નાયલોન ખમણ હવે બહાર નો ખાતા…નિશા બેન લાવ્યા છે આ ખાસ વાનગી !!

નાયલોન ખમણ (Naylone khaman)

સામગ્રી :

ખીરા માટે :

ચણાનો લોટ ૧ ૧/૨ કપ
સોજી ૧/૪ કપ
લીંબુ નાં ફૂલ(સાઇટ્રિક એસીડ) ૨ ટીસ્પૂન
ખારો ૧ ટી સ્પૂન
મીઠું સ્વાદ મૂજબ
ખાંડ ૧ ટેબલ સ્પૂન
પાણી ૧ કપ

વઘાર માટે :

તેલ ૧ ટેબલ સ્પૂન
રાઇ ૧/૨ ટી સ્પૂન
હિંગ ચપટી
તલ ૧ ટેબલ સ્પૂન
લીલાં (ચીરી કરેલાં) ૪-૫ મરચાં
મીઠું ચપટી
ખાંડ ૧/૪ કપ
પાણી ૩/૪ અથવા ૧ કપ
કોપરા નું છીણ જરૂર મૂજબ
કોથમીર જરૂર મૂજબ

રીત :

– ખીરા ની સામગ્રી માં ખારા સિવાય ની બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી ૧૫ મિનિટ ઢાંકી ને રાખી મૂકો.
– જેમાં ખમણ સ્ટીમ કરવા નાં હોય તમાં પાણી રેડી ગરમ કરવા મૂકો. પ્લેટ માં તેલ લગાવી લો.
– ૨ ટેબલસ્પૂન પાણી માં ખારો મિકસ કરી ખીરા માં ઉમેરી એકદમ સારી રીતે મીકસ કરો. અને તરત ગ્રીઝ કરેલી પ્લેટ માં ખીરુ રેડી સ્ટીમ કરવા મૂકો. ૧૫ મિનિટ સ્ટીમ થવાદેવાં. તૈયાર થાય એટલે બહાર કાઢી ઠંડા થાય પછી કાપા કરવાં.
– વઘારીયા માં તેલ મૂકી રાઇ, તલ, હિંગ, લીલાં મરચાં, નો વઘાર કરી પાણી રેડી ખાંડ, મીઠું ઉમેરો. ૨, ૩ ઉભરા આવે એટલે ઉતારી લો. સાધારણ ઠંડુ થવા દો.
– ખમણ ઉપર આ વઘારનું પાણી કાપા માં એકસરખું રેડી લો. ઉપર કોથમીર, કોપરા નાં છીણ થી ગાર્નિશ કરી સર્વ કરો.

નોંધ :

– ખમણ ની પ્લેટ સ્ટીમ કરવા મૂક્યા પછી વારે ઘડીયે ખોલવું નહિં. ૧૫ મિનટ પછી જ ખોલવું. નહિં તો ખમણ બેસી જશે. અને જોઇયે એવી જાળી નહિં પડે.
– ગૅસ મિડિયમ ફાસ્ટ જ રાખવો.
– ખીરા માં ચણાનાં વોટ ની ક્વૉલિટી પ્રમાણે પાણી વધારે ઓછું લેવું.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌને મારી વાનગી કેવી લાગી કોમેન્ટ માં જણાવજો !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block