આજનો દિવસ :- નીલ આર્મસ્ટ્રોંગ એ ૨૧ મી જુલાઈ એ પ્રથમ વાર ચંદ્ર પર પગ મુક્યો અને…

આજના દિવસે એટલે કે તા.૨૧ મી જુલાઇ ૧૯૬૯ ના રોજ અમેરિકન અવકાસયાન એપોલોમા સવાર અંતરિક્ષયાત્રીઓમાથી એક નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મુકનારા પ્રથમ વ્યક્તિ બન્યા હતા. તેમને ચંદ્રની ધરતિ પર પગ મુકતાની સાથે જ એક ઐતિહાસિક જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે “ એક મનુષ્યનુ નાનકડુ ડગલુ માનવતા માટે ઘણી લાંબી છલાંગ”

એપોલો ૧૧, ( અંગ્રેજી:Apollo 11) ચંદ્ર પર સમાનવ ઉતરાણ કરતું સૌપ્રથમ અભિયાન હતું. તે એપોલો કાર્યક્રમનું પાંચમું સમાનવ અવકાશ ઉડાન હતું, તેમજ ચંદ્ર કે ચંદ્રનાં ભ્રમણપથમાં જનાર ત્રીજું સમાનવ યાન હતું. આ યાનનું પ્રક્ષેપણ સોળમી જુલાઈ, ૧૯૬૯નાં રોજ કરવામાં આવ્યું હતું.

૧૬ જુલાઇ ૧૯૬૯ ના રોજ પહેલી વખત માણસને ચંદ્ર પર મોકલવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. અમેરિકાના ફ્લોરીડા ખાતેના કેપ કેનેડી સ્ટેશનેથી એપોલો ૧૧ અંતરિક્ષ તરફ રવાના થયુ હતુ, યાનને લઈ જનારા રોકેટને જોવા માટે રાજ્યભરમાથી ૧૦ લાખ લોકો ઉમટયા હતા. રોકેટ છોડવાની પાંચ સેકંડ પહેલાજ એંજિન ચાલુ કરાયુ અને એક મોટા ધડાકા સાથે એપોલો ૧૧ આકાશ તરફ ગતિ કરવા લાગ્યુ. માત્ર ૧૨ મિનિટમા તો એપોલો ૧૧ પ્રુથવિની પ્રદક્ષિણા કરવા લાગ્યુ.આ યાનમા સવાર હતા નિલ આર્મ્સ્ટ્રોંગ , માઇકલ કોલિંસ અને એડ્વિન એલ્ડ્રિન. ધરતી છોડયાના બે કલાક ૪૪ મિનિટ બાદ ત્રીજા તબક્કાનુ બુસ્ટર એંજિન શરુ કરવામા આવ્યુ હતુ.ત્યાર બાદ યાન ૩૯૫૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પ્રુથવિથી દુર ચંદ્ર તરફ ગતિ કરવા લાગ્યુ. ૨૧ જુલાઇ ૧૯૬૯ ના રોજ નીલ આર્મ્સ્ટ્રોંગ ચંદ્રની ધરતી પર પગ મુકનાર પહેલી વ્યકતિ બન્યા.

? થોડુ વધારે પણ અગત્યનુ

ચંદ્રના ગ્રહ ઉપર પર પ્રથમ વખત પગ મૂકનાર અમેરિકાના દંતકથારૃપ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે એમની ૮૨ વર્ષની ઉંમરે આ પૃથ્વીના ગ્રહ ઉપરથી ચીર વિદાય લઇ લીધી હતી.

ચન્દ્રની ધરતી ઉપર પગ મુ કવાના આશયથી પૃથ્વી ઉપરથી ઉપડેલા અવકાશયાન એપોલો-૧૧ નીલ આર્મસ્ટ્રોંગના સુકાનીપદે બીજા બે અવકાશયાત્રીઓ બજ એલ્ડ્રીન અને માઇકલ કોલિન્સને લઇ સાથે ઉપડ્યું હતું . જે દિવસે ની લ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી પર પ્રથમ વખત પગ મૂક્યો હતો એ દિવસ આ અવકાશયાન યાત્રીઓ માટે અને વિશ્વ માટે એક ગૌરવમય ઐતિહાસિક દિવસ બની ગયો.આ ૪,૦૦,૦૦૦ કિલોમીટરની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરવામાં એમને ૪ દિવસ લાગ્યા હતા.

નીલ આર્મસ્ટ્રોંગ અને તેમની સા થે તેમના સહયોગી એડવીન એલ્ડ્રીન અવકાશ યાનમાંથી ઉતરીને ચંદ્ર પર લગભગ ૩ કલાક રોકાયા હતા .ઉતરીને ચંદ્ર પર અમેરિકાનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો.ચંદ્રની સપાટી ઉપરથી ખડકોના અંશ અને ચન્દ્રના સંશોધન કાર્ય માટે ખોદીને માટી એમની સાથે પરત થતાં લેતા આવ્યા હતા.

સામ્યવાદી દેશ રશિયાએ, ઓક્ટોબર ૪,૧૯૫૭ના રોજ અવકાશમાં ૧૮૪ પાઉન્ડ વજનનું સ્પુટનિક-૧ અવકાશ યાન સફળતાથી ઉડાડી બતાવ્યું એથી મૂડીવાદી દેશ અમેરિકા સફાળું બેઠું થઇ ગયું હતું.આ બન્ને દેશોની ચંદ્ર ઉપર વહેલો કોણ પગ મુકે છે એની હરીફાઈમાં છેવટે આ ઐતિહાસિક વૈજ્ઞાનિક સી ધ્ધિ મેળવીને અવકાશ વિજ્ઞાનમાં પણ અમેરિકાએ એક સુપર પાવર તરીકેનું પો તાનું સ્થાન ઇતિહાસમાં જાળવી રાખ્યું છે ,જેના માટે દરેક અમેરિકન આજે વ્યાજબી રીતે ગર્વ લઇ રહ્યો છે.

એપોલો ૧૧ સ્પેસ ક્રાફ્ટના કમાન્ડર તરીકે ૨૦મી જુલાઇ ૧૯૬૯ના રોજ નીલ આર્મસ્ટ્રોંગે આ અવકાશી સિધ્ધિનો ઈતિહાસ રચ્યો એ વખતે અમેરિકાના ચોટના અખબાર ન્યુયોર્ક ટાઈમ્સમાં નીચે પ્રમાણે સમાચાર ચમક્યા હતા.

નીલ આર્મ્સ્ત્રીંગનું જીવન સમગ્ર અમેરિકા અને વિશ્વના યુવાનો કે જેઓ અવકાશ સંશોધન માટે માટે નાસા ખાતે દિન રાત હાલ માટે કઠોર પરિશ્રમ કરી રહ્યા છે, એમને માટે નીલની સિધ્ધિઓ એક ઉદાહરણરૃપ છે. અધ્યતન ટેકનોલોજીની મદદથી અવકાશી સંશોધનની યાત્રામાં ભારતનું એક સ્ત્રી રત્ન કલ્પના ચાવલા પોતાનું મિશન કોલમ્બિયા પુરું કરે એ પહેલાં જ એના અન્ય સાથીઓ સાથે શહીદ બની ગઈ હતી એ આપને જાણીએ છીએ!

ભારતની જ અને ગુજરાતની એક બીજી બહાદુર મહિલા સુનિતા વિલિયમ્સ સ્પેશ મથકના નિર્માણકાર્યમાં સહાયક બનવા માટે આ લખાય છે એ વખતે અત્યારે હાલ અવકાશમાં ઘૂમીરહી છે.ભારતને ગૌરવ અપાવનાર આ સ્ત્રી-રત્ન એના મિશનમાં સફળ થાય એ માટે આપણે શુભેચ્છા આપીએ.

? રમુજ

નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ
મૂક્યો તો ત્યાં બે જણા ઉભા હતા.
.
.
આર્મસ્ટ્રોંગ – હેય, હુ આર યૂ?
.
.
જવાબ – કેમેરામેન રજનીકાંત સાથે હું નરેશ
કનોડીયા, ઈટીવી ગુજરાતી!!!!

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન, સંકલન અને Post :— Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

ટીપ્પણી