હોટલ્સમાં ક્યારેય ઓર્ડર ન કરતા આ 6 વસ્તુઓ, વાંચો કેમ…

બહાર ખાવું એટલે મસ્તી અને પોતાના મનપસંદના ખાવાનો આનંદ લેવો. પરંતુ તમને એ બાબત ખબર હોવી જોઈએ કે, આવી જગ્યાઓ પર ખાવાની ક્વોલિટી અને પકાવવાની પ્રક્રિયા પર બહુ ધ્યાન આપવામાં નથી આવતું. ભલે તમે રેસ્ટોરન્ટમાં ખાવાનો શોખ ધરાવતા હોવ, પણ આજે અમે તમને એવી વસ્તુઓ વિશે બતાવીશું જે તમે રેસ્ટોરન્ટ્સમાં ક્યારેય ઓર્ડર ન કરવી જોઈએ.

સૌથી બેસ્ટ ડિશહંમેશા રેસ્ટોરન્ટ્સવાળા પોતાની બેસ્ટ ડિશની ડિમાન્ડ પૂરી કરવા માટે તેને પહેલેથી જ બનાવીને સ્ટોર કરી રાખી દે છે. ઓર્ડર કરવા પર તેને રિહીટ કરીને જ પરોસવામાં આવે છે. આ કારણે ફુડ પોઈઝનિંગનો ખતરો વધી શકે છે.

આઈસબર્ગ વેજિસ

આઈસબર્ગ વેજિસમાં પાણીની માત્રા બહુ જ હોય છે, જેમાં કીટાણુ પેદા થવાની શક્યતા વધારે રહે છે. જ્યારે તેને ઠંડા કે ગરમ પાણીમાં નાખવામાં આવે છે તો કીટાણુ એક્ટિવ થઈ જાય છે અને તે તમારા પેટ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

સાદુ પાણી
રેસ્ટોરન્ટમાં મળનારું સાદું પાણી ક્વોલિટીના મામલે એકદમ બેકાર હોય છે. તેમાં બેક્ટેરીયા પેદા થવાની શક્યતા રહેલી છે. તેમાં બરફ નાખવાથી તે વધુ હાનિકારક સાબિત થાય છે. તેથી કોઈ પણ કિંમતે તેનાથી દૂર રહો.

આઈસ્ક્રીમ

રેસ્ટોરન્ટમાં દૂધ અને ક્રીમથી બનેલી આઈસ્ક્રીમ અને ડેઝર્ટ ન ખાવું જોઈએ. કેમ કે, તેને બહુ જ ખરાબ રીતથી રેફ્રિજરેટરમાં રાખવામાં આવે છે અને તેમાં બેક્ટેરીયાની માત્રા પણ વધુ હોય છે.

સોસમાંથી બનેલી ડિશરેસ્ટોરન્ટ્સમાં સોસ હંમેશા એકસાથે મોટી માત્રામાં આવે છે. તેથી તે લાંબા સમય સુધી સ્ટોરી કરીને રખાય છે. તે એક્સપાયર પણ થઈ શકી હોય છે. તેથી તેને ખાવાથી બચો.

બ્રેડ બાસ્કેટ
તેને માત્ર સજાવટ માટે જ રાખવામાં આવે છે અને બહુ મુશ્કેલથી તેનો પ્રયોગ થાય છે. તેથી તેને ક્યારેય ન ખાવું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી