આપણા ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં દરેક ગામજનો એક જ રસોડે જમે છે.

મિત્રો આજે અમે તમને ગુજરાતના એક એવા ગામની વાત કરવાના છે જ્યાં ગામના દરેક લોકો સાથે મળીને જમે છે.

મહેસાણા જિલ્લાનું ચાંદણકી એક એવું ગામ છે, જ્યાં ગામલોકો રોજ એક રસોડે જમે છે. આ એ જ ગામ છે જ્યાં રહેતા તમામ લોકો 55-60થી વધુ ઉંમરના છે. જીવનની ઢળતી સંધ્યાએ મમ્મીને ભોજન બનાવવાની કડાકૂટ ના કરવી તે માટે દેશ-પરદેશમાં રહેતા તેમના સંતાનો દ્વારા આ વ્યવસ્થા ઊભી કરાઇ છે. જેનાથી માતાઓ અને વડીલો બંને ખુશ છે.

ગામમાં પ્રવેશતાં જ સાફ સુથરા રસ્તાની ડાબી બાજુએ ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર છે. બરાબર 11 વાગે ઘંટનાદ થતાં જ વૃદ્ધો મકાનના દરવાજા બંધ કરી મંદિર તરફ આવવા લાગ્યા. થોડીવારમાં તો આખું ગામ ભેગું થઇ ગયું.

1000ની વસતીના આ ગામમાં માંડ 40થી 50 વૃદ્ધો રહે છે. મંદિર પરિસરમાં ટેબલ-ખુરશી પર ગોઠવાઇ જતાં પાકું ભોજન પિરસાયું. અહીં ભોજન લેનાર પણ વૃદ્ધ છે અને પિરસનાર પણ.

મોંઢામાં કોળિયો મૂકતા જાય અને એકબીજા સાથે સુખ દુ:ખની વાતો કરતા જાય. જાણે એક પરિવાર જ જોઇ લ્યોને…આ તેમનો નિત્યક્રમ બની ગયો છે.

મહેસાણા જિલ્લાનું ચાંદણકી એક એવું ગામ છે, જ્યાં ગામલોકો રોજ એક રસોડે જમે છે

સૌજન્ય : દિવ્યભાસ્કર

શેર કરો આ માહિતી તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી