Pauva Firnee (પૌવા ફિરની)

1000112_145490472322070_223170509_nઆજે શીખીએ એક નવી સ્વીટ ડીશ,પૌઆ ફિરની . જે નોર્થ ઇન્ડિયા માં પ્રખ્યાત સ્વીટ ડીશ છે

 

પૌવા ફિરની

 

સામગ્રી :

પૌંઆ – ૩/૪ કપ

દૂધ – ૩ કપ

ખાંડ – ૧/૪ કપ

કોર્નફ્લોર – ૧ ટેબલસ્પૂન

ઠંડું દૂધ – ૨ ટીસ્પૂન

કેસર – ગાર્નિશિંગ માટે

 

રીત :

પૌંઆને એક નોનસ્ટિક કડાઈમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો પણ તે ગોલ્ડન બ્રાઉન ન થાય તેનું ધ્યાન રાખવું.

ત્યારબાદ પૌંઆને ઠંડા કરી બ્લેંડરમાં બ્લેંડ કરી લો.

હવે એક નોનસ્ટિક કડાઈમાં દૂધ ગરમ કરી તેમાં ખાંડ અને શેકેલા પૌંઆ નાખી ૩થી ૪ મિનિટ ઉકાળો.

દૂધ સરખી રીતે ઉકળી જાય એટલે તેમાં કોર્નફ્લોર મિક્સ કરી ૨થી ૩ મિનિટ પકવો.

કેસરને ઠંડા દૂધમાં પલાળી દો.

ફિરની ટાઢી પડી જાય એટલે તેને ફ્રીઝમાં ઠંડી કરી કેસરથી ગાર્નિશ કરી ઠંડું ઠંડું સર્વ કરો.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!