આ વસ્તુઓનું નવરાત્રીમાં ધ્યાન રાખશો તો સફળ થશે ઇચ્છાઓ…પહેલા નોરતે જ વાંચી લો…

નવલી નવરાત્રી આવી…નવલી નવરાત્રી

આ વર્ષની શારદીય નવરાત્રી ૨૧ સપ્ટેમ્બર ગુરુવારથી શરુ થઈ રહી છે. આમ કહેવાય છે કે નવરાત્રીનાં દિવસોમાં માતાજી ડોલી કે પાલકીમાં સવાર થઈને આવતા હોય છે. માનવામાં આવે છે કે ઘટસ્થાપનાનાં દિવસ અનુસાર માતાજીની સવારી બદલાઈ જતી હોય છે એટલે જ દર વર્ષે મતાજીનું વાહન બદલાઈ જતું હોય છે. આ વર્ષે માતાજીનું આગમન ડોલીમાં થશે. માતાજીની સવારી સિંહ છે અને જ્યારે માતાજી સિંહ ઉપર સવાર થઈને આવે છે ત્યારે ખુશાલી અને સમૃદ્ધિ લાવે છે.

નવરાત્રીનાં નવે નવ દિવસ બધા મનથી ગરબે ઘૂમશે, અમુક લોકો વ્રત પણ રાખશે અને અમુકને ત્યાં માતાજીનો ઘડો પણ મુકવામાં આવશે. તમે વ્રત કરો કે પછી માતાજીની સ્થાપના ઘરમાં કરો કે પછી અન્ય કોઈ શુભ કાર્ય કરો. તે અગાઉ અમુક વસ્તુઓ જાણી લો જેથી તમારા વ્રત કે કોઈ કાર્યમાં વિઘ્ન ન પડે. અમે તમને એવી વસ્તુઓ જણાવી રહ્યાં છીએ જે આમ તો તમને ખબર હશે પણ યાદ નહીં હોય. જો તમે નવરાત્રી દરમિયાન આ વાતોનું ધ્યાન રાખશો અને પૂરી નિષ્ઠાથી માતાજીની સેવા કરશો માતાજી તમારી દરેક ઇચ્છાઓ પૂર્ણ કરશે. તો જાણીલો જલદીથી આ વસ્તુઓ અને નવરાત્રી શરુ થાય તે પહેલા જ તે અંગે પ્લાનિંગ કરી લો.

આ વાતોનું રાખો ધ્યાન

નવરાત્રીમાં માસાહારી ફૂડ અને દારુનું સેવન કરવું નહીં. આ સિવાય વાળ ન કપાવવા અને નીંબુ પણ ન કાપવા જોઈએ. હા, પણ આ સમયે બાળકોનું મુંડન કરાવવું એ શુભ ગણાય છે. ખાસ કરીને જે લોકોએ માતાજીનાં નામનો ઘડો મૂક્યો હોય અથવા અખંડ જ્યોત પ્રગટાવી હોય તો ઘરને ખાલી મૂકી ન જવું જોઈએ. વિષ્ણુ પુરાણ અનુસાર દુર્ગા માતાનાં આ વ્રત દરમિયાન બપોરનાં સમયે સૂઈ ન જવું, તેનાથી વ્રતનું ફળ નથી મળતું.

સાંજની પૂજા ખૂબ જ મહત્વની હોય છે. અષ્ટમી તિથિની સમાપ્તિ અને નવમ તિથિની શરુઆતનાં સાંજનાં સમયે આ પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આ સમયે રાક્ષસ ચંડ અને મુંડનો નાશ કરવા માટે માતા ચામુંડા પ્રકટ થયા હતા.

ક્ન્યા પૂજન

જો તમે કન્યા પૂજન સમયે આ વાતોનું ધ્યાન રાખો છો તો તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે. નવ કન્યાઓ અને એક છોકરાને ખાવા માટે આમનત્રિત કરો. છોકરાને વિષ્ણ ભગવાનનાં અવતાર તરીકે નવ કન્યાઓ સાથે બેસાડવામાં આવે છે. યાદ રાખજો કે આ એક છોકરા વગર કન્યા પૂજન અધુરું રહેશે. સૌ પ્રથમ કન્યાઓનાં પગ ધોઈને આસન ઉપર બેસાડવી અને ત્યાર બાદ તેમનાં હાથમાં નાડાછડી બાંધીને કંકૂનો ચાંલો કરવો.

નવ દિવસની પ્રસાદી

આ નવ દિવસ દરમિયાન માતાજીને અલગ અલગ પ્રકારનો પ્રસાદ ભોગ ચઢાવવો. દરેક દિવસે જે પ્રસાદ ધરાવવામાં આવે છે તેનું પણ અલગ મૂલ્ય છે. પહેલી નવરાત્રીએ માતાજીને જે પણ પ્રસાદનો ભોગ ચઢાવો છો તે શુદ્ધ ઘીની જ બનેલૂ હોવી જોઈએ. કહેવાય છે કે માતાજી શુદ્ધ ઘીનાં ભોગથી ખુશ થઈને બધા રોગોને સમાપ્ત કરી દે છે. બીજા દિવસે સાકરનો ભોગ લગાવવાથી આયુષ્ય વધે છે. ત્રીજા દિવસે દૂધ ચઢાવવું જોઈએ, એવું કરવાથી માતાજી ભક્તોંનાં દુઃખ હરે છે. ચોથી નવરત્રીમાં માતાજીને માલપુઆનો ભોગ ધરાવવો, એમ કહેવાય છે કે આવું કરવાથી માતાજી ખુશ થઈને પોતાનાં ભક્તોની બધી પ્રકારની સમસ્યાઓનું નાશ કરી દે છે. પાંચમી અને છઠ્ઠી નવરાત્રી ઉપર માતાજીને કેળા અને મધનો ભોગ લગાવો અથવા બ્રાહ્મણો કે ગરીબને પણ દાન આપી શકો છો. આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. સાતમે ગોળ કે ગોળથી બનેલા વ્યંજનો ભોગ લગાવવા, આવું કરવાથી જીવનમાં દરિદ્રતાનું વિનાશ થાય છે. આઠમે તમે નારીયેળથી બનેલા વ્યંજન ભોગ લગાવો, આનાથી સુખ અને સમૃદ્ધિ બની રહે છે. નોમે માતાજીને અન્નનો ભોગ ધરો અને કન્યાઓને પણ ભોજન કરાવો, આવું કરવાથી જીવનમાં સુખ મળે છે.

લેખન – સંકલન : જ્યોતિ નૈનાણી 

ટીપ્પણી