નવરાત્રીમાં માતાજીને થાળમાં શું નવું ધરાવશો? આજે ૫ વાનગી મિષ્ઠાન સ્પેશિયલ…

મિત્રો નવરાત્રીમાં ઘણાબધાને મુજવણ હોય છે કે રોજ રોજ માતાજીને થાળમાં શું નવું ધરાવું. તો મિત્રો અમે લાવ્યા છે તમારા માટે અલગ અલગ ટેસ્ટી વાનગીઓ. આજે માણો સ્વિટ રેસીપી, આવતીકાલે ફરી મળીશું બીજી રેસીપી સાથે.

ડેટ્સ બાઇટ હલવા (Dates Bite Halwa)

સામગ્રી:

2 બાઉલ ઠળિયા કાઢેલ કઠણ ખજૂર
3/4 બાઉલ કોપરાનું ખમણ
2 બાઉલ દૂધ
ડ્રાય ફ્રૂઈટ્સ
એલચી પાઉડર
2 ચમચી ઘી

રીત:

સૌ પ્રથમ એક પેનમાં ઘી લઇ ખજૂર સાંતળી લઇ તેમાં દૂધ ઉમેરી સતત હલાવ્યા કરવું.
સહેજ ઘટ્ટ થાય એટલે એલચી પાઉડર, ડ્રાય ફ્રૂઈટ્સ અને કોપરાનું ખમણ ઉમેરી મિક્સ કરી ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી દેવું.
તો તૈયાર છ ગરમા ગરમ ડેટ્સ બાઇટ હલવા.

હિરલ રાકેશ ગામી

આલૂ હલવા (Aloo Halwa)


સામગ્રી:

4-5 બટેકા
1/2 વાટકી ખાંડ (ટેસ્ટ મુજબ)
1 ચમચો ઘી
3/4 વાટકી દૂધ
ડ્રાયફ્રૂટ્સ
ચપટી એલચીનો ભુક્કો

રીત:

– સૌ પ્રથમ બટેકાને બાફીને છુન્દો કરી લેવો.
– પછી એક કડાઈમાં ઘી લઇ બટેકાનો છુન્દો સાંતળી દૂધ અને ખાંડ ઉમેરી મીડીયમ તાપે હલાવ્યા કરવું.
– ઘટ્ટ થાય એટલે એલચીનો ભુક્કો ઉમેરી મિક્સ કરી લેવું.
– સર્વિંગ બાઉલમાં લઇ ડ્રાયફ્રૂટ્સની કતરણ અને ડ્રાયફ્રુટ્સના ભુક્કા વડે ગાર્નિશ કરવું.
– તો તૈયાર છે ફરાળી આલૂ હલવો.

હિરલ રાકેશ ગામી

કેસર રસગુલ્લા (Kesar Rasgulla)


સામગ્રી :

1-1/2 લિટર દૂધ
1 ટે સ્પૂન લિમ્બુનો રસ
1 ટે સ્પૂન આરાલોટ
4 કપ ખાંડ
1 ટે સ્પૂન ડ્રાયફ્રુટ્સ (ઓપ્સ્નલ)
1/2 ટી સ્પૂન ઈલાયચી પાવડર
કેસર
પીળો ફૂડ કલર (ઓપ્સ્નલ)

રીત :

-દૂધને ઉકાળો અને તેમાં લિમ્બુનો રસ નાખીને દૂધ ફાળી ,પનીર બનાવો .
-ઠંડા પાણીથી પનીર ધોઈને,પાણી નીતારીલો અને કપડામાં બાંધી 30 મિનીટ રાખો.
-એક પોહળા વાસણમાં ખાંડ અને જરૂર મુજબ પાણી લઇને ઉકાળો.તેમાં થોડા કેસરના તાતણા ઉમેરો .(ચાસણી પાતળી રાખવાની છે)
-હવે આ પનીરને બરોબર 7 થી 8 મિનીટ મસળીલો.તેમાં પીળો ફૂડ કલર,ઇલાયચી પાવડર અને આરાલોટ મિક્ષ કરો.તેને સ્મૂધ કરીને ગોળા કરીલો .
-ડ્રાય ફ્રુટ્સને જીણા કાપીલો .તૈયાર ગોળાને ફ્લેટ કરીને વચ્ચે ડ્રાય ફ્રુટ્સ ભરી ફરી ગોળા વાળીલો.(તિરાડ ના પડે તેમ)
-હવે ઉકળતી ચાસણીમાં તેને નાખો .મધ્યમ તાપે ઢાંકીને 10-12 મિનીટ ગોળાને ઉકાળો
-ઢાંકણ ખોલીને ફરી 8-10 મિનીટ રસ્ગુલ્લા થવાદો.રસ્ગુલા સાઇઝ માં ડબલ થઈ જશે.
-ઠંડા પડે એટલે ડ્રાય ફ્રુટ્સથી સજાવીને સર્વ કરો .
#ગાયનુ દૂધ લેવું.
#આ માપથી 8-10 રસ્ગુલ્લા બનશે.
#સરખુ મસળવાથી રસ્ગુલા સ્પંજિ બનશે.
#કેસર રસ્ગુલ્લામાં ડ્રાય ફ્રૂટ્સ ભરો તો તેને રાજ્ભોગ પણ કેવાય.

રૂપા શાહ

ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi)


સામગ્રી :

ખીરુ બનાવવા :
૧ કપ.. મેંદો
૧ ટી સ્પૂન.. બેકીંગ પાવડર
૨ ટે સ્પૂન.. બેસન
૧/૪ કપ.. દહીં
ચપટી.. યલો ફૂડ કલર (Optional)ચાસણી માટે :
૧ કપ.. ખાંડ (જરૂર મૂજબ)
ખાંડ ડૂબે એટલું પાણી
ચપટી યલો ફૂડ કલર (Optional)
કેસર / ઇલાયચી (જે ફ્લેવર ગમતી હોય તે)
તળવા માટે.. તેલ

રીત :

• એક બાઉલ માં ખીરુ બનાવવા ની બધી સામગ્રી મિક્સ કરી જરૂર મૂજબ પાણી રેડી મિડિયમ પતલુ ખીરુ તૈયાર કરો.
• બીજા બાઉલ માં ખાંડ અને પાણી લઇ એક તાર ની ચાસણી બનાવો. તેમાં ચપટી કલર ઉમેરી મનગમતી ફ્લેવર ઉમેરો.
• જલેબી તળવા માટે ફ્લૅટ પેન લેવું. પેન માં તેલ લઇ ગરમ કરવા મૂકવું. ટૉમેટો કેેચપ ની બોટલ માં ખીરુ ભરી ગરમ તેલ માં જલેબી પાડવી. ક્રિસ્પી તળાય પછી તરત જ ચાસણી માં ડીપ કરવી. જલેબી માં ચાસણી ભરાય જાય એટલે પ્લેટ માં કાઢી લેવી. આ રીતે બધી જલેબી બનાવવી.નોંધ : એકવાર ની તળેલી જલેબી ચાસણી માં ડીપ કરી બીજી જલેબી ગરમ તેલ માં પાડવી ત્યાર પછી પહેલી ચાસણી માં મૂકેલી જલેબી કાઢી લેવી.

નિશા પ્રજાપતિ

બદામ કતરી (Badaam katri)


સામગ્રી :

1 વાટકી બદામ પાવડર (આલ્મ્ન્ડ મિલ)
1-1/4 વાટકી બ્રાઉન સુગર
1 ટી સ્પૂન ઘી
2-3 ટીપા આલ્મન્ડ એસેન્સ (ઓપ્સ્નલ)
5-6 નંગ બદામ

રીત :

-જો આલ્મન્ડ મિલના હોય તો 1-1/2 વાટકી બદામને બ્લાનચ કરીને(ઉકળતા પાણીમાં થોડીવાર રાખવી) કોરી કરી ,પાવડર પીસી લેવો.
-હવે જાડા બોટમવાળા વાસણમાં બ્રાઉન સુગર અથવા નોર્મલ વ્હાઇટ ખાંડ લો .તેમાં 1-1/4 વાટકી પાણી (જેટલી ખાંડ તેટલું પાણી) લઈને ખાંડ ડૂબે તેટલીવાર ઉકાળો.
-તેમાં આલ્મન્ડ એસેન્સ નાખો.ત્યારબાદ બદામ પાવડર નાખીને સતત હલાવતા રહો.
-થોડીવારમાં બધુ મિક્ષ થઈને લચકો થશે,એટલે ગેસ બંધ કરી દેવો.
-હવે ઘી વાળી ઉંધી થાળી પર આ મિશ્રણ લઇને વેલણથી હળવા હાથે તેને વણીલો.
-તેની મનપસંદ સાઇઝની કતરી કાપીને તેના પર બદામ ચોંટાડીને સેટ થવાદો.
#ખાંડની ચાસણી કરવાની નથી.
#બ્રાઉન કલર માટે બ્રાઉન સુગર વાપરીને કતરી બનાવીછે.
#આ માપથી 10-12 કતરી થશે

રૂપા શાહ

શેર કરો આ પોસ્ટ તમારા મિત્રો સાથે અને તેમને પણ મદદ કરો કે નવરાત્રીમાં શું બનાવવું. વધુ રેસીપી આવતીકાલે…

 

ટીપ્પણી