આજનો દિવસ :- આજે જાણો સાહિત્ય કાર “નટવરલાલ પંડયા ‘ઉશનસ્ ‘ !!!

? આજનો દિવસ :-

નટવરલાલ પંડયા ‘ઉશનસ્ ‘

? જન્મ :-
૨૮ સપ્ટેમ્બર ૧૯૨૦
સાવલી, વડોદરા, ગુજરાત, ભારત

? મૃત્યુ :-
૬ નવેમ્બર ૨૦૧૧ (૯૧ વયે)
વલસાડ, ગુજરાત

? તખલ્લુસ :-
ઉશનસ્

? પ્રથમ કાવ્ય સંગ્રહ
પ્રસૂન ( ૧૯૫૫ )

? નોંધનીય કાર્ય :-
તૃણનો ગ્રહ (૧૯૬૪)
અશ્વત્થ (૧૯૭૫)

? નાટકો :-
પંતુજી, દોશીની વહુ અને તૃણનો ગ્રહ

? વાર્તા અને કવિતા સંપાદનો
વાલાવી, બા આવી અને સદમાતાનો ખાંચો

? પ્રવાસ :-
પશ્ચિમી દેશોનો પ્રવાસ

? વિવેચનો :-
બે અધ્યયનો, રૂપ અને રસ, મૂલ્યાંકનો

? મુખ્ય પુરસ્કારો :-
નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૬૩)
રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૭૨)
સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૬)

? સન્માન :-
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઉશનસ્ પુરસ્કાર દર બે વર્ષે કવિઓને અપાય છે.

? સંક્ષિપ્ત :-
તેમનો જન્મ વડોદરા નજીક આવેલા સાવલી ગામમાં ૨૮ ડિસેમ્બર ૧૯૨૦ના રોજ થયો હતો. તેમનું શિક્ષણ મહેસાણા, સિદ્ધપુર, સાવલી અને ડભોઇમાં થયું. તેમણે ૧૯૪૨માં સંસ્કૃતમાં બી.એ. અને ૧૯૪૫માં એમ.એ.ની પદવીઓ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી મેળવી.તેમણે રોઝરી હાઇસ્કૂલ અને ગરડા કોલેજ, નવસારી તેમજ જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજ, વલસાડમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. તેમણે ૧૯૭૯માં ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ તરીકે સેવા આપી. ૧૯૯૧ થી ૧૯૯૩ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.

તેમનું અવસાન ૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ વલસાડ, ગુજરાતમાં થયું.

? અમર કાવ્યો :-

? ધન્ય ભાગ્ય

બાઇ રે, તારાં ભાગ્ય મહા બળવાન;
અમ્રતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે કહાન ! – બાઇ રે ૦
ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ; આતો માગે દાણ. – બાઇ રે ૦

કંઇક બીજી જો મહિયારીની કોઇ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોત, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન. – બાઇ રે ૦

ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઇ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈ ન બચાવવું બાઇ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ ! – બાઇ રે ૦

– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા

? જતાં પૂર્વે

જતાં પહેલાં મળી લેવું છે ફરી સૌને એકવાર,
એકવાર ફરી મળી લેવું છે જૈ સામેથી ધરાર,
એકવાર કડકડતી ઠંડી રાતમહીં અંધારી
ધડધડ મેં કીધ બંધ બારણું, ધડાક વાસી બારી;
અંદર લઇ લેવાં છે સૌને, રહી ગયાં જે બ્હાર, જતાં …
તે તે ઘર સામેથી જઇને બોલવું છે બોલાવી.
ખોલી મૂકવું છે હૈયું મુજ, એમનું યે ખોલાવી;
ક્ષમા કૈંકની માગવી છે ને, માગવો છે આભાર, જતાં …
વણચાહ્યાંને એકવાર ફરી ગણીગણી લેવાં ચાહી,
સાથ રહ્યાંને હાથથી ખેંચી લેવા બાથની માંહી.
ઓછા પ્રેમનો હું અપરાધી, હાય રે કેવું આળ, જતાં …
વિદાયપળ ઢૂકડી, તો બ મણો ડૂમો કિય અબોલ,
વિદાય સૌને હે પાસેના ભૂગોળ ! દૂર ખગોળ !
વેગળું જતું તે થતું વધુ વ્હાલું, સાદ કરું “હે યાર !” જતાં …

– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા

? નેતિનેતિ

આ આવું છે, ને આટલું, એવું નહીં નહીં
બાકી રહે છે કેટલું, બીજું કંઇ કંઇ !

માણસમાં મૂક્યું મન; અરે, એ તો કમાલ છે:
મન ન માટી-માટલું, બીજું કંઇ કંઇ !

જોયા કરે શું શૂન્યની સામે ટગરટગર ?
ના પ્રશ્ર્નનું એ પોટલું, બીજું કંઇ કંઇ !

બ્રહ્માંડ જેવું અન્ય અંડ સેવી એ શકે,
સંઘરે આ કોચલું, બીજું કંઇ કંઇ !

દર્શન થશે તનેય તુંમાં એ અખિલનું,
તું માત્ર નથી ચાટલું, બીજું કંઇ કંઇ !

જરીક ચિત્ત-પાર જૈ તું, તે તરાજુ તોલ,
અહંનું મૂકી કાટલું, બીજું કંઇ કંઇ !

ઉશનસ્ ! તને જો આંખ, તો પર્દાની પાર જો,
દાખે એ વસ્ત્ર ફાટલું, બીજું કંઇ કંઇ !

– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા

? તને ઘડતાં, હું જ ઊઘડયો

(શિખરિણી)

શક્યો ક્યારે પૂરેપૂરો નિરખી હું તને સંમુખ ? કહે ;
ક્વચિત અર્ધીપર્ધી અલપઝલપે ઝાંખી કરી, તે ;
વધુ તો કલ્પી છે મનહિમન, જે જલ્પ કરી મેં
ગિરા કાલીઘેલી મહીં લીધ, વિમુખ હે !
તને વાણી પ્હોંચી પૂરણ ન શકે, ના મન શકે ;
તથાપિ-ગંડુનીધૂન-શબદનું ટાંકણું તીણું
કરી કંડારી છે, નકશી કરી છે, કોતરી ઝીણું ;
રહ્યો સંમાર્જી હું જીવનભર સ્થાપત્ય-ફલકે ;

હવે આયુષ્યાંતે પૃથુ કરી પથારો શબદનો
તને સંબોધેલાં સકલ ગીતનો, છંદ લયનો;
ચહેરો તારો ત્યાં અપરૂપ ઢૂંઢું નિર્વિષયનો ;
અને પામું છું તો ખુદ મુજ, અને તે દરદનો !
તું તો ક્યાંથી આવે શબદ મહીં હે શબ્દ-અતીતે ?
ઊઠયો ચ્હેરો તે તો નવાઈ ખુદ મારો જ !
તુજ ભણી ગવાયાં મુજ ગીતે !

– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા

? તારે લીધે જ

(વસંતતિલકા – સૉનેટ)

તારે લીધે જ, તવ પ્રીત વડે જ હે પ્રિય !
આ અક્ષરો અઢી જ માત્ર થકી શકયો જઇ
ભાષાતણા જટિલ ઉચ્છલ સંકુલો મહીં !
તેનીય પાર લયની રવમાં અતીન્દ્રિય !

જન્માંતરોની લખ સીમ મને લઘુ પડી
તારે લીધે જ ; પરિપૂરણ પામવા તને
મેં શાશ્વતીની કરી માગણી ભાગ્યશ્રી કને ;
કાલાવધિ, કૃષ્ણકાળકથા મને નડી,

તારે લીધે જ પૃથિવી ખીણ આ હરીભરી,
તુંથી ઝરાચરણની રનકંત ઘૂઘરી,
તારે લીધે જ કુસુમોખચી ફુલ્લ વલ્લરી ,
તારે લીધે જ ગઇ ભૂમી ભુમાશી વિસ્તરી !

તારે લીધે જ સમજ્યો કંઇ હું વસંતને,
તારી પ્રીતે જ પ્રિય ! હું અડક્યો અનંતને !

– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા

? એક વૃક્ષનું હોવું એટલે શું?

કેમ્પસ ઉપર કોઈ વૃક્ષનું હોવું
એટલે તો સ્વયંસંપૂર્ણ
એક શિક્ષણ સંસ્થાનું ઊગી નીકળવું,
તેની હેઠળ કે સામે
ઘડીભર ઊભા રહેવું,
એટલે તો હંમેશ માટે કોઈ
લીલાછમ શિક્ષણે સુશિક્ષિત થવું:
નિઃશબ્દ વિશાળ શાંતિનું સત્ર
એ માત્ર શિક્ષણનું કરણ જ નથી :
સ્વયં એક દીક્ષા છે.

– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા

? વળાવી બા આવી

“રજાઓ દિવાળી તણી થઇ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઇ શાંતિ પ્રથમની,
વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નિજનાં
જવાનાં સૌ કાલે તો , જનકજનની ને ઘર તણાં
સદાનાં ગંગામા-સ્વરૂપ ઘરડાં ફોઇ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઇ ગયાં;

સવારે ભાભીનું ભર્યું ઘર લઇ ભાઇ ઉપડ્યા,
ગઇ અર્ધી વસ્તી, ઘર થઇ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઇ અવર ઊપડ્યા લેઇ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિય-વચન-મંદ-સ્મિત-વતી;
વળાવી બા આવી નિજ સકળ સંતાન ક્રમશઃ
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.”

– ‘ઉશનસ્’ નટવરલાલ કુબેરભાઇ પંડ્યા

? લેખન અને સંકલન :-
— Vasim Landa ☺️
The-Dust Of-Heaven ✍️

ટીપ્પણી