મારી દીકરી – એક માતા 2 વર્ષ પછી મળી પોતાની દિકરી અને સાથે આવ્યા હતા 6 મહિના પેહલા લગ્ન કરેલા જમાઈ…

મારી દીકરી

આજે હું ખુબ ખુશ હતી મારી દીકરી આજે વિદેશ થી પહેલી વાર પોતાના પતિ સાથે આવી રહી હતી એને ત્યાં લગ્ન રજીસ્ટર કર્યા ત્યારે અમે બધું વિડીયો થી જોયું પણ આજે પહેલી વાર લગ્ન ના 6 માસ પછી ઇન્ડિયા આવી મારી દીકરી મને સરપ્રાઈઝ આપવા અમને જાણ કર્યા વગર આવી અને સવારે 8 વાગે બારણું ખખડાવ્યું અને મારા પતિ બારણું ખોલવા ગયા ત્યાંજ એ પપ્પા !!!!એવું કહી તેના પપ્પા ને વળગી ગઇ અને હું તેનો અવાજ સાંભળી બહાર આવી..ઓ . મારી દીકરી !!!!અને એ મને મમ્મી કરતી ભેટી પડી ..મારી આંખમાંથી હર્ષ ના આસું આવી ગયા.


મારો જમાઈ !! ના એ મારો દિકરોજ એ પણ મને મમ્મી કહી મને જયારે હગ કર્યું ત્યારે મને એવું ફીલ થાય કે હું દુનિયાની કેટલી નસીબદાર માં છું કે મારો જમાઈ જેવો હું મારી દિકરી માટે વિચારતી હતી તેવોજ મળ્યો 2 વર્ષ થયા મારી દીકરી ને રૂબરૂ મળવાને 2 વર્ષ આવી પણ આ વખતે એ મારી દીકરી ઉપરાંત કોઈના ઘરની વહુ પણ બનીને આવી હતી એક જ શહેર માં હોવાથી તેના સાસુ પણ પોતાનો દીકરો પહેલી વાર ઘરમાં વહુ લઇ આવી રહયો છે એવું જાણી ખુબ ખુશ હતા.. કઈ માં ને ખુશી ના થાય?? દીકરાની માં ને જયારે દીકરો પરણી આવે ત્યારે ઈડરિયો ગઢ જીત્યા હોય તેટલો આંનદ થાય હું એક દીકરી ની મા તરિકે જેટલી ખુશ હતી કે મને એક સારો સમજદાર દીકરો મારી દીકરી માટે મળ્યો છે .તેટલા જ ખુશ તેના સાસુ એક સારી સમજદાર અને પોતાના દીકરાને સાચવે તેવી દીકરી મળી છે તેનાથી ખુશ હતા…

મારી દીકરી સવારે મારે ત્યાં આવી અને સાંજે પોતાના ઘરે જતી રહી મને કહે ત્યાં મમ્મી રાહ જોતા હશે!! અને હું મનો મન વિચારતી મારી દીકરી કેટલી સમજદાર થઇ ગઇ કે પોતાનું ઘર એટલે જ્યાં તેના પતિનું ઘર છે તે અને મેં પણ તેને હસતા હસતા જવા દીધી મારી દીકરી બીજા દિવસ સાંજે અમને ફોન કરી કહે મમ્મી અમારે ત્યાં બધા ભેગા થવાના છે તો આજે સાંજે તમે અમારા ઘરે જમવા આવજો અને હું અને તેના પપ્પા તેમની ધરે ગયા મારી દીકરી તેના સાસુ ને મમ્મી મમ્મી કરતી તેમની જોડે જ કામ માં મદદ કરતી જોઈ અને તેના સાસુ પણ તેને બેટા બેટા કરતા હતા.

આ જોઈ ખુબ આનંદ થયો કે મારી દીકરી ખુબ ખૂશ છે.””હે પ્રભુ તારો લાખ લાખ આભાર””મારી દીકરીને આટલું સારું સાસરું આપ્યા બદલ હું ભગવાનને માનો મન પ્રાર્થના કરવા લાગી એક માં ને શું હોય પોતાની દીકરી તેના સાસરે સુખી હોય અને જમાઈ દીકરી ને ખુબ પ્રેમ કરતો હોય અને ખુશ રાખતો હોય. આપણી દીકરી હસતી હસ્તી આપડા ઘરે આવતી હોય બસ ભગવાને જાણે મને બધુજ મને ગમતું આપ્યું હોય તેવો અહેસાસ મને થતો અને હું ભગવાનનો આભાર માનતી સાજે અમે દીકરી ના ઘરે જમીને ઘરે આવવા નીકળ્યા ત્યારે મારો જમાઈ કહે પપ્પા ચાલો હું તમને મૂકી જાવ છુ અને અમને ગાડીમાં મારી દીકરી જમાઈ અમારા ઘરે મુકવા આવ્યા મારી દીકરી ગાડીમાં આગળ બેઠી અને હું અને તેના પપ્પા પાછળ બેઠાં મારો જમાઈ ગાડી ચલવે અને મારી દીકરી બાજુમાં બેઠી એ જોઈ મને સ્વર્ગ નું સુખ મળ્યું હોય તેટલો આંનદ થયો અને મેં જાણે દીકરી આપી અને દીકરો લીધો હોય તેવું લાગ્યું એક માતા પિતા ને જો દીકરી હોય તો એકજ વાતું ટેંશન હોય કે મારી દીકરી ને કેવું સાસરું મળશે અને જયારે એને બધુજ સારું મળે ત્યારે એ ખુશી ફકત દીકરી ના માં બાપ જ અનુભવી શકે જે હું અનુભવું છું હું ભગવાને પ્રાર્થના કરું કે પ્રભુ મારી દીકરી ઉપર સદાય તારે કૃપા બનાવી રાખજે…

લેખક : નયના પટેલ

તમે તમારો પણ કોઈ અનુભવ અમને ઈનબોક્સમાં મેસેજ કરી શકો છો.

દરરોજ આવી સુંદર વાતો માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી