નવજાત બાળકની ગર્ભનાળ (નાયડો) સાચવીને રાખવી જોઈએ.. જાણો તેના ફાયદા..

આજકાલ બાળકોની ગર્ભનાળ સાચવી રાખવા માટેની જાહેરાત આવે છે. આ જાહેરાતોને તમે જરા પણ બેધ્યાન કરતા. કારણકે તમારા સંતાનના ભવિષ્ય માટે તે બહુ જ કામની બાબત બની રહે છે. એમાંથી નીકળેલાં લોહી અને ટિશ્યુમા અસાધ્ય રોગોને દૂર કરવાની મલબખ શક્તિ રહેલી છે.

આજના જમાનામાં શરીરમાં એમાં જાતજાતના રોગો થવા લાગ્યા છે કે નામ લેતા ય જીભ વાંકી વળે. મોટા ભાગના રોગોનાં નિરાકરણ મેડિકલ સાયન્સે વિકસાવી લીધાં છે, પરંતુ જનીનગત બીમારીઓને દૂર કરવું દર વખતે આસાન નથી હોતું. ત્યારે આવામાં સ્ટેમ સેલ થેરપી બહુ જ કામમાં આવે છે.

સ્ટેમ સેલ એટલે શરીરના મૂળભૂત કોષો, જેમાંથી શરીરના વિવિધ અવયવોનું નિર્માણ થઈ શકે એવા કોષો. આ સેલ્સ પોતાનું અનલિમિટેડ વિભાજન કરવાની ક્ષમતા ધરાવે છે. શરીરના ઈન્દ્રિયો કે અંગોને ઉપયોગી ખાસ પ્રકારના વિભિન્ન કોષોમાં તેમનું રૂપાંતર થઈ શકે છે. એનાથી શરીરને નવું જીવન મળી રહે છે.

સ્ટેમ સેલ કેવા રોગોમાં કામ આવે?

કૅન્સર

લોહીના ખાસ પ્રકારના કૅન્સરમાં બોન મૅરોમાંથી નીકળતા સ્ટેમ સેલ્સનો ઉપયોગ કરીને કૅન્સરને નાબૂત કરી શકાય છે. લોહીની અસાધ્ય ગણાતી બીમારી થૅલેસેમિયામાં પણ બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટની પદ્ધતિ અસરકારક નીવડી ચૂકી છે.

ડાયાબિટીઝ

બાળકોમાં થતા ટાઇપ વન પ્રકારના ડાયાબિટીઝની સારવાર માટે પેન્ક્રીઆઝમાં સ્ટેમ સેલ્સનું પ્રત્યારોપણ કરવાના પ્રયોગો સફળ થયા છે. એમ કરવાથી સ્વાદુપિંડની ઇન્સ્યુલિન પેદા કરવાથી ક્ષમતા વધે છે ને ડાયાબિટીઝ મટી જઈ શકે છે.

હાર્ટ અને કરોડરજ્જુ

હાર્ટ ફેલ્યરના કિસ્સામાં સ્ટેમ સેલ્સની મદદથી હાર્ટના વાલ્વ કે ખાસ ટિશ્યુનું રિપેરિંગ થઈ શકે છે. કરોડરજ્જુને થયેલી ઈજામાં પણ સ્ટેમ સેલ્સથી મજ્જાતંતુઓ અને જ્ઞાનતંતુઓનું નવેસરથી નિર્માણ શક્ય છે.

ખાસ રોગોમાં

પાર્કિન્સન્સ ડિસીઝ, જન્મજાત ખોડખાંપણ સુધારવા, માંસપેશીના રોગો, ઑલ્ઝાઇમર્સ, લકવો, અમુક ખાસ ડિફેક્ટને કારણે દ્રષ્ટિ ચાલી ગઈ હોય કે સાંભળવાની ક્ષમતા ક્ષીણ થઈ ગઈ હોય ત્યારે પણ સ્ટેમ સેલ્સથી ફાયદો થઈ શકે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ રસપ્રદ અને માહિતીસભર વાત દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block