આજે નવરાત્રી સ્પેશિઅલ માં પાંચ ફરાળી વાનગીઓ…

ફરાળી સમોસા (Faradi Samosa)

સામગ્રી-

કાચા કેળા…. 4 નંગ
ફરારી લોટ….1 બાઉલ
આદુ મરચા ની પેસ્ટ.1ટી સ્પૂન
મરી પાવડર…1/4ટી સ્પૂન
લીંબુ નો રસ…2 ટી સ્પૂન
દળેલી ખાંડ…1ટી સ્પૂન(ઓપ્શનલ)
તેલ..જરૂર મુજ્બ..
ફરારી મીઠુ….સ્વાદ અનુસાર

રીત-

1..ફરારી લોટ માં મીઠુ, તેલ નું મોણ નાખી પાણી થી લોટ બાંધી લો.
2..કાચા કેળા ને છોલી ને નાના પીસ કાપી લો.
સ્ટફીંગ બનાવા માટે..
એક પેન માં તેલ(ઘી)ગરમ કરી જીરા ના વઘાર કરો, પછી કેળા ના પીસ, મરી પાવડર, આદુ મરચા ની પેસ્ટ, ફરારી મીઠુ, દળેલી ખાંડ નાખી કુક કરો, 5 મિનિટ માં કુક થઇ જાય છે, નીચે ઉતારી લીંબુ નો રસ, નાખી ને મિક્સ કરો, ઠંડુ કરી સમોસા માં સ્ટફ કરો …સ્ટફીંગ તૈયાર છે.
સમોસા બનાવાની રીત-
ફરારી લોટ ના લુઆ કરી ને નાની પૂરી વળી લો, પૂરી ને વચ્ચે થી કાપીને બે ભાગ પાડો હવે એક ભાગ લઇ કોન શેપ કરો ,સ્ટફીંગ ભરી કિનારી બાજૂ પાણી લગાડી સીલ કરો, સમોસા ના શેપ કરો, ગરમ તેલ માં મીડિયમ આંચ પર ગુલાબી રંગ ના ક્રિસ્પી તળી લો, તૈયાર છે કેળા ના ફરારી સમોસા …

નોંધ-

સ્વાદિષ્ટ,પોષ્ટિક, સમોસા ફરારી લીલી ચટની,અને ફરારી ખજૂર આમોલિયા ની ચટની સાથે સર્વ કરો.
જો ઊપવાસ માં તેલ નો ઉપયોગ ના કરતા હોય તો મોણ અને તળવા માટે ઘી લઇ શકાય..

સરોજ શાહ (આણંદ)

સ્પાઇસી બોમ્બ (Spicy Bomb)

સામગ્રી-

કોથમીર 1 કપ
ફૂદીનો 50 ગ્રામ
લીલાં મરચાં 1 ટે.સ્પૂન
મીઠું સ્વાદ અનુસાર
ખાંડ 1/2 ટે.સ્પૂન
લીંબૂનો રસ 1/2 ટે.સ્પૂન
સીંગદાણા 2 ટે.સ્પૂન
પાણી જરૂર મૂજબ
લાલ મરચું 3 થી 4 ટે.સ્પૂન
બાફેલા બટાકા 10 થી 12 નંગ
શીંગડોના લોટ 150 ગ્રામ
મીઠું સ્વાદ અનુસાર
સોડા ચપટી

રીત.

સૌ પ્રથમ મિકસી { કોથમીર ફુદીનો, લીલા મરચાં, મીઠું, ખાંડ, લીંબુનો રસ, સીંગદાણા અને પાણી ઉમેરી ક્રશ કરી ગ્રીન ચટણી ને બાઉલમાં લઇ લો.
હવે લાલ મરચું માં પાણી ઉમેરી મિકસ કરી લો.
પછી બાફેલા બટાકાને સ્કૂપ કરી લો. ત્યારબાદ વચ્ચે લાલ મરચું ભરી લો.
હવે શીંગોડાનો લોટ માં સોડા , મીઠું અને પાણી ઉમેરી બેટર બનાવી લો.
પછી સ્ટફડ કરેલા બટાકાને બેટરમાં ડીપ કરી ગરમ તેલમાં ડીપફ્રાય કરી લો. અને પ્લેટમાં લઇ લો.
તયારબાદ સર્વિગ લઇ ઉપરથી ગ્રીન ચટણી ઉમેરી સર્વ કરો, તો તૈયાર છે. સ્પાઇસી બોમ્બ

ફરાળી ચકરી (Farali Chakari)

સામગ્રી-

રાજગરાનો લોટ 1 કપ
સામાનો લોટ 1 કપ
શીંગોડાનો લોટ 1 કપ
આદું મરચાંની પેસ્ટ 1 1/2 ટે.સ્પૂન
જીરું 1 ટે.સ્પૂન
તલ 1 ટે.સ્પૂન
સોડા ચપટી
મીઠું સ્વાદ અનુસાર
કાચા કેળાનો માવો 2 ટે.સ્પૂન

રીત-

સૌ પ્રથમ એક બાઉલમાં રાજગરાનો લોટ, સામા નો લોટ, શીંગોડાનો લોટ,આદું મરચાંની પેસ્ટ, જીરું, તલ,સોડા,મીઠું અને કાચા કેળાનો માવો
ઉમેરી મિકસ કરી લો.
પછી જરૂર મુજબ પાણી ઉમેરી લો.
ત્યારબાદ ડો ને સંચામા ભરી લો અને પ્લેટમાં ચકરી બનાવી લો.
હવે ચકરી ને ગરમ તેલમાં ડીપફ્રાય કરી લો. અને પ્લેટમાં લઇ સર્વ કરો તો તૈયાર છે. ફરાળી ચકરી

વેફર ડ્રાયફૂટ ચાટ (Wafer Dry fruit Chat)

સામગ્રી-

બટેકાનો ચેવડો 4 ટે.સ્પૂન
ફ્રેશ મિકસ ફ્રૂટ 3 ટી.સ્પૂન
શકરીયાનો ચેવડો 3 ટે.સ્પૂન
ગળી ચટણી 1 ટે.સ્પૂન
ગ્રીન ચટણી 1 ટે.સ્પૂન
દહીં 1 ટે.સ્પૂન
ચાટ મસાલો જરૂર મૂજબ
બટાકાની વેફર જરૂર મૂજબ
બાફેલા શ[રીયા જરૂર મૂજબ
ચાટ મસાલો જરૂર મૂજબ
ગ્રીન ચટણી 1 ટે.સ્પૂન
દહીં 1 ટે.સ્પૂન
કેળાની વેફર જરૂર મૂજબ
બાફેલા બટાકા 2 ટે.સ્પૂન
ગળી ચટણી 1 ટે.સ્પૂન
ગ્રીન ચટણી 1 ટે.સ્પૂન
દહીં 1 ટે.સ્પૂન
ડ્રાયફ્રૂટ 1 ટે.સ્પૂન

રીત.

સૌ પ્રથમ પ્લેટમાં બટાકાનો ચેવડો નું લેયર કરી લો.
પછી ઉપર ફ્રેશ મિકસ ફ્રૂટ, શ[રીયાનો ચેવડો, ગળી ચટણી, ગ્રીન ચટણી,
દહીં અને ચાટ મસાલો ઉમેરો.
પછી ફરીથી ફ્રેશ મિકસ ફ્રૂટ,બટાકાની વેફર, બાફેલા શ[રીયા, ચાટ મસાલો,
ગળી ચટણી , ગ્રીન ચટણી અને દહીં ઉમેરો.
ત્યારબાદ ચાટ મસાલો, કેળાની વેફર, બાફેલા બટાકા, ગળી ચટણી,
ગ્રીન઼ચટણી, દહીં, ચેવડો,કોથમીર અને ડ્રાયફ્રૂટ ઉમેરી સર્વ કરો.
તો તૈયાર છે. વેફર ડ્રાયફૂટ ચાટ

સાભાર – નોખી અનોખી રસોઈ

ફરાળી બટેકા વડા (Faradi bateka vada)

સામગ્રી :

બાફેલા બટેકા નો માવો
આદુ-મરચાં ની પેસ્ટ
જીરૂ
તલ
સિંધવ મીઠુ
લીંબુ નો રસ
કોથમીર
ખાંડ (Optional)
તજ પાવડર
વઘાર કરવા માટે:
તેલ
જીરૂ
સમારેલો મીઠો લીમડો
ખીરુ બનવવા ~ આરા લોટ
સિંધવ મીઠુ

રીત :

• બાફેલા બટેકા નાં માવા માં સામગ્રી મૂજબ બધો મસાલો મિક્સ કરો અને વઘાર ની સામગ્રી મૂજબ વઘાર કરી બધું મિક્સ કરી બોલ્સ બનાવી લો.
• આરા લોટ માં મીઠુ અને પાણી રેડી પતલું ખીરુ બનાવો. બટેકા વડા ખીરા માં ડીપ કરી ગરમ તેલ માં તળી લો.
નોંધ :
•ખીરુ એકદમ પતલું રાખવું, નહિં તો લોટ
નીચે બેસી જશે.
• વડા ક્રિસ્પી બનશે. વધારે ક્રિસ્પી કરવા હોય તો પહેલાં બધાં બટેકા વડા કોરા આરા લોટ માં રગદોળી પછી ખીરા માં ડીપ કરી ફ્રાય કરો.

નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

મિત્રો શેર કરો આ યમી રેસીપી તમારી બહેનપણીઓ સાથે, તમે પણ ખાવ અને બધાને ખવડાવો..

ટીપ્પણી