Pitte Aaloo (પીટે આલુ)

0
6

nબટેટાનું શાક તો બધાને બનાવતા આવડતુ જ હશે ,પણ તેમાં થોડું અલગ રીતે બનાવીએ તો તેનો સ્વાદ અને રંગ અનેરો જ તરી આવશે. ચાલો આજે આપણે બનાવીએ અલગ રીતે બટેટા નું શાક

 

“પીટે આલુ ”

 

સામગ્રી :-

3 બાફેલા બટેટા

1 ચમચો તેલ

1/2 ચમચી રાઈ

1/2 ચમચી અડદ ની દાળ

1 ચમચી તલ

1 કાંદો (જીના સમારેલો )

1 ટમેટું જીણું સમારેલું )

1/2 ચમચી આદુ ની પેસ્ટ

1 ચમચી પાવ ભાજી મસાલો

1 ચમચો દહીં

મીઠું ,મરચું ,હળદર ,ધાણાજીરું (સ્વાદ પ્રમાણે )

સજાવટ માટે કોથમરી

 

*રીત :-

સૌ પહેલાબાફેલા બટેટા ને ગોળ ગોળ કાપો. હવે એક કડાઈ લ્યો . તેમાં તેલ મુકો તેલ ગરમ થાય પછી તેમાં રાઈ નાખો. અડદ ની દાળ અને તલ ઉમેરો .અડદ ની દાળ આછી ગુલાબી રંગ ની થાય પછી તેમાં કાંદા ને આદુ ની પેસ્ટ ઉમેરો. કાંદા સતડાય જાય પછી તેમા ટમેટા ઉમેરો. ટમેટા ચડી જાય પછી તેમાં ગોળ ગોળ કાપેલા બટેટા ઉમેરો. બધો મસાલો નાખો, પાવભાજી નો મસાલો પણ નાખો .2 મિનીટ ચડવા દયો. તેમાંથોડું રસો કરવો હોય તો પાણી ઉમેરો. છેલે દહીં નાખો. પાછુ 2 મિનીટ શાક ને ચડવા દયો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. બસ ગરમ ગરમ પીટે આલું તેયાર. સર્વ કરતી વખતે કોથમરી થી સજાવો. ગરમ ગરમ રોટલી ના ફૂલકા અથવા પરાઠા સાથે ખાવા ની મજા માણો. આ શાક ભાત સાથે પણ ખાવાની મજા આવે છે.

 

રસોઈની રાણી : કવિતા શેઠ (એડ્ડીસ અબાબા, ઇથોપિયા)

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here