Mix Vegetables (મીકસ વેજીટેબલ)

0
4

970807_560047867365649_1635719128_n

જૈન તેમજ સ્વામિનારાયણ ટેસ્ટી વાનગી

 

મીકસ વેજીટેબલ:

 

સામગ્રી :

૫૦ ગ્રામ કોબીજ, ૫૦ ગ્રામ ફલાવર, ૫૦ ગ્રામ લીલા વટાણા, ૫૦ ગ્રામ ગાજર, સ્વાદ પ્રમાણે મીઠું, ૧ ચમચી મરચું, અડધી ચમચી હળદર, ૧ ચમચી ધાણાજીરું, ૧ ચમચી ખાંડ.

 

ગ્રેવી માટે સામગ્રી :

૪ થી ૫ નંગ ટમેટા, ૨ થી ૩ નંગ લીલા મરચાં, ૧ ચમચી મગજતરીના બી અને કાજુના ટુકડાની પેસ્ટ, ૧ ચમચી તજ-લવિંગનો ભૂકો, વઘાર માટે તેલ અને ઘી, તમાલપત્ર, ૧ ચમચી તાજી મલાઈ.

 

રીત :

સૌ પ્રથમ બધા જ શાકભાજી બાફી લેવા. હવે ગ્રેવી બનાવવા માટે ટમેટાં, લીલા મરચાં, મગજતરીના બી અને કાજુની પેસ્ટ, તર-લવિંગનો ભૂકો – આ બધું જ ભેગું કરી ક્રશ કરી લેવું. એક કઢાઈમાં તેલ-ઘીનો વઘાર મૂકી તમાલપત્ર નાખી, ગ્રેવી ઉમેરવી. ત્યારબાદ તેમાં બાફેલાં શાકભાજી નાખી, ઉપર જણાવેલો બધો જ મસાલો ઉમેરવો. ગ્રેવીનું પાણી થોડું બળવા દેવું. ઉપર મલાઈથી સજાવવું.

– સુરતી જમણ

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here