નવરાત્રી સ્પેશિઅલમાં આજે માણો અવનવી વાનગીઓ…. જય માતાજી….

ટ્રાઇ કલર કોપરાપાક (Tricolour Koprapak)

સામગ્રી:

3 કપ સૂકું કોપરાનું ખમણ
2 કપ દળેલી ખાંડ
1 કપ કન્ડેન્સ્ડ મિલ્ક

રીત:

-સૌ પ્રથમ ત્રણ બાઉલ લઇ તેમાં સરખા ભાગે કોપરાનું ખમણ, ખાંડ, કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી મિક્સ કરવું.
– એક બાઉલનું મિક્સર પ્લેન રાખવું.
– બીજા બાઉલના મિક્સરમાં કેસર ઉમેરી મિક્સ કરવું.
– ત્રીજા બાઉલમાં મિક્સરમાં ખસખસ શરબતના ડ્રોપ્સ ઉમેરી મિક્સ કરવું.
– હવે તટને બધા અલગ અલગ મિક્સરને અલગ પ્લેટમાં જમાવવું.
– પેલા કેસરી પછી સફેદ પછી લીલો એમ કોપરા પાક ગોઠવી ફ્રિજમાં સેટ થવા મૂકવું.
– તો તૈયાર છે ટ્રાઇ કલર કોપરાપાક.
નોંધ: તમે બીજા કોઈ પણ કલર વાપરી શકો છો.

દીપિકા ચૌહાણ (નડિયાદ)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

કોકોનટ રાજગરા ના પેંડા (Coconut Rajgara Penda)

સામગ્રી…

રાજગરા…50 ગ્રામ
ખાંડ…25ગ્રામ
પાણી ..જરૂર મુજબ
કોકોનટ ક્રિમ માટે ની સામ્રગી…
કોકોનટ નું છીણ…25ગ્રામ
મલાઇ…જરૂર મુજબ
કેસરી ફુડ કલર..3.4 ડ્રોપ્સ
દળેલી ખાંડ..2ચમચા

રીત..

1. ગેસ ઉપર કઢાઇ મુકી ને ગરમ કરો અને થોડા થોડા રાજગરા ના દાણા નાંખો , ગરમ કઢાઇ માં રાજગરા ફૂટશે , ફટફટ અવાજ સાથે ફૂટશે ,આ રીતે બધા રાજગરા ની ધાણી ફોડી લો..
2.નારિયલ ની છીણ માં મલાઇ, દળેલી ખાંડ અને ફૂડ કલર નાંખી ફેટો, અને ક્રિમ તૈયાર કરી કોન માં ભરી લો
3. હવે ફરી થી કઢાઈ માં ખાંડ નાંખો, ખાંડ ડૂબે એટલુ પાણી નાંખી ને 1.1/2 તાર ની ચાસણી બનાવો ,અને રાજગરા ની ધાણી મિકસ કરો ધાણી ચાસણી માં ચારે બાજૂ કોટ થઇ જાય પછી પ્લેટ માં કાઢી ઠંડુ કરી ગોલા વાળી ને પેંડા ના આકાર બનાવો ,
4. પેંડા એકદમ ઠંડા થઇ જાય પછી કોકોનટ ક્રીમ જે ઉપર બનાવી છે કોન માં ભરી પેંડા ઉપર ગાર્નીશ કરો ,અને સિલ્વર બૉલ્સ લગાવી ને સર્વ કરો.
નોંધ…
નવલી નવરાત્રી ના દિવસો માં માતા ના ભોગ ધરાવો.
નવરાત્રી ના ઉપવાસ માં ફરારી પ્રશાદ તરીકે ખાઇ શકાય.

સરોજ શાહ…આણંદ

રવા કેસરી (Rava kesari)

સામગ્રી

1 વાટકી રવો
અડધી વાટકી ખાંડ
2 થી 2.5 વાટકી પાણી
1 ટી સ્પૂન એલચી પાવડર
2 ટી સ્પૂન કાજુ,બદામ,કિસમિસ
4 ટી સ્પૂન ઘી
ચપટી કેસરી ફૂડ કલર

બનાવાની રીત:

સૌ પ્રથમ ઍક પેન માં પાણી ગરમ મૂકો તેમાં ખાંડ અને એલચી પાવડર નાખી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરવું .
હવે ઍક પેન માં ઘી ગરમ કરવું ,ઘી ગરમ થાઈ એટ્લે કાજુ અને કિસમિસ તેમાં ફ્રાય કરી લેવા.પછી તેને ઍક બાજુ રાખી એ જ ઘી માં 1 વાટકી રવો ઉમેરવો.રવા ને ધીમા તાપે આછા ગુલાબી રંગ નો શેકવો.
રવો શેકાઈ જાય એટ્લે તેમાં ખાંડ માં ઓગળેલું ગરમ પાણી ઉમેરી,તેમાં ફ્રાય કરેલા કાજુ કિસમિસ અને ચપટી ઓરેન્જ ફૂડ કલર ઉમેરી બધું સરખી રીતે મિક્સ કરી 10 મિનીટ ઢાંકી રાખવું.
હવે તેયાર થયેલા મિશ્રણ ને ઍક થાળી માં પાથરી બરફી જેવા પીસ પાડવા અથવા આપના મનપસંદ શેપ પણ આપી શકાય છે.પછી તેનાં પર બદામ ની કતરણ મુકી સર્વ કરવું.
તો તેયાર છે રવા કેસરી
આપને આ વાનગી પસંદ આવી હોઇ તૌ કોમેન્ટ કરી શેર કરી અમારો ઉત્સાહ અચુક વધાર જો.

ચાંદની ચિંતન જોશી(જામનગર)

ક્રિમી કૉર્ન ડિલાઇટ. (Creamy Corn Delight)

સામ્રગી…

અમેરીકન કૉર્ન..3 નંગ
મલાઇ..1કપ
મીઠુ…સ્વાદ અનુસાર
ખાંડ..1/4 કપ
લીલા મર્ચા,
આદુ ની પેસ્ટ..1/4 ચમચી
તેલ/ઘી…3ચમચી
કાજૂ દ્રાક્સ, અખરોટ ..જરૂર મુજબ
દાડમ ના દાણા ..ગાર્નીશ માટે

રીત .

1 .અમેરીકન મકાઇ છોલી દાણા કાઢી ને મિકસર માં ગ્રાઇન્ડ કરી સ્મૂધ પેસ્ટ બનાવી લો.
2 કઢાઇ માં તેલ/ઘી મુકી ને મકાઇ પેસ્ટ ને શેકો, પાણી સુકાઇ જાય અને મકાઇ કુક થાય પછી આદુ મર્ચા ની પેસ્ટ ,ખાંડ ,મીઠુ ,નાંખી ને ચલાવો અને કુક થવા દો ,અમેરીકન મકાઇ પોચી, નરમ, કૂરી હોવાને લીધે કુક થતા વાર નથી લાગતી , હવે મલાઇ ઉમેરો ચલાવો એક સ્મૂધ શીરો જેવો બનશે ,નીચે ઉતારી ડ્રાયફુટ મિકસ કરી સર્વ કરો.
નોંધ..
તીખા ,મીઠા.,મલાઇદાર કૉર્ન ડિલાઇટ કાજૂ,.દાડમ ના દાણા થી ગાર્નીશ કરી સર્વ કરો.

સરોજ શાહ …આણંદ

મલાઈ પેંડા (Malai Penda)

સામગ્રી :

1 ટીન કન્ડેન્સ મિલ્ક (મિલ્કમેડ)
1/2 કપ દૂધ
1/2 કપ મિલ્ક પાવડર
1 ટે સ્પૂન ઘી
1-2 ટે સ્પૂન મલાઈ અથવા ફ્રેશ ક્રીમ
1 ટે સ્પૂન લિમ્બુનો રસ
1/4 ટી સ્પૂન ઇલાયચી
1-2 ટે સ્પૂન ડ્રાયફ્રૂટ્સ (બદામ -પિસ્તા)

રીત :

-એક કડાઇમાં ઘી લઇને તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરીને હલાવતા રહો.
-થોડું ગરમ થાય પછી ,લિમ્બુનો રસ નાખીને હલાવો.(મિશ્રણ દાણાદાર થવા લાગશે)
-તેમાં દૂધ ઉમેરો અને દૂધ બળી જવા લાગે ત્યારે મિલ્ક પાવડર એડ કરીદો.
-ત્યારપછી તેમાં મલાઈ અને ઇલાયચી પાવડર મિક્ષ કરો .
-આ મિશ્રણ સતત હલાવતા રેહવુ અને કિનાર છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરવો .
-મિશ્રણને થાળીમાં કાઢીને ઠંડુ પાડો.થોડીવાર માં મિશ્રણ ઘટ્ટ થઈ જશે.
-તેમાંથી મનપસંદ સાઇઝના પેંડા વાળી ઉપર ડ્રાય ફ્રુટ્સ ચોંટાડો.
#આ માપથી લગભગ મિડીયમ 15 નંગ અને નાના 20 નંગ પેંડા બનશે.
#મિલ્ક પાવડર ના હોય તો માવો લેવાય.
#આ પેંડા ફ્રીઝમાં રાખવા.
#કેસર ફ્લેવર પણ થાય.
#મિશ્રણ ઢીલું લાગેતો ફ્રીઝ માં થોડીવાર રાખીને પછી પેંડા વાળવા

રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

શેર કરો આ વાનગીઓ તમારી મમ્મી, બહેન, ભાભી, સખી બધા સાથે અને પછી જણાવજો ટેસ્ટ કેવો લાગ્યો.

ટીપ્પણી