Vastu tips – ઘરની ચાર દિશા અને આ ચાર તસવીર બદલી શકે છે તમારું ભાગ્ય…

વાસ્તુશાસ્ત્રમાં દિશાની સાથેસાથે ઘરમાં રાખેલી વસ્તુઓને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ વસ્તુઓમાં ઘરની સાજ-સજાવટના સામાન ઉપરાંત ઘરમાં રાખેલી પેન્ટીંગ્સ, ફોટાનો પણ સમાવેશ થાય છે. ભગવાનના ફોટાનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. પરંતુ તેને કઈ દિશામાં રાખવો તે જાણવું પણ જરૂરી બની જાય છે. કારણ કે કેટલીક તસવીરો એવી હોય છે જેને યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો તે નકારાત્મક પ્રભાવ પાડતી થઈ જાય છે અને જો તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો વ્યક્તિના ચડતીના દિવસો શરૂ થઈ જાય છે.

ઉત્તર દિશાઉત્તર દિશા આર્થિક સમૃદ્ધિ અને ધનની આવક વધારનારી છે. આ દિશાને અતિશુભ માનવામાં આવે છે. ધન સંબંધિત કોઈપણ કાર્ય હોય તો તેને આ દિશાથી શરૂ કરવું જોઈએ. આ દિશા ધનના દેવતા કુબેરની દિશા કહેવાય છે તેથી ઘરની આ દિશામાં ભગવાન કુબેરની તસવીર રાખવાથી લાભ થાય છે. આમ કરવાથી દિશામાં ધનના દેવતા કુબેરનો વાસ થાય છે. જેમના પ્રતાપે ઘરની આર્થિક સ્થિતી સુધરે છે.

ઉત્તર-પૂર્વ દિશાઉત્તર-પૂર્વ દિશા પણ અતિશુભ છે. જો ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય વારંવાર ખરાબ થતું હોય, આવકનો મોટો ભાગ દવાઓ પર ખર્ચાતો હોય તો ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ભગવાન ધનવંતરીની તસવીર લગાવવી. આ તસવીર એવી હોવી જોઈએ જેના હાથમાં અમૃત કળશ હોય. આ ઉપરાંત ધનવંતરીની તસવીર પાસે ચાંદીના પાત્રમાં પાણી ભરીને પણ રાખી દેવું. રોજ આ પાણી બીમારી રહેતી વ્યક્તિને પીવડાવવું. રોગ દૂર થશે.

પૂર્વ દિશાપૂર્વ દિશા ભગવાન સૂર્યની દિશા છે. જો પ્રગતિના માર્ગમાં અનેક પ્રકારની બાધા નડતરરૂપ બનતી હોય, પરીવારમાં તેમજ સમાજમાં માન-સન્માન ન મળતું હોય તો ભગવાન સૂર્યને પ્રસન્ન કરવાના ઉપાય શરૂ કરી દેવા જોઈએ. તેના માટે સૂર્ય પૂજા કરવા ઉપરાંત ઘરની પૂર્વ દિશાની દિવાલ પર ઉગતા સૂરજની તસવીર લગાવવી. આ કામ કર્યા પછી તમે અનુભવશો કે તમારી સ્થિતીમાં સુધારો થવા લાગશે.

દક્ષિણ દિશાદક્ષિણ દિશા હનુમાનજીની દિશા છે. જે વ્યક્તિના જીવનમાં ધનની ખામી રહેતી હોય, નોકરી કે વેપારમાં લાભ થવાને બદલે નુકસાન થતું હોય તો દક્ષિણ દિશામાં ભગવાન હનુમાનજીની એવી તસવીર લગાવો જેમાં તે પર્વતને હાથમાં લઈ હવામાં ઉડતાં હોય. તમારા જીવનમાં આવતી સમસ્યાઓ એક પછી એક દૂર થવા લાગશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી