પ્રેમ – સાચો પ્રેમ એ પૈસા અને દેખાવથી નથી થતો સાચો પ્રેમ તો હ્રદયથી થાય છે વાંચો એક સાચી પ્રેમકહાની…

આજના જમાના નો પ્રેમ એટલે.???? બાઇક પર બેસવું, નવા કપડાં, શોપિંગ, મેકડોનલ્સમાં જવું અને પિકચર જોવા જવું!!!!! અને કલાકો સુધી મોબાઇલ પર વાત કરવી અને પ્રેમ ને લગતા સ્ટેટસ મુકવા અને એવું ફીલ કરે કે મારા જેવો પ્રેમ તો એને કોઈ કરી જ નાં શકે પણ જ્યાં જવાબદારી ની વાત આવે ત્યાંજ કોઈ એક જવાબદારી લેવા તૈયાર ના હોય કારણ આજના સમયમાં ભણતર અને સમજણ બંને સરખા થઇ ગયા છે એટલે છોકરી અને છોકરો ભણે પણ સાથે અને સમજપણ સરખી એટલે કોઈ એક જવાબદારીમાં બંધાય નહિ અને જો બળ જબરી પૂર્વક બાંધવાની વાત આવેતો બ્રેકઅપ. તું તારા રસ્તે હું મારા રસ્તે. બવ જ ઓછા છોકરા છોકરી હોય છે જે આ પ્રેમ ને સમજે છે અને એક બીજાને અનુરૂપ થઇ જિંદગી નિભાવે છે.ચલો..આતો થઇ તમારા જમાનાની વાત હું આજે તમને જે પ્રેમ ની વાર્તા કરવાની છું તે 30 વર્ષ પહેલાંની, ત્યારે પણ પ્રેમ લગ્ન થતા પણ આજના જેવી મંજૂરી નહી ઘરમાંથી ભાગ્યા એટલે ઘરવાળા ફરી બોલવેજ ના ભલે પછી તમે દુઃખી હોય કે સુખી….

આજથી 30 વર્ષ પેહલાં કુસુમ બેન ને સરકારી નોકરી મળી ઘરમાં સામન્ય પરિસ્થિતિમાં જીવવાનું એટલે તે પહેલેથીજ ઘડાઇ ગયેલા અને મહેનતુ એટલે કામમાં પાછા ના પડે. કલર્કની નોકરી એટલે હિસાબો રાખવા, એકાઉન્ટ નું કામ કરવાનું, એ જમાનામાં કોમ્પુટર નોતા
એટલે હાથે કામ કરવાનું… કુસુમ બેનને આવડે બધું પણ ઓફિસ કામ તો કોઈ શિખવાડે તો જ આવડે ને?

કુસુમ બેન જે ન આવડે એ શીખવા એમની સામેના ટેબલ પર બેસતા ભરત ભાઈ પાસે જતા અને થોડીવાત ચિત કરતા અને બપોરે ચા સાથે પીતા ધીમે ધીમે કુસુમ બેનને જાણે ભરત ભાઈની આદત થઇ ગઈ. રોજ સવારે ઓફિસ આવી ભરત ભાઈના ટેબલ પર જવાનું એમની જોડે થોડી વાર બેસવાનું અને પછી પોતાનું કામ ચાલુ કરવાનું. આમ ને આમ છ મહિના થયા અને પછી ઓફીસમાં ચર્ચા ચાલુ થઇ કે કુસુમ બેનને ભરત માટે સહાનુંભૂતી હોય પ્રેમ ના કરે???? ક્યાં કુસુમબેન અને ક્યાં ભરત????? કુસુમ બેન એકદમ દેખવડા.. ઉંચા, ગોરા, સુંદર એકવડો બાંધો અને સાડી પહેરી આવે ત્યારે ઓફીસ ના બધા પુરુષ વર્ગ તેમને જોઈ

રેહતો ઘણા તો તેમના ટેબલ નું કામ ના હોય તો પણ ત્યાં જતા અને કુસુમ બેન સાથે વાતો કરવાનો મોકો શોધતા પણ કુસુમ બેનની નજર માં તો ફક્ત ભરત. જયારે એ ભરત ભાઈ પાસે જાય ત્યારે બીજાં પુરૂષવર્ગ એવું કેતા કે આનામાં શું જોઈ ગઈ છે? આ કુસુમ..

આ ભરત એટલે વિકલાંગ ખૂંધ નીકળેલી એકદમ હાઈટ ઓછી આંખોમાં મોટા મોટા ચસ્મા એક દમબેડોળ દેખાવ તમે એમની પાસે સહાનુભુતિ સિવાય કશું જ બીજું વિચારી ના શકો પણ માણસ તરીકે ઉમદા માણસ. વિકલાંગ તરિકે નોકરી તો મળી પણ છોકરી મળે તેવું કયારેય ના વિચારે કારણ તેમનો દેખાવ એટલે એમને કુસુમ બેન પ્રત્યે એવા ભાવથી ક્યારેય જોયુ નહી કે એ મને પ્રેમ કરે કે હું એને કરું.

અને એક દિવસ અચાનક કુસુમ બેને ભરત ભાઈ ને કહી દીધું હું તમને પ્રેમ કરું છુ!!!!!! અને ભરત ભાઈ કહે તમે મને શું જોઈ પ્રેમ કરો છો??? મારા પર દયા કરો છો કે મારી મશ્કરી કરો છો?????હું ખૂંધ નીકળેલો તમારાથી ઉંચાઈ માં નાનો અને સામન્ય દેખાવ તમે મને કેવી રીતે પસંદ કરી શકો!!!! આપણું જોડું કજોડું થાય અને ત્યાંજ કુસુમ બેન બોલ્યા સારા ને તો બધાજ પ્રેમ કરે!!!!શું કોઈ વિકલાંગ ખૂંધ નીકળેલ કે પછી સામાન્ય દેખાવ વાળા પુરુષ ને પ્રેમ ના કરી શકાય ???? હું તમાંરા ઉપર તરસ ખાઈ કે અહેસાન કરવા માટે પ્રેમ નથી કરતી હું તમને દિલ થી ચાહું છું એટલે તમને કહું છું હું આ જીવન માં તો તમનેજ પરણીશ અને તમારી સાથે જીવન ગુજારીશ પણ ભરત ભાઈ ને કશી સમજ ના પડી કે આનો શું જવાબ આપે અને ઘરે ગયા.

અને ત્યાંજ એમની મમ્મી નો અવાજ આવ્યો બેટા ચા બનાવી છે આપું તને???અને જેવા એ માં પાસે ગયા કે તરત તેના ખોળામાં માથું મૂકી રડવા માંડ્યા એંમની મમ્મી ગભરાઈ ગયા શું થયું મારા દીકરાને???? અને એના માથે હાથ ફેરવી બોલ્યા બોલ બેટા શું થયું તને આજે ઓફિસ માં કોઈએ તને કઈ કીધું??? શું થયું

અને ત્યાંજ ભરત ભાઈ બોલ્યા માં તું કહેતી હતી ને!!!! મારા દિકરાને તો રાજકુમારી પરણવાની છે માં તારી વાત સાચી પડી મારા ઓફિસ માં એક છોકરી આવી છે ખુબ સુંદર છે અને માં મારી શાથે લગ્ન કરવા માંગે છે અને ત્યાંજ માં પોતાના દીકરાનો ચહેરો પોતાના હાથ માં લઇ કહે છે તું મારો રાજકુમારજ છે બેટા જા એ છોકરી ને હા પાડી દે કદાચ ભગવાને એને તારા
માટેજ મોકલી છે અને માં ખુશ થઇ જાય છે અને ભગવાન નો આભાર માંને છે.

બીજા દિવસે ઓફિસ માં જેવા ભરત ભાઈ આવે છે તેવોજ તેમનો બદલયેલો મિજાજની બધા નોટિસ કરે છે અને ત્યાંજ કુસુમ બેન આવે છે અને કહે છે શું વિચાર્યુ તમે ?? ભરત ભાઈ હસતા હસતા એટલુંજ બોલ્યા જેવી તમારી મરજી અને પછી તો રોજ સાથેજ જમવાનું સાથે કામ કરવાનું અને ક્યારેક રજાના દિવસો માં બહાર જવાનું બધુજ થવા માંડ્યું અને એક

દિવસ ભરત ભાઈ બોલ્યા કે મેં મારા ઘરે તમાંરી વાત કરી છે પણ તમે તમાંરા ઘરે તો વાત કરી હશે ને???? એની તમે ચિંતા ના કરો મારે તો એક હું અને મારી માંજ છે એટલે હું માં ને માનવી લઈશ ….. પણ…. થયું આનાથી ઊલટું કુસુમ બેનના માં ભરત ને જોઈને એકદમ સુનમૂન થઇ ગયા મારી દીકરી એ આને પસંદકર્યો છે ???? આ એની આંગળી પકડી ચાલે એટલો નીચો છે ખૂંદ નીકળેલી છે અને એનો દેખાવ તો ….અને એ દિવસે માં કશુંજ ના બોલી અને સાંજે જેવા કુસુમ બેન ઘરે જાય છે ત્યાંજ માં નું બોલવાનું શરુ થઇજાય છે તને એકલા હાથે મોટી કરી ભણાવી નોકરી કરતી કરી કે કાલે મારી દીકરીને સારો વાર મળે અને એનું જીવન સુખી થાય પણ તેતો સમાજમાં આબરૂ જાય તેવો માણસ શોધ્યો તને બીજો કોઈ ના મળ્યો??

અને માં ગુસ્સો કરીને શાંત થઇ પણ કુસુમ બેનના પેટનું પાણી ના હાલ્યું !!!!એનેતો ભરત જ દેખાય અને એક દિવસ કુસુમ બેન માં નું ઘર છોડી દે છે અને ભરત ભાઈ સાથે લગ્ન કરી લે છે અને પોતાના સમાજ અને સગાના વિરોધી બને છે પણ આ બાજુ ભરત ભાઈનીમા વહુને ઓવારણાં લઇ ઘરમાં પ્રવેશ આપે છે. અને બંનેને આશીર્વાદ આપે છે અને આજે પણ ઓફિસ

માં આ બન્ને ની પ્રેમ કહાની ની વાતો થાય છે. અને આજે કુસુમ બેનને બે બાળકો છે અને એમનું જીવન એક સામન્ય દંપતિ ની જેમ જ જીવી રહ્યા છે. રીટાયર્ડ લાઈફ..

સત્ય ઘટના પર આધારિત છે સાચા પ્રેમની હંમેશા જીત થાય છે….

લેખક : નયના નરેશ પટેલ

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો, દરરોજ આવી અનેક નાની નાની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી