નવી શરૂઆત – જીવનમાં દિવાળી કરવા..દરેક દિવસ દિવાળી જ છે….!

પ્રભાત કોર્યુ. પંખીના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠયુ. નીલમ બહેને નાહી ધોઇ નવા કપડાં પહેરી પુજાની તૈયારી કરવા લાગ્યા. વિકાસભાઇ હજુ હિંચકા પર વિચાર મગ્ન બેઠા હતા. તેની પાસે બેસીને નીલમબહેન બોલ્યા, “એ જી, હેપ્પી દિવાલી.” નિલમબેને વિકાસભાઇને વીશ કર્યુ પણ જાણે તે કોઇ ઉંડા વિચારમાં ધ્યાનમગ્ન બેસી ગયા હોય તેવુ નિલમબેનને થયુ. “શુ થયુ છે? આજે તહેવારના દિવસે આમ ઉદાસ કેમ બેઠા છો? આજે દિવાળીનો તહેવાર છે. લક્ષ્મીપુજા નથી કરવી?”

“હમ્મમમ હેપ્પી દિવાલી ટુ યુ. નિલમ હું ઉદાસ નથી બેઠો. આજે મારી આઁખ ઉઘડી છે. સત્યનો એહસાસ થતા હું તેના પર ચિંતન કરી રહ્યો હતો.” “હું કાંઇ સમજી નહી. શું કહેવા માંગો છો તમે? જરા વિસ્તારથી સમજાવો મને.”

“નિલમ જીવનના આટલા વર્ષોમાં દર વર્ષે આપણા ઘરમાં લક્ષ્મીપુજા થતી આવે છે, સાચુ કહુ તો આટલા વર્ષો બસ આપણે મનને મનાવવા ખાતર જ લક્ષ્મીજીની પુજા કરી છે. પુજાનો સાચો અર્થ ભુલી કાગળની પુજા પાછળ જીવન વેડફી નાખ્યુ તે આજે મને સમજાયુ. તિજોરીમાં છલકાતા કાગળના થપ્પા, ધંધાની બરકત, સમજુ પરિવાર છતાંય સદા મને કાંઇક ખુટતુ હોય તેવુ મને લાગતુ હતુ. પરમકૃપાળુ પરમાત્માએએ ઘણીવાર મને સાદ આપ્યો, પરંતુ ન જાણે કેમ મારા કાન મે સદાય બંધ જ રાખ્યા?

પરમ દિવસે બા ને જ્યારે દવાખાને એડમિટ કર્યા ત્યારે દવાખાનામાં લોકોના દુ:ખ, દર્દ જોઇ અંતરમાં સળવળાટ થઇ ઉઠયો. વર્ષો પછી મંદિરે ગયો બા માટે પ્રાર્થના કરવા ત્યારે ત્યાં બહાર બેઠેલા ભુખ્યા લોકોને જોઇ મનમાં ઝળઝળાટ થઇ ગયો. નાના ભુલકાઓ કે જેમને રમવા અને ભણવાની ઉંમર છે તેવા સાક્ષાત ઇશ્વર સમાન બાળકો અર્ધખુલ્લા શરિરે ભીખ માંગી રહ્યા હતા. આ બધુ જોઇ મને સત્યનો રસ્તો દેખાવા લાગ્યો. પરિવારની શાંતિ, ખોટા સુખ પાછળ કાગળને જ સર્વસ્વ માનીને હુ ખોટા રસ્તે દોડી રહ્યો હતો પરંતુ આજે મને બધુ સાચુ સમજાઇ ગયુ છે.

હવે નવા વર્ષની નવી પરોઢે હુ નવી શરૂઆત કરવા માંગુ છુ. મારા સર્જનકર્તા પરમપિતાએ મને સોંપેલી ફરજ નિષ્ઠાપુર્વક નિભાવવા માટે તૈયાર થઇ ગયો છુ. મારી અર્ધાગિની કદાચ આ રસ્તે ચાલતા તમને બધાને વસ્તુકિય કે પૈસાનુ ઓછુ સુખ આપી શકીશ. પરંતુ પરિવાર નામે પુણ્યનુ ભાથુ જરૂર આપીશ.

આજથી નહી પણ અત્યારથી જ હવે હુ રોજ કોઇક કમભાગી, દુ:ખીના જીવનમાં દિવાળીનો ઝળહળાટ પ્રકટાવીશ. મારી ધંધાની અને જીવનની દોડમાંથી થોડો સમય બીજા માટે આપીશ. શ્વાસના ધમણથી ચાલતા આ મશીનથી કોઇકના જીવનનો દીવો પ્રકટાવીશ. નીલમ મારા કર્તવ્યમાં તુ મારો સાથ આપીશ ને.”

“વિકાસ, તમારા વિચારો ને સતસત વંદન આજે તમે મારી પણ આઁખ ઉઘાડી નાખી. હુ પણ તમારા આ સત્ય સંકલ્પમાં તમને જરૂર સાથ આપીશ.”

લેખક: ભાવિષા આર. ગોકાણી

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી