નવું ઘર કે પછી કોઈ જમીન લેવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી ખાસ તમારી માટે જ છે.

મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે. પ્રોપર્ટીના માલિકી મામલે પણ મહિલાઓને સરકારે કેટલાક અધિકારો આપ્યા છે. જો તમે કોઈ મહિલાના નામે પ્રોપર્ટી ખરીદો છો, તો તેના પર તમને ઓછા રૂપિયા આપવાના રહેશે. તો જોઈ લો આ બાબતના કેટલા બધા ફાયદા છે.

ટેક્સ છૂટ

એક્સપર્ટસના અનુસાર, મહિલાઓના નામ પર સંપત્તિ ખરીદવા પર ટેક્સમાં છૂટ મળે છે. આવામાં જો તમે કોઈ સંપત્તિમાં ઈન્વેસ્ટ કરવાનું મન બનાવ્યું છે તો તમારા ઘરની મહિલાના નામે તે ખરીદો. તમારી માતા, બહેન કે પછી પત્નીના નામે ખરીદો.
પ્રોપર્ટી ટેક્સ અને રજિસ્ટ્રીમાં છૂટ

એક તરફ જ્યાં રજિસ્ટ્રીમાં છૂટ મળે છે, તો સ્ટેમ્પ ડ્યુટીમાં પણ 2 ટકાની છૂટ મળે છે. આ ઉપરાંત પ્રોપર્ટી ટેક્સમાં પણ મહિલાઓને છૂટના લાભ આપવામાં આવ્યા છે. પંરતુ તેના માટે મહિલાનું માલિકી હક હોવો જોઈએ.

સરળતાથી હોમ લોન મળશે

જો તમે હોમ લોન માટે અપ્લાય કરવાનું વિચારી રહ્યા છો તો તમે તેમાં તમારી પત્નીને કો-એપ્લીકન્ટ બનાવી શકો છો. પરંતુ નિયમ એ છે કે તમારી પત્ની પણ નોકરી કરતી હોવી જોઈએ. આવું કરવા પર તમારી આવકમાં પત્નીની આવક પણ સામેલ થઈ જશે. તમને વધુ રૂપિયાની હોમ લોન મળશે અને સરળતાથી અને જલ્દી મળી જશે. આવી

એપ્લીકેશનને બેંક જલ્દી નકારતી પણ નથી.

મહિલાઓના નામ પર ખરીદવામાં આવેલી પ્રોપર્ટીની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં વધી રહી છે. આ બાબતને વધુ પ્રોત્સાહન મળતું દેખાઈ રહ્યું છે. બીજી તરફ, જો પતિના નામ પર અનેક પ્રોપર્ટી છે, તો પત્નીના નામથી પ્રોપર્ટી રજિસ્ટ્રી કરાવવા પર પતિના વેલ્થ ટેક્સ લાઈબિલિટીમાં ઘટાડો થશે. આનું કારણ એ છે ક, વેલ્થ ટેક્સની ગણના આ આધારે થાય છે કે, કઈ પ્રોપર્ટી કોના નામે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી જાણવા જેવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી