આજનો દિવસ :- નેલ્સન મંડેલા ના જન્મદિવસે આટલું જાણો !

 

? નેલ્સન રોલિહ્લાહ્લા મંડેલા

(૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩) દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા.

? આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા. તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા. આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ મંડેલા ૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા.

? ક્ષોસા (Xhosa) સમુદાયનાં થેમ્બુ (Thembu) રાજઘરાનાનાં મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરસ્ટ્રાન્ડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું. તેઓ જહોનિસબર્ગમાં રહેતા અને સંસ્થાનવાદ વિરોધી રાજકારણ સાથે સંકળાયેલા, આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેની યુવાપાંખનાં સ્થાપક સભ્ય બન્યા.

તેમની વિવિધ ક્રાંતિકારી ચળવળોના પ્રતિકારના સરકારી પ્રયાસોનાં ભાગરૂપે તેઓએ ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેમાં શરૂઆતનાં રોબિન ટાપુ પર અને પછી પોલ્સમૂર જેલ અને વિક્ટર વર્સટર જેલમાં વિતાવ્યા. ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં તેમને જેલમુક્ત કરાયા હતા.

? સન્માનો

૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય દૂરંદેશી બદલ જવાહરલાલ નહેરૂ પારિતોષિક, ૧૯૯૦માં ભારતનું શ્રેષ્ઠ નાગરીક સન્માન ભારત રત્ન અને ૧૯૯૩માં નોબૅલ શાંતિ પુરસ્કાર સમેત મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયા હતા.

? અવસાન

૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ તેમનાં નિવાસસ્થાન હૌગટન, જોહનિસબર્ગ ખાતે ૯૫ વર્ષની ઉંમરે, પરીવારજનોની ઉપસ્થિતિમાં, ફેફસાંના ચેપને કારણે તેઓનું અવસાન થયું.

? પ્રમુખ જેકબ ઝુમાએ તેમનાં અવસાનના ખબર વિશ્વને આપ્યા.

? દક્ષિણ આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલા

દક્ષિણ અફ્રિકાને વિદેશેની ગુલામીમાંથી મુકત કરાવનાર ને ંગભેદ નીતિની વિરૂધ્ધ સંઘર્ષ કરનાર નેલ્સન મંડેલાનો જન્મ 18 જુલાઈ, 1918ના રોજ દક્ષિણ આફ્રિકાના ટ્રાંસકી ક્ષેત્રનાં ઉમ્ટાટા નજીક આવેલા એક ગામમાં થયો હતો. પોતાના જીવનનો સ્વર્ણિમ સમય દેશને માટે જેલમાં વિતાવનાર આ મહાનાયકનું પુરૂનામ છે. નેલ્સન રોલિડિલા લા મંડેલા છે. ેમના પિતાનું નામ હેનરી જગાડલા મંડલા છે, જેઓ ટેંબુલેડેમાં ચિફ કાઉન્સીલર હતાં.
મંડલાએ સ્થાનિક મિશન સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું? મેટ્રિક સુધીની પરીક્ષા હીલ્ડટાઉન બોડિંગ સ્કૂલમાંપ્રાપ્ત કરી. બી.એ. માટે વધુ અભ્યાસ અર્થે કોર્ટ હેયર સ્થિત યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ મેળવ્યો.

કોલેજ જીવનમાં જ તેઓ રાજનીતિમાં સક્રિય બન્યા હતાં. જહાનિસબર્ગમાં અભ્યાસ કરતાં હતા ત્યારે તેઓ સન 1942માં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ રાજનીતિક દળ અફ્રકી નેશનલ કોંગ્રેસ ‘એ.એન.સી.’ના સદસ્ય બન્યા. એ દિવસોમાં દક્ષિણ આફ્રિકા ગોરા લોકોને આધિન હતું. નેલ્સન મંડલા દક્ષિણ આફ્રિકાને ગોરા લોકોની ગુલામીમાંથી મુકત કરવા માંગતા હતાં.

1947માંએમનાકાર્યથી પ્રભાવિત થતા કેટલાક અગ્રણીઓએ મંડલાને યુથના સચિવ બનાવી દીધા. મંડેલાએ લેાકોમાં જાગૃકતા લાવવા માટે એ.એન.સી. અને યૂથ લીગની નીતિઓને લોકો સમક્ષ પ્રસારિત કરીને બધાને એક જૂથ કર્યા.
તેઓ 27 વર્ષ સુધી જેલના સળિયા પાછળ રહ્યા હતાં. જ્યારે તેઓ જેલમાં હતાં ત્યારે દક્ષિણ આફ્રિકામાં નરસંહારમાં અનેક લોકોને પશુની જેમ હણી નાંખ્યા હતાં. ગોરા લોકો એમની સાથે પાશવી અત્યાચાર કરીન ગુલામ બનાવીને રાખ્યા હતાં.

જેલમાંથી મુકત થયા બાદ નેલ્સન મંડેલાએ જોશીલા શબ્દોમાં કહ્યું હતું કે, ‘અમારૂ લક્ષ્ય દક્ષિણ આફ્રિકાને ગોરાઓથી મુકત કરાવવાનું છે. એના માટેમારી લડત ચાલુ રહેશે.’

છેવટે નેલ્સન મંડેલાની લડતે રંગ રાખ્યો. અને દક્ષિણ આફ્રિકાને આઝાદ કરાવ્યું. અને નેલ્સન મંડલાને મહાન હીરોની સંજ્ઞા આપવામાં આવી. નેલ્સન મંડલા 1990માં સત્તાવીશ વર્ષની કેદ બાદ મુકત થતા પ્રથમવાર ભારત આવ્યા ત્યારે તેમને સર્વોચચ્ચ આફ્રિકી નેતાના રૂપમાં સન્માન મળ્યું હતું. તદ્ઉપરાંત ભારત તરફથી દશનો સર્વોચ્ચ પુરસ્કાર નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. એ સમયેતેઓ આફ્રિકાના રાષ્ટ્રપતિ નહોતા બન્યા.
આફ્રિકાના વિકાસમાં ભરપૂર સહયોગ આપ્યો અને અશ્ર્વેત લોકોને સન્માન અપાવ્યું હતું.

એમના ભાષણો અને લેખોને ‘નો ઈઝી વોક ટૂ ફ્રીડમ’ (1968), ‘ધ સ્ટ્રગલ ઈઝ માય લાઈફ’ (1978) તથા ‘આઈએમ પ્રિયેયર ટૂ ડાઈ’ (1979)માં સંગ્રહિત કરવામાં આવ્યા છે.

‘દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા’ અને દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે વિખ્યાત નેલ્સન મંડેલા લાંબા સમય સુધી શ્ર્વાસનળીમાં તકલીફ રહેવાથી 5 ડિસેમ્બર, 2013ના રોજ 95 વર્ષન વયે અવસાન પામતા વિશ્ર્વમાં એક શાંતિના દૂધને ગુમાવવાનો આઘાત પ્રસર્યો હતો.

? સંક્ષપ્તિ

નેલ્સન મંડેલા ની જન્મ જયંતી

18 જુલાઈ 1918 ના રોજ દક્ષિણ આફ્રિકા માં નેલ્સન રોલીહ્લાહલા મંડેલા નો જન્મ દિવસ થયો હતો. તેઓ દક્ષિણ આફ્રિકા ના મહાત્મા ગાંધી તરીકે જાણીતા છે. તેઓ એ દક્ષિણ આફ્રિકન વિરોધી રંગભેદ ક્રાંતિકારી માં ભાગ લીધો હતો. તેમણે દક્ષિણ આફ્રિકા પ્રથમ કાળા ચીફ એક્ઝિક્યુટિવ પ્રતિનિધિ લોકશાહી ચૂંટણીમાં ચૂંટાયેલા હતા. તેમને 1999 થી 1994 સાઉથ આફ્રિકા ની પ્રમુખ તરીકે સેવા આપી હતી. 1991 થી 1997 સુધી તેમને આંતરરાષ્ટ્રીય આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એએનસી) માં પ્રમુખ તરીકે સેવા આપી હતી. આંતરરાષ્ટ્રીય પ્રશંસા મેળવી 1993 નોબેલ શાંતિ પુરસ્કાર, ફ્રીડમ ઓફ U.S. પ્રેસિડેન્શિયલ મેડલ, અને લેનિન ના સોવિયેત ઓર્ડર સહિત 250 થી વધુ સન્માન પ્રાપ્ત કર્યા છે. તેમણે ઘણી વખત તેમના ખોસા કુળ નામ, માડીબા દ્વારા ઓળખવામાં આવે છે. તેમને દક્ષિણ આફ્રિકા માં ટાટા (“પિતા”) તરીકે તેમજ તેમણે ઘણી વખત “રાષ્ટ્રનું પિતા” તરીકે વર્ણવવામાં આવે છે.

? નેલ્સન મંડેલા

ગાંધીબાપુનો એ સંપૂર્ણ ચેલો,
બધાં ગોરાઓને ડરાવી ગયો.

પોતાના ખંભે લઈ નાગરિકોને,
આખાં દેશને એ તરાવી ગયો.

સુવર્ણ અક્ષરોમાં દરેક હૈયામાં,
પોતાનું નામ એ લખાવી ગયો.

નેલ્સન મંડેલા આફ્રિકાનો ગાંધી,
દુખિયારાઓને એ હંસાવી ગયો.

કોટિકોટિ વંદન છે તેને ‘અખ્તર’,
શ્વેતઅશ્વેત ભેદ સળગાવી ગયો.

પ્રભુ તેમના આત્માને શાંતિ આંપે.

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન, સંકલન અને Post :– Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

ટીપ્પણી