નવરાત્રી સ્પેશિઅલ માં આજે બધાને ભાવતી મીઠાઈઓ… શેર કરો, લાઇક કરો…

ડ્રાયફુટ ખજુર રોલ

સામગ્રી-

૫૦૦ ગ્રામ કાળુ પોચુ ખજુર
૧૦૦ ગ્રામ કાજુ
૧૦૦ ગ્રામ બદામ
૧૦૦ ગ્રામ અખરોટ
૫૦ ગ્રામ મગજતરી
૫૦ ગ્રામ ગુંદર
૨૦ ગ્રામ ખસખસ
૧ ચમચી એલચીનો ભુકો
૧૦૦ ગ્રામ સુકુ ટોપરુ છીણેલુ
શુધ્ધ ધી ૪ થી ૫ ચમચી

રીત-

સૌ પ્રથમ ખજુરમાંથી ઠળીયા કાઢી હાથથી નાના ટુકડા કરવા અથવા મિક્ષરમાં ક્રશ કરવા. કાજુ , બદામ , અખરોટના નાના ટુકડા કાપી સેજ ધી માં રોસ્ટ કરી લેવા. પિસ્તાની બારીક કતરણ કરવી.

મગજતરી તથા ખસખસ ને અલગથી રોસ્ટ કરી લેવી.
ગુંદર થોડા ધી માં સેકી લેવો અને ગુંદર ફુલી જાય બાદમાં ઠંડો પડે ત્યારે મિક્ષરમાં ક્રશ કરી લેવો.

પેનમાં ૩ ચમચી ધી ગરમ કરી બારીક કરેલુ ખજુર ૨ થી ૩ મિનીટ સેકી લેવુ.
બાદમાં રોસ્ટ કરેલુ પિસ્તા સિવાયનુ તમામ ડ્રાયફુ્ટ ખજુરમાં મિક્ષ કરી લેવુ અને ગેસ બંધ કરી ઉતારી લેવુ.

ઠંડુ થયા બાદ હાથથી બધુ બરાબર મિક્ષ કરી રોટલી/ભાખરીના લોટ જેવુ તૈયાર કરી લેવુ. તેમાંથી થોડા થોડા લુવા લઇ રોલ બનાવી લેવા અને પિસ્તાની કતરણમાં રગદોળી લેવા.

તમામ રોલ સિલ્વર પેપર ફોઇલ અથવા ઝાડી પ્લાસ્ટીકની કોથળીમાં લપેટી દઇ બે કલાક માટે ફ્રિજમાં મુકવા. ત્યારબાદ ફ્રિઝમાંથી કાઢી એક ઇંચના ટુકડા કરી લેવા. આ રોલ બરણી કે ડબ્બામાં ૧૫ થી ૨૦ દિવસ સુધી બહાર રાખી શકાય છે. લો પ્રોટીન અને શકિતથી ભરપુર એવા રોલ તૈયાર.

મમતા પાઠક (ભરૂચ)

બાલૂશાહી

મીઠાઈ નો રાજા? નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય…! તો હવે ઘરે જ બનાવો.. એકદમ સરળ રીત આપી છે..

સામગ્રી –

૧ ૧/૨ કપ મેંદો
૩/૪ કપ પીગાળેલૂ ધી
૩/૪ કપ દહી
૧/૨ ચમચી ખાવા નો સોડા

ચાસણી બનાવવા માટે –

૧ ૧/૨ કપ ખાંડ
૧ કપ પાણી

રીત-

મેંદો અને સોડા ચાળી લો
ઘી ઉમેરી બધુ મીક્ષ કરો
દહી નાખો
બઘુ મીક્ષ કરી જરૂર પડે તો જ પાણી લેવુ
લોટને બહુ મસળવો નહી.
૧/૨ કલાક લોટ ઢાંકી રાખો
૧૧/૨ તારની ચાસણી બનાવી લો
લોટ ના નાના ગોળા વાળી વચે ખાડો કરી ઘી મા એકદમ ઘીમાં તાપે ગુલાબી તળી લઈ ગરમ ચાસણી મા બોળી લો
બહાર કાઢી સુકોમેવો છાંટી લો
તૈયાર છે બાલુશાહી
( તળવા માટે જાડા તળીયા નું વાસણ લેવું નહી તો અંદર કાચી લાગસે.. તળતી વખતે કડાઈ નીચે લોઢી રાખી શકાય)

ક્રિષ્ના સોની (નડિયાદ)

ગુલાબ જામુન (Gulab Jamun)

સામગ્રી:

માવો – 1 કપ ,
મૈંદા 3 ટેબલસ્પૂન ,
કુકીંગ સોડા – 1/8 ટીસ્પૂન ,
એલચી પાવડર 1/8 ટીસ્પૂન ,
મિલ્ક 2 ટેબલસ્પૂન ,
સુગર – 1 અને 1/2 કપ ,
પાણી – 1 અને 1/2 કપ,
કેસર, રોઝ એસેન્સ – 2 ડ્રોપ્સ,
ઘી – તળવા માટે

રીત :

*પેહલા ચાસણી બનાવી લઈશુ..:એક પેન માં સુગર અને પાણી નાખી એક તારની ચાસણી બનાવીશુ .
તેમાં કેસર, ઈલાયચી પાવડર નાખી ગેસ ઑફ કરી રોઝ એસેન્સ એડ કરીશુ .
*એક પ્લેટ માં માવા ને છીણી મેંદો અને સોડા મિક્સ કરી જરૂર મુજબ દૂધ ઉમેરી સોફ્ટ લોટ જેવું બાંધીશુ હવે લીંબુ જેવા નાના ગોળા બનાવી લઈશુ
*એક પેન માં ઘી ને ગરમ કરીશુ અને ધીમા તાપે ગુલાબ જામુન ને તળીશુ ..3-4 ગુલાબ જામુન જ પેન માં ફ્રાય કરવાના છે. *આવી રીતે બધા ગુલાબ જામુન તળી ને ગરમ ચાસણી માં 2 કલાક રાખી ડ્રાયફ્રુઇટ થી ગાર્નિશ કરી સર્વ કરો .

તો તેયાર છે ગુલાબ જામુન

રાની સોની ગોધરા

પિસ્તા પન્ચ

સામગ્રી :

એક કપ પિસ્તાનો ભૂકો (પાઉડર)
પોણો કપ સાકર
બે ટેબલસ્પૂન પિસ્તાનો કરકરો પાઉડર
૧/૩ કપ પાણી
બે ટેબલસ્પૂન ખજૂર-અંજીર-એલચી
અન્ય સામગ્રી
પેપરના કપ

રીત :

અંજીરને પાણીમાં પલાળી લેવાં. ખજૂરને ઝીણાં સમારી લેવાં. એલચીનો ભૂકો કરવો. એક નૉન-સ્ટિક પૅનમાં ખજૂર અને અંજીરને લચકા પડતું કુક કરવું. એમાં એક ટીસ્પૂન ઘી અથવા બટર મિક્સ કરીને એનો લચકો કરવો. એમાં એલચીનો પાઉડર મિક્સ કરીને એના નાના-નાના ગોળ ગોળા બનાવી લેવા.

નોંધ :

(૧) એક પૅનમાં સાકર-પાણી મિક્સ કરી ચિકાશ પડતી ચાસણી કરવી. એમાં પિસ્તાનો પાઉડર ઉમેરી ગૅસ બંધ કરીને સેટ કરવું. પછી આ પૂરણમાંથી બૉલ બનાવી એમાં વચ્ચે ખજૂર-અંજીરનો બૉલ સ્ટફ કરી એના ગોળા બનાવી લેવા.

(૨) એને પિસ્તાના કરકરા પાઉડરમાં રગદોળીને સર્વ કરવા.

કેતકી સૈયા

ઇન્સ્ટન્ટ બદામી હલવો

સામગ્રી :

અડધો કપ કૉર્નફલોર
દોઢ કપ સાકર
અઢી કપ પાણી
બે ટેબલસ્પૂન ઘી
પા ટી-સ્પૂન ઑરેન્જ ક્લર
પા ટી-સ્પૂન એલચી
બે ટેબલસ્પૂન કાજુ – રોસ્ટેડ
ગ્રીસ કરેલી ટ્રે

રીત :

એક માઇક્રોવેવ બોલમાં કૉર્નફલોર, સાકર, કલર, પાણી મિક્સ કરી ગાંઠા ન રહે એમ હલાવી મિશ્રણ તૈયાર કરવું. માઇક્રો પાવર પર ૬ મિનિટ માટે ઢાંકીને કુક કરવું. વચ્ચે પાંચ મિનિટ પછી બહાર કાઢીને હલાવીને પાછું રાખવું. ફરી એને ૬ મિનિટ માટે માઇક્રોવેવમાં કુક કરવું. (વચ્ચે બે મિનિટ પછી બહાર કાઢી એમાં ઘી ઉમેરી એને ફરી પાછું કુક કરવું. ૧૨ મિનિટ માટે કુક કરવું). એને માઇક્રોમાંથી બહાર કાઢી ગ્રીસ કરેલી ટ્રેમાં થોડા કાજુ મિશ્રણની અંદર અને થોડા ઉપર પાથરી ગાર્નિશ કરી સેટ કરી પછી હલવાના પીસ કરી લેવા.

નોંધ : (૧) માઇક્રોવેવ અવન ન હોય તો નૉનસ્ટિક કડાઈમાં મીડિયમ ગૅસ પર સાકરમાં એક કપ પાણી મિક્સ કરી પાણીને ઉકાળવું. (૨) કૉર્નફલોર, દોઢ કપ પાણી, કલર મિક્સ કરી પેસ્ટ બનાવી એ ઊકળતી ચાસણીમાં મિક્સ કરી કાજુ નાખી હલાવતા રહેવું. વચ્ચે-વચ્ચે ઘી ઉમેરતા જવું. લચકા પડતું મિશ્રણ તૈયાર થાય અને કિનારી છોડી દે ત્યારે એને ગ્રીસ કરેલી ટ્રેમાં પાથરી કાજુથી ગાર્નિશ કરી ઠંડું કરી પીસ કરવા.

કેતકી સૈયા

કેવી લાગી જણાવશો અને શેર કરો આ મસ્ત મસ્ત મીઠાઈ તમારા મિત્રો સાથે….

ટીપ્પણી