ટેસ્ટી અને ક્રિસ્પી નાયલોન પૌંવાનો ચેવડો, જે બનાવવામાં ખૂબ જ સરળ ને ઓછા સમયમાં બની જાય છે

નાયલોન પૌંવાનો ચેવડો

ગુજરાતીના ઘરમાં ગાંઠિયા અને ચેવડોના હોય એવું ના બને. ગુજરાતમાં ઘણા પ્રકારના ચેવડો લોકપ્રિય છે. શેકેલો પૌઆનો ચેવડો મારો સૌથી પ્રિય ચેવડો છે. તળેલા કરતા તેલ પણ ઓછું , મસાલા ઓછા અને સ્વાદિષ્ટ .. આશા છે પસંદ પડશે આપને પણ….

સામગ્રી :

300 gm નાયલોન પૌઆ,
2 ચમચા તેલ,
1 વાડકો દાળિયા,
1 વાડકો કાચી શીંગ,
1 વાડકો ખમણેલું સૂકું ટોપરું,
4 5 તીખા લીલા મરચા , બારીક સમારેલા,
થોડા લીમડાના પાંન,
મીઠું,
2 ચમચા ખાંડનો ભૂકો,
1 ચમચી હિંગ,
2/3 ચમચી આમચૂર ભૂકો,

રીત ::

સૌ પ્રથમ આપણે પૌઆને શેકીશું. આપ તડકે પણ શેકી શકો છો.

નહીં તો મારી જેમ એલ્યુમિનિયમની જાડી કડાયમાં ધીમા તાપે શેકો.

વચ્ચે હલાવતા રહેવો. બહુ જોર થી ન હલાવું, નહીં તો પૌઆનો ભૂકો થઈ જશે .. પૌઆ ને હાથ મા લઇ ટુકડો કરી જોવો જો પાપડની જેમ તૂટે તો પૌઆ થઈ ગયા અને હજુ ચાવવા પડે છે એવું લાગે તો શેકવાનું શરૂ રાખો.

પૌઆનો કલર ન બદલી જાય એ બાબતનું ધ્યાન રાખશો.. પૌઆને મોટા તપેલામાં કાઢી ને રાખો.તેમાં મીઠું, આમચૂર અને ખાંડનો ભૂકો ભભરાવો…

હવે કડાય માં તેલ ગરમ કરો.

ધીમી આંચ જ રાખવી.

શીંગ, દાળિયા,લીમડો અને લીલાં મરચાંને એક પ્લેટમાં એકઠું કરીને મૂકી દો.

 સૌ પ્રથમ શીંગ ઉમેરવી. થોડી વાર પછી દાળિયા.

દાળિયા થોડા શેકાય એટલે એમાં સમારેલા લીલા મરચા અને લીમડો ઉમેરો.

 

ત્યારબાદ ખમણેલું ટોપરું ઉમેરો. મારચા અને લીમડામાં પાણીનો ભાગ ના રહેવો જોઈએ તેમજ શીંગ , દાળિયા અને ટોપરું બળીના જાવા જોઈએ.

શીંગને શેકતા વધારે વાર લાગશે અને ટોપરું તરત થઈ જશે તો ધ્યાન રાખવું.બધું સરસ શેકાય જાય એટલે એમ હિંગ અને હળદર ઉમેરી મિક્સ કરો.

હવે ધીરે ધીરે હલાવી મિક્ષ કરી દો.

તુરંત આ બધું શેકેલા પૌઆ માં મિક્સ કરો.

એકદમ ધીમા તાપે હલાવતા રહો બધું એકદમ મિક્ક્ષ ના થઈ જાય ત્યાં સુધી.

હવે,  તૈયાર છે આપનો શેકેલો ચેવડો ..

નોંધ :  ટોપરું ખમણવું જરૂરી નથી. આપ ચાહો તો ટુકડા પણ કરી શકો .  ખાંડ અને મીઠાનું પ્રમાણ આપ સ્વાદ મુજબ રાખી શકો.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી