જો તમે નોકરી શોધતા હો તો સરકારનું આ પોર્ટલ કરશે મદદ, અત્યાર સુધીમાં 7 લાખ લોકોને મળી છે જોબ

જો તમે બેરોજગાર હો કે નોકરી ઇચ્છતા હો તો તમે અનેક પ્રાઇવેટ વેબસાઇટ પર જોબ માટે રજિસ્ટ્રેશન કરાવો છો. તેની સામે કેટલીક વેબસાઇટ ફી પણ વસૂલ કરતી હોય છે.
આમ છતાં તમને સારી નોકરી મળી શકતી નથી. પરંતુ હવે કેન્દ્ર સરકારે એક એવી પોર્ટલ બનાવી છે કે જેમાં તમે રજિસ્ટ્રેશન કરાવીને સારી નોકરી હાંસલ કરી શકો છો. તેનું એક મોટું કારણ એ પણ છે કે આ પોર્ટલ પર એમ્પ્લોયર્સ પણ રજિસ્ટર્ડ છે અને પોતાની જરૂરીયાતો આ પોર્ટલ પર અપલોડ કરે છે. તેને જોઇને તમે તમારી પસંદીગી પ્રમાણેની નોકરી માટે એપ્લાય કરી શકો છો.
આ પોર્ટલનું નામ નેશનલ કેરિયર સર્વિસ (NCS) રાખવામાં આવ્યું છે. અમે અહીં જણાવી રહ્યા છીએ કે તમે આ પોર્ટલ સાથે કેવી રીતે જોડાઇ શકો છો અને તેમાં રજિસ્ટ્રેશન કરવાથી તમને  શું ફાયદા થશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં આ પોર્ટલથી લગભગ 7 લાખ જોબ્સની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
શું છે નેશનલ કેરિયર સર્વિસ (NCS)… ?
મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નશનલ જોબ પોર્ટલ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં નોકરી ઇચ્છતા અને નોકરી આપનાર બંને પોતાની રીક્વાયર્મેન્ટ અપલોડ કરે છે. આ પોર્ટલ પર સરકારી અને ખાનગી એમ બંને પ્રકારની વેકન્સીની માહિતી મળે છે. તે ઉપરાંત સ્કીલ પ્રોવાઇડર, કાઉન્સેલર, પ્લેસમેન્ટ એજન્સી અને સરકારી વિભાગો પણ તેમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
શું છે આવશ્યકતા… ?
આ પોર્ટલ પર દરેક વ્યક્તિ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તેની ઉંમર 14 વર્ષથી ઉપર હોવી જોઇએ. રજિસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિ ભણેલો હોવો જરૂરી નથી. અભણ પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
આઇડી જરૂરી…
આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારી પાતે યુનિક આઇડી હોવું જરૂરી છે. તેમાં આધાર નંબર, પાન નંબર, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર કાર્ડ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં કોઇ પણ આઇડીથી રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.
કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન…
તમે www.ncs.gov.in પોર્ટલ પર તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. સાઇન અપ ક્લિક કરીને તમારે તમારી ડીટેલ ભરવી પડશે. તે પછી તમારા ફોન નંબર પર વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) આવશે, જેને ફીડ કરતા તમારું રજિસ્ટ્રેશન થશે.
કેવી રીતે મળશે નોકરી…
એકવાર તમે રજિસ્ટર્ડ થઇ જશો તો તમારી સામે સર્ચનું ઓપ્શન આવશે. તમે તમારી યોગ્યતા પ્રમાણે આ પોર્ટલ પર અપલોડ વેકન્સી જોઇ શકશો. પોર્ટલમાં લિસ્ટેડ જોબમાં જ એપ્લાયનો ઓપ્શન આવશે, જેમાં ક્વિક કરીને ઓનલાઇન એપ્લાય થઇ શકશે.
આ રીતે મળશે સૂચના…
એકવાર રજિસ્ટ્રેશન થઇ ગયા પછી જો સર્ચમાં તમને કોઇ નોકરી નથી મળતી અને તમે ઓફ લાઇન થઇ જાવ છો તો પણ તમારા બાયોડેટા પ્રમાણે કોઇ વેકન્સી અપલોડ થશે તો નોટિફિકેશન,  ઇમેલ, એસએમએમ મારફત તમારી પાસે સૂચના આવી જશે.
તમારી આસપાસમાં કોઈ નોકરી શોધતુ હોય તો તેવા વ્યક્તિઓ સાથે આ ઉપયોગી માહીતી શેર કરો.
લેખન. સંકલન : પ્રતિક એચ. જાની
જોબ કે પછી કારકિર્દીને લગતી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block