું અને વર્ષા સંભાળી લઈશું.”
“ઓકે. ડન..આઈ એગ્રીડ બટ નોટ ફોર મલ્લિકા.. ઓકે? ઓન્લી ફોર યોર પેશન્ટ. આઈ એગ્રીડ.”
“થેન્ક્સ ચિરાગ, આજે મને તારાં ગાલ ઉપર બટકાં ભરવાનું મન થાય છે, પ્લીઝ મને એક જપ્પી જોઈએ.”
એમ કહીને રોશનીએ મને આલિંગનમાં લઈ લીધો મારા ગાલ ઉપર, ગળા ઉપર, માથા ઉપર છાતી ઉપર ચુંબનોનો વરસાદ કરી મુક્યો. નાગણ જેમ ચંદનના ઝાડ સાથે વીંટળાઈ જાય તેમ વીંટળાઈ ગઈ હતી.
રોશની આજે મારા ઉપર વર્ષી રહી હતી. મારી નજર ઓફીસનાં ગ્લાસની બહાર પડી વર્ષા તેના કામમાં મશગુલ જણાઈ, સનગ્લાસમાંથી બહાર જોવાતું પણ બહારથી અંદર નહોતું જોઈ શકાતું. મેં રોશનીને હળવેથી પૂછ્યું.
“રોશની ડોર ને અંદર થી લોક કરી દઉં?”
રોશની કાતિલ નજરોથી મારી આંખોમાં જોઈ રહી, મેં એને આલિંગન માંથી છોડાવી અને કેબીનની બહાર આવી વર્ષાને કહ્યું, “વર્ષા તું જમી આવ. અને હા પરત આવે તો અમારા માટે પાર્સલ લેતી આવજે.”
“જી ચિરાગભાઈ”
એમ કહીને વર્ષા નીકળી ગઈ, તરત મેં ઓફીસનો ડોર અંદરથી બંધ કર્યો અને ત્યારબાદ મેં રોશનીના ઘઉં વર્ણ બદન ઉપર લસ-લસતાં ચુંબનો કરતા કહ્યું, “છ મહિના તો હું વેઇટ નહી કરી શકું ડીયર.”
“આજે હું તને નહી રોકું.. ચિરાગ,” એમ કહીને રોશની ફરી મને વળગી પડી અને અમે બંને એક-મેકમાં વિલીન થયાં.
********
આજે પાંચ મહિના થયાં, રાત્રે આઠ વાગ્યે મલ્લિકા મારા ખોળામાં માથું રાખી સુઈ રહી હતી, અને હું વિચારોમાં ખોવાયો હતો, ડોક્ટરનું કહેવું છે મલ્લિકાને હોસ્પિટલ માંથી હવે ચાર દિવસમાં ડીસ્ચાર્જ કરશે. આ પાંચ મહિના દરમિયાન રોશનીએ હોસ્પિટલને જાણે મ્યુઝિક સ્ટેશન બનાવી દીધું હતું, મારું ગીટાર, મારી જૂની ધૂન, લિરીક્સ, ડીવીડીઓ, રેકોર્ડીંગ્સ, વિડીઓસ, આ બધું મલ્લિકાને એરેંજ કરી આપ્યું હતું રોશનીએ, એને ઝડપથી સાજી કરવા માટે! એ પાંચ મહિના દરમિયાન હું અને મલ્લિકા એક એક દિવસ તારીખ અને સમય સાથેનાં વિડીઓ જોઈ જોઇને હસ્યા, અને મલ્લિકા જેમ ગુલાબનું ફૂલ દિવસે દિવસે ખીલતું જાય એમ ખીલતી ગઈ, પણ રોશની? રોશની તો જાણે મારી રિલીવર હોય તેમ રાત્રે મને છોડાવવા આવતી, અને સવારે હું થર્મોસમાં ચાય લઈને હોસ્પિટલ જતો તો એ મારી સાથે પાંચ મિનીટ બેસતી અને હોસ્પિટલનાં રૂટીન પ્રમાણે મલ્લિકાની દવા અને રીપોર્ટસના પ્રોગ્રેસ વિશે મને સમજાવીને જતી રહેતી, ક્યારેક વર્ષા હોસ્પીટલમાં આવતી તો મારી અને રોશનીની મુલાકાત થતી. મારો સ્ટેજ શો હોય કે કોઈ પ્રોગ્રામ હોય તો વર્ષા આવી જતી અને મારી જગ્યા સંભાળતી, પણ રોશની પાસે હંમેશા મલ્લિકાનીજ વાતો, મલ્લિકાને ટાઇમ ટુ ટાઈમ જમવાનું, દવા, બીલ, ડોક્ટરની વિઝીટ વગેરેની ચર્ચા, એક દિવસ હું અને રોશની મલ્લિકાનાં મમ્મી અને પપ્પાને મળવા ગયાં હતાં, પણ એમનું એજ જુનું વલણ, એના પપ્પાએ એક વાક્યમાં એટલું કહ્યું, “એ જ્યારથી ઘર મુકીને ભાગી ગઈ ત્યારથી તે અમારા માટે મરી ગઈ.”
જે મને પણ લાગી આવ્યું,હદ વટાવી, કોઈ માંબાપ આટલા નિર્દય હોઈ શકે? તે દિવસે મને પણ ખરેખર મલ્લિકા ઉપર દયા આવી ગઈ, મલ્લિકાનો વાંક જેટલો હતો એથી વધુ પ્રમાણમાં એને સજા મળી ગઈ હતી! અરે દુ:ખતો મને થવું જોઈતું હતું. મારા સાચા પ્રેમને એયલાત મારીને ચાલી ગઈ હતી. અને એપણ એવા સમયે જયારે મને મલ્લિકાની સખત જરૂર હતી. ખેર, જે થયું તે પણ હવે હું મલ્લિકાને તકલીફ નહી પડવા દઉં. આટલી મહેનત કરી છે તો એ મહેનત ઉપર પાણી નહી ફરવા દઉં. બસ બે દિવસમાં મલ્લિકાનો રીપોર્ટ આવી જાય અને અહીંથી ડીસ્ચાર્જ કરી આપે એટલે એને હું ઘર લઈ આપીશ, જ્યાં સુધી એ પગભર નહી થાય ત્યાં સુધીની બધીજ જવાબદારી હું અને રોશની ઉઠાવી શું.
ભલે હું લગ્ન રોશની સાથે કરીશ પણ મલ્લિકા જ્યાં પણજશે ત્યાં હું તેની કાળજી જરૂર લઈશ. અરે સાડા નવ વાગ્યા હજું રોશની કેમ ન આવી? ત્યાં તો સામેથી વર્ષા આવતી દેખાઈ,
“કેમ રોશની ન આવી?” મેં ધીમા અવાજે વર્ષાને પૂછ્યું કેમ કે મલિકા મારા ખોળામાં સુઈ રહી હતી.
ત્યાં રોશનીનો ફોન આવ્યો.
“ચિરાગ.. કેમ બધું બરાબર છેને? અને વર્ષા આવી ગઈ?”
“હા આવી ગઈ, તું કેમ ન આવી?
“ચિરાગ મારે કેરાલા જવું પડે એમ છે એટલે ન આવી, એક કામ કર તું સ્વાગત રેસ્ટોરન્ટમાં આવી જા સાથેજ ડીનર કરીએ મારી અગિયાર વાગ્યાની ટ્રેન છે.”
“ઓહ! પણ આ મલ્લિકા મારા ખોળામાં સુતી છે. એ હમણાં ઉઠે તો આવું પ્લીઝ થોડી રાહ જોજે. તું ત્યાં પહોંચ.. એ ઉઠે એટલે તરત હું નીકળું.”
“ઓકે ચિરાગ.. આઈ વિલ બી ધેર સુન, હું રાહ જોઇશ.”
“ઓકે ડીયર. વિલ મિટ યુ સુન. બાય.”
એમ કહીને મેં ફોન ટેબલ પર રાખ્યો વર્ષા મલ્લિકાની પાસે બેડ પર બેસી રહી, હું મલ્લિકાના માથા પર હાથ ફેરવતો રહ્યો, અડધો કલાક પછી મલ્લિકા ઉઠી, મારા પગની નસ જકડાઈ ગઈ હતી. વર્ષા ટીફીન લાવી હતી, એ બેડ ઉપર ખોલી અને વર્ષા અને મલ્લિકા સાથે બેસીને જમ્યા,મેં પણ ઔપચારિકતા નિભાવતાં એક-બે કોળિયા મોં માં મૂક્યાં, ત્યાંફરી રોશનીનો ફોન આવ્યો, “ચિરાગ, હું તારી રાહ જોઈ રહી છું.”
“બસ,જસ્ટ ટેન મિનિટસ રોશની, આઈ વિલ બી ધેર.. મલ્લિકા જમી લે એટલે હું નીકળું.”
“ઓકે.”
મલ્લિકાએ જમી લીધું અને થોડી સ્વસ્થ થઇ, એ મારી આંખોમાં જોઈ રહી, એની આંખોમાં અનેરી ચમક હતી, એની આંખોમાં જીવવાની ખેવનાં જાગી ઉઠી હતી, રોશની મારી રાહ જોઈ રહી હતી. મેં મલ્લિકા સામે જોઈ અને કહ્યું.
“ઓકે, મલ્લિકા હું જાઉં? સવારે મળીએ, બાય.” એમ કહીને મેં મલ્લિકાનાં માથા ઉપર અને ગાલ ઉપર કિસ કરી હું સ્વાગત રેસ્ટોરન્ટ તરફ નીકળી ગયો. રોશની મારી રાહ જોઇને બેઠી હતી, ટેબલ પડેલાં ચાર ખાલીગ્લાસ જોઇને હું સમજી ગયો કે મારી રાહ જોતા જોતા રોશની ચાર ગ્લાસ પાણી પી ચુકી હતી..મેં જતાંજ..“ઓહ, આઈ એમ સો સોરી રોશની, મલ્લિકા મારા ખોળામાં માથું રાખીને સુતી હતી, તું હોત તો એને સંભાળી શકી હોત! યુનો, વર્ષાનાં ખોળામાં માથું મૂકતાંજ એ ઉઠી જાય છે, તો હું કેમ નીકળી શકું.? એટલે હું લેટ થઇ ગયો, આઈ એમ સો સોરી ડીયર.”
“ઇટ્સ ઓકે ચિરાગ, નાઉ ઈઝ શીફાઈન?”
“ઓહ યસ, એ તારા કારણે, તું આટલી મહેનત નહીં કરતી તો એ ક્યારેય ઠીક નહીં થતી, થેન્ક્સ ટુ યુ ડીયર.”
“એ તો મારે કરવુંજ પડતું, આફ્ટર ઓલ શી ઈઝ માય પેશન્ટ. એન્ડ ઈટ વૉઝ નોટ પોસીબલ વિધાઉટ યોર સપોર્ટ, તે મને હેલ્પ ના કરી હોત તો હું ક્યારેય પણ મલ્લિકાને ઠીક નકરી શકી હોત.”
“ઓહ! રોશની આફ્ટર ઓલ મલ્લિકા મારો પહેલો પ્રેમ છે, એના માટે આટલું તો હું કરીજ શકું.”
“ઓકે, ચિરાગ મારું કામ પુરું થયું, તારો પહેલો પ્રેમ તને મુબારક, નાઉ આઈ એમ ગોઇંગ ટુ માય નેક્સ્ટ પેશન્ટ.”
“વ્હાટ ડુ યુ મીન? તું કહેવા શું માંગે છે?”
“એજ કે મલ્લિકા તારો પહેલો પ્રેમ છે, અને આજે એ તારો પહેલો પ્રેમ તારી રાહ જોઈ રહ્યો છે અને તું મારી સાથે બેઠો છે?”
“મતલબ ? આપણે મેરેજ નથી કરવાં? આ બધું શું હતું? ટ્રીટમેન્ટનો એક ભાગ?”
“નો… નો…નો… ઈટ વૉઝ નોટ અ પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ, આ કોઈ ટ્રીટમેન્ટ ન હતી, પણ તું તારા દિલ ઉપર હાથ રાખીને કહે કે તારા દિલમાં મલ્લિકા માટે કોઈ જસ્થાન નથી, ધેન આઈ એમ રેડી ફોર મેરેજ વિથ યુ.”
“યેસ રીઅલી, મલ્લિકા માટે મારા દિલમાં કોઈ સ્થાન નથી.”
“ચાલ છોડ, નાટક કરવાનું બંધ કર, એક સાયકોલોજીસ્ટ પાસે તને વ્યવસ્થિત ખોટું બોલતા પણ નથી આવડતું”એટલું કહીને રોશનીએ મારા હાથમાં એક કવર પકડાવ્યું અને જતાં જતાં મને કેહતી ગઈ,”મલ્લિકાનાં એચ.આઈ.વી રીપોર્ટ્સ નેગેટીવ આવ્યાં છે, અને હા.. હું કેરલા જઈ રહી છું, કદાચ એક વર્ષ રહીને આવીશ, એક વર્ષ રહીને આવું તો મને એક નવો ટચુકડો સ્માર્ટ પેશન્ટ જોઈએ, જે મને કાલી ઘેલી ભાષા માં રોતની આની કહીને બોલાવે.. સમજ્યો? નાઉ આઈ એમ ગોઇંગ ટુ માય નેક્સ્ટ પેસન્ટ..બાય.બાય.”
મને કંઈ બોલવાનું કે એને રોકવાનું પણ ન સૂઝ્યું, એણે પાછું વળીને પણ ન જોયું એનો ખુબ અફસોસ થયો.કદાચ મજાક કરતી હશે એમ માની મેં કવર ખોલીને જોયું તો આઈકેર ફોર યુનો તમામ હિસાબ-કિતાબ, ચેક્સ, ડોક્યુમેન્ટ્સ તેમજ મારું અને મલ્લિકાનું નામ લખેલી સુંદર મજાની કંકોતરી હતી જેમાં અંદર લખ્યું હતું… .”ચિરાગ, મેરેજ ઈન્વિટેશન કાર્ડની આ પેટન્ટ મને પસંદ આવી, મેરેજમાં હું નહી આવી શકું પણ મને કેરાલાનાં આએડ્રેસ ઉપર કંકોત્રી છપાવીને જરૂર પોસ્ટ કરજે, મને ખુશી થશે.”
શું હું ફરીથી મલ્લિકાને પ્રેમ કરવા લાગ્યો હતો? મલ્લિકા મારા દિલમાં એક પ્રિયતમાં તરીકે હજી પણ છે? આ સવાલોનો જવાબ મનેજ નથી ખબર તો રોશની કઈ રીતે આટલાં કોન્ફિડેન્સથી કહી ગઈ? સ્ત્રીઓનું આગવું હથિયાર – છઠ્ઠી ઈન્દ્રીય થ્રુ એ પણ જાણવું પણ શક્ય હશે,જે વ્યક્તિને પોતાને પણ ખબર નહોય? ‘મારા અંદરથી રોશની માટે એકગાળ નીકળી ગઈ,, “યુ બ્લડી કાઉન્સિલર,સાલી.”
********************
મલ્લિકાની મારા જીવનમાં રિએન્ટ્રી મારા માટે સુખદ સાબિત થઈ, મારા અને મલ્લિકાનાં મેરેજ થયા તેને આજે એક વર્ષ થયું અને મારા ઘરે સુંદર મજાની બેબીનો જન્મ થયો જેનું નામ અમે બંનેએ મળીને “રોશની” રાખ્યું, સવારે રોશનીનો જન્મ થયો અને સાંજે વકીલ અંકલનો ફોન આવ્યો, કોર્ટમાં અમારી કંપની ઉપરજે કેસ કરવામાં આવ્યો હતો તે કેસમાં અમારી જીત થઇ અને કોર્ટનો ચુકાદો આવ્યો કે ચિરાગ કન્સ્ટ્રકશન કંપનીનું જે સીતેર કરોડ રૂપિયાનું પેમેન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું તે રિલીજ કરવું, અમારા જીવનમાં ફરી એક રોશની આવી..હજી આજે પણ મને ખબર નથી કે હું મલ્લિકાને ખરેખર પ્રેમ કરૂં છું કે નહીં, પણ રોશની મને ખૂબજ પ્રેમ કરતી હતી એ વિશે સ્યોર છું, અને હું.. રોશનીને પ્રેમ નહીં પરંતુ એનો આદર પણ કરૂં છું, એણે મલ્લિકા માટે મારૂં બલિદાન આપીને મારા હ્દયમાં પોતાનું સ્થાન ફિક્સ કરી લીધું છે…! સેલ્યુટ..
સમાપ્ત..

લેખક:- નીલેશ મુરાણી.

ટીપ્પણી