આ રીતે ઘરે બનાવો ‘નાયલોન ખમણ’, આંગળા ચાટતા રહી જશે ઘરના સૌ મેમ્બર

નાયલોન ખમણ એટલે આપણા ગુજરાતીઓ ની ફેમસ આઇટમ ઘરે કોઇપણ મહેમાન આવે કે પછી કાઇપણ પ્રસંગ હોય જમવાની થાળી તો ખમણ વગર જાણે અધુરી લાગે. પણ તમે લોકો ઘરે નાયલોન ખમણ બનાવો છો કે નહિ?
જો ના બનાવતા હોય તો જટપટ નોંધી લો મારા આ ટેસ્ટી,સોફ્ટ અને સ્પોન્જી નાયલોન ખમણની રેસીપી.

સામગ્રી:

• ૧ વાટકો ચણાનો લોટ,
• ૨ ચમચી રવો,
• ૩ એક કપ ખાટુ દહીં,
• ‍૧ ચમચી ઈનો,
• અડધી ચમચી મીઠું,

વઘાર માટે:

• ૩ થી ૪ લીમડાના પાન,
• ૧ લીલા મરચાંના કટકા,
• થોડીક ઝીણી સમારેલી કોથમીર,
• ૩ ચમચી ખાંડ,
• ૧ ગ્લાસ પાણી,

રીત:

અનેકવિધ ૧ ચણાનો લોટ,રવો અને દહીં ત્રણેયને સરખું મીક્ષ કરીને અંદર મીઠું ઉમેરીને ઢોકળાં જેવુ ખીરું તૈયાર કરવું જરૂર પડે તો સ્હેજ પાણી ઉમેરવું આ ખીરાને ૫/૬ કલાક પલાળી રાખવુ.

૨ ખીરામા ૬/૭ કલાકમા સરસ આથો આવી જાસે.

૩ ઢોકળાં સ્ટીમર કે તપેલામા અંદર કાઠો મુકીને પાણી ગરમ મુકવુ અને એક ડીશને તેલથી ગ્રીસ કરીને તેમા મુકી દેવી.

૪ ખીરામા એક ચમચી ઇનો નાખવો.

૫ ખીરાને બીટર અથવા ચમચાથી એક દીશામાં સતત હલાવવુ તેનાથી ખીરું એકદમ ફ્લપી થઇ જાસે.

૬ ખીરાને ગરમ થવા મુકેલી ડીશમા રેડી અને તરત જ ઢાંકીને ૧૦ મિનીટ જેટલું સ્ટીમ થાવા દેવુ ખમણ સરખા બફાઇ જાય એટલે તેને ગેસ ઉપરથી ઉતારી લેવા.

૭ એક પેનમા તેલ એક ચમચો તેલ મુકીને તેમા રાઇ તતડાવવી અને તેમા લીમડાના ૪/૫ પાન અને એક લીલા મરચા ના કટકા ઉમેરવા.

૮ લીમડો અને મરચા તતડે એટલે તેમા એક ગ્લાસ પાણી અને ખાંડ ઉમેરવા પાણીને છણછણે તેટલું ગરમ કરવુ.

૯ વઘાર વાળુ પાણી સ્હેજ ઠરે અને નવશેકુ હોય ત્યાં ખમણને કટ કરીને પાણી બધી બાજુ રેડી દેવુ.

૧૦ કોથમીરથી ખમણને ગાર્નિશ કરવા.

લ્યો તૈયાર થઈ ગ્યા એકદમ બહાર જેવા જ નાયલોન ખમણ.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી