જાણો શા માટે PM ના બોડીગાર્ડ સાથે લઈને ચાલે છે એક બ્રીફકૅસ !! – જાણીને રહી જશો દંગ…

મિત્રો, તમે સૌ જાણી ને રહી જશો દંગ, આ માટે બ્રીફકૅસ સાથે લઈને ચાલે છે પ્રધાનમંત્રીના બોડીગાર્ડ..!

પ્રધાનમંત્રીની સુરક્ષામા લાગેલા કમાન્ડોને તો તમે જોયા જ હશે, આ કમાન્ડો સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપ નામની સંસ્થાના હોય છે. સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપ (SPG) નામની એજેંસીને પ્રધાનમંત્રીની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવે છે. આ સંસ્થા ફક્ત વર્તમાન પ્રધાનમંત્રીની જ સુરક્ષા નથી કરતી પરંતુ એમના પરિવાર અને પૂર્વ પ્રધાનમંત્રીની સુરક્ષા પણ કરે છે.

પ્રધાનમંત્રીની સાથે SPG અને એક કાઉન્ટર એટેક ટીમ (કેટ) પણ હોય છે, જે સુરક્ષાના અલગ અલગ ઉપાયો જાણતી હોય છે. આ કમાન્ડોની એક ખાસ પ્રકારની ટ્રેનિંગ હોય છે જેમાં એમને સંકટ સમયે પ્રધાનમંત્રીને ગમે તે રીતે સુરક્ષિત રાખવા માટે તૈયાર કરવામા આવે છે.

પ્રધાનમંત્રીની નજીક જે બોડીગાર્ડ બ્રીફકૅસ પકડીને ચાલે છે, હકીકતમા તે સુરક્ષા નો એક બહુ મહત્વપૂર્ણ હથિયાર હોય છે. ખરી રીતે આ બ્રીફકૅસ એક ન્યુક્લીઅર બટન હોય છે. જેને પ્રધાનમંત્રીથી બસ થોડા અંતર દૂર રાખવામાં આવે છે. જો પ્રધાનમંત્રીની આસ પાસ કોઈ સંદિગ્ધ ઘટના બને તો તરત બ્રીફકૅસ ખુલી જાય છે…

પોર્ટેબલ ફોલ્ડઆઉટ બૈલિસ્ટિક શીલ્ડ :

હકીકતમા આ એક પોર્ટેબલ ફોલ્ડઆઉટ બૈલિસ્ટિક શીલ્ડ હોય છે, (જેવુ તમે ફોટો મા જોઈ રહ્યા છો ) જે એનઆઈજી લેવલ – ૩ ની સુરક્ષા પ્રદાન કરે છે. જોવામા આ ખુબ પાતળી હોય છે. જો સેક્યુરીટી ગાર્ડ્સને કોઈ પણ જાતનો ખતરો જણાય તો એમને એક બટન દબાવવુ પડે છે અને આ શીલ્ડ નીચેની તરફ ખુલી જાય છે જે એક પ્રકારે એક ઢાલનુ કામ કરે છે. બટન દબાવતાની સાથે જ બ્રીફકૅસ એક શીલ્ડની જેમ પૂર્ણ રીતે ખુલી જાય છે જે શરીરને કવર કરવા માટે કામ આવે છે.

આ બ્રીફકૅસની અંદર એક નાની જગ્યા પણ હોય છે એમા એક ગન હોય છે.

જયારે પણ પ્રધાનમંત્રીની આસપાસ કોઈ સંદિગ્ધ ઘટના ઘટે છે તો આ સ્પેશ્યલ ગાર્ડ બ્રીફકૅસ ને નીચેની તરફ ઝાટકો આપે છે અને આ બ્રીફકૅસ એક શીલ્ડની જેમ ખુલી જાય છે.

જુઓ આમ કામ કરે છે બ્રીફકૅસ..!

તમને બતાવી દઈએ કે પીએમની સેક્યુરીટીમા કેટલાય નુસખા વાપરવામા આવે છે જેના વિષે અનુમાન લગાવવાનુ ખુબ મુશ્કેલ છે. કમાન્ડો બહુ સ્ટ્રિક્ટ ટ્રેનિંગ માંથી પસાર થાય છે એવામા બ્રીફકૅસની તમને જાણકારી થી એમને કોઈ ફરક પડતો નથી. કેમકે આ ટેકનીક વિદેશોમા પણ વાપરવામાં આવે છે એટલે કે આ કોઈ ખુફિયા જાણકારી નથી.
દુનિયાના સૌથી ખતરનાક કમાન્ડો કરે છે મોદીની સુરક્ષા..

નરેંદ્ર મોદી એક એવુ નામ છે જે આખી દુનિયા જાણે છે, ભારતમા તો દરેક બાળક એમના વિષે જાણે છે. નરેંદ્ર મોદીએ આખા ભારતનુ નામ દુનિયામા રોશન કર્યું છે અને દરેક ભારતીયનુ માથું ગર્વથી ઉંચુ કર્યું છે. ભારતીય પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સૌથી ખાસ વાત એ છે કે એમના બોલવાની લઢણ સૌથી અલગ છે અને એ પોતાની વાતોથી બધાનુ દિલ જીતી લે છે. મોદી જે કહે છે તે કરે પણ છે, અને એમને આ વખતે તો બધા વિપક્ષિઓની બોલતી બંધ કરી રાખી છે.

હવે સવાલ એ છે કે આવા વ્યક્તિની સુરક્ષા કેવી રીતે થાય છે અને કોણ કરેછે એમની સુરક્ષા. મોદીની જાનને આતંકવાદીઓની સાથે સાથે દેશમા જ ઉછરી રહેલી કોઈ દેશ વિરોધી તાકાતોથી પણ ખતરો છે. મોદીની રક્ષા કોઈ સામાન્ય પોલીસ કે સેક્યુરીટી નથી કરતી પણ સ્પેશ્યલ કમાન્ડો કરે છે. જી હા જેટલી દુનિયાભર મા મોદીની ચર્ચા છે એટલા જ ખાસ મોદીની સુરક્ષા મા લાગેલ કમાન્ડો પણ છે. હવે તમે આ કમાન્ડોની ખાસિયત જાણશો તો તમને પણ વિશ્વાસ નહિ આવે, એમના ડ્રેસથી લઈને એમના હથિયારો વિષે આજે અમે તમને એવી વાતો બતાવાના છીએ કે તમે પણ કહેશો વાહ ! મોદી જી વાહ…!

જાણો મોદીની સુરક્ષામા તૈનાત કમાન્ડો પાસે કાયા ખાસ હથિયાર હોય છે અને..!

સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપના હોય છે આ કમાન્ડો..!

ભારતના પ્રધાનમંત્રી કેટલા સ્પેશ્યલ છે એ બધા જાણે છે અને એવામા એમની સુરક્ષાનુ મહત્વ પણ બધા જાણે છે. એમને ઘણી વાર જાહેરમા વિરોધીઓને ચુનૌતી આપી છે અને એવા એલાન કાર્ય છે કે લોકો જોતા રહી જાય છે. ભારતના પ્રધાનમંત્રીના આ કમાન્ડો બહુ ખતરનાક હોય છે. આજે અપને આ પોસ્ટમા આ કમાન્ડો વિષે જ કહેવાના છીએ.

સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપ એટલેકે SPG થી જોડાયેલા કમાન્ડો મોદીની સુરક્ષા કરે છે. આ કમાન્ડોને એવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે એ પોતાની જાન આપીને પણ પ્રધાનમંત્રીની જાન બચાવે છે.

જુઓ આ ખાસ કમાન્ડોની પાસે શું શું હોય છે અને કેવી રીતે કરે છે પીએમની સુરક્ષા..!

આધુનિક હથિયાર – FN F2000 એસોલ્ટ રાયફલ અને ઑટોમૅટિક ગન તથા સ્પેશ્યલ ચશ્માની સાથે આ કમાન્ડો હંમેશા તૈયાર રહે છે અને એકદમ સ્ફુર્તી સાથે ચારે બાજુ ધ્યાન રાખે છે, સ્પેશ્યલ ચશ્માની મદદથી આ કોઈ પણ ઘટનાને ચોખ્ખી રીતે જોઈ શકે છે.

બુલેટપ્રુફ જેકેટ – આ બધા કમાન્ડો પાસે બુલેટપ્રૂફ જેકેટ હોય છે અને જેવો કોઈ પાર હુમલો થાય છે ત્યારે તેઓ તરત આગળ ઉભી જાય છે જેથી ગોળી એમને વાગે. એમનુ બુલેટપ્રુફ જેકેટ હજારો ગોળીઓ સહન કરી શકે છે.

જૂતા પણ હોય છે સ્પેશ્યલ

આ કમાન્ડોના જૂતા પણ બહુ સ્પેશ્યલ હોય છે અને તેઓ હંમેશા એલ્બોગાર્ડ અને સ્પેશ્યલ જૂતા પહેરે છે. આ જૂતાની ખાસ વાત એ છે કે આ જમીન પર ક્યારેય સરકી જતા નથી. કમાન્ડો જે હાથમોજા પહેરે છે એ પણ બહુ સ્પેશ્યલ હોય છે, જેની મદદથી એ કોઈ પણ હથિયાર આરામથી પકડી શકે છે.

આ કમાન્ડના જેટલા વખાણ કરીએ ઓછા છે, એમને એવી ટ્રેનિંગ આપવામા આવે છે કે તેઓ હથિયાર વગર પણ ૨૦ લોકો સાથે આરામથી લડી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે તેઓ કોઈ પણ હીલચાલ મિસ નથી કરતા એમની નજર નાની થી નાની ઘટના પર હોય છે, એટલું જ નહી તેઓ કેટલાય કલાકો સુધી ડયૂટી કરે છે.

જુઓ મોદીના કાફિલામા શામેલ ગાડિયોની ખાસિયત અને જયારે કાફિલો નિકળે છે તો શું થાય છે..!

મોદીની સેક્યુરીટીમા વપરાતી કાર..!

નરેંદ્ર મોદી બીએમડબ્લ્યુ ૭ સીરીઝની કાર વાપરે છે. BMW ૭ સીરીઝને સૌથી સુરક્ષિત વાહન માનવામાં આવે છે. આ ગાડી બૉમ્બ થી લઇ ને અત્યાધુનિક રાયફલોની ગોળીઓને પણ સહન કરી શકે છે. જો એના પૈડાં પંકચર હોય તોપણ આ માઈલો સુધી ચાલી શકે છે.

પીએમ દ્વારા વાપરવામા આવતી BMW ૭ સીરીઝની ખાસિયતો

સ્ટ્રીટ ક્રાઇમ (કોઈ ધારદાર હથિયાર અથવા ૦.૪૪ કૈલીબારની હેન્ડગન થી થવા વાળો હુમલો), ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ (આખી દુનિયામા સામાન્ય રીતે વાપરવામા આવતી ઑટોમૅટિક હથિયાર જેમકે એકે ૪૭) અને ધમાકા અથવા એવા કોઈ હથિયાર જે બુલેટ પ્રૂફ કવચને ભેદવાની ક્ષમતા રાખતા હોય. આ ગાડીની કીમત લગભત ૧૨ કરોડ છે એમ કહેવાય છે.

પ્રધાનમંત્રી મોદીની જીવનશૈલી વિષે ઘણી વાતો તમે સાંભળી અને વાંચી હશે. પણ પ્રધાનમંત્રી પર લખાયેલી એક બાયોગ્રાફીમા એમની એ વાતો નો ઉલ્લેખ છે જે વિષે બહુ ઓછા લોકો જાણતા હશે જેમકે, પીએમ નો કુર્તો, એમની ઘડિયાળ જે એ લગભગ પહેરતા જ હોય છે.

તો ચાલો જાણીયે પીએમને કઈ ખાસ ચીજ વસ્તુઓનો શોખ છે. એમના વિષે થોડી ખાસ વાતો.

પીએમ મોદીની કાર

ભારતના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ખાસ બીએમડબ્લ્યુ ૭ સીરીઝ ૭૬૦ એલ આઈ સેક્યુરીટી એડિશનમા મુસાફરી કરે છે. પ્રધાનમંત્રી સુપર ફોર્ટિફાઇડ કારના વર્ઝનમા ચાલે છે જે કેટલાય હથિયારો જેમકે હેન્ડગન અને એકે – ૪૭ થી થનારા હુમલાથી બચાવે છે. આ કાર સંપૂર્ણ વીઆર ૭ ગ્રેડ બ્લાસ્ટિક પ્રોટેકશન એન્ડ પાર્ટ્સ થી બની છે. એની કેબીન ગેસ હુમલા દરમિયાન જાતેજ ગેસ ચેમ્બરમા બદલી જાય છે. સાથેજ, એમાં બેકઅપ ઓક્સીજન ટેંક લાગેલી હોય છે. આ સિવાય, આ કારની નીચે માઇન્સ અને બૉમ્બથી બચવા માટે કવચ લાગેલું હોય છે જેમા એડવાન્સ હીટ સેન્સર છે જે બૉમ્બ અને મિસાઈલથી બચાવે છે. આ કાર ની કીમત લગભગ ૧૨ કરોડ રૂપિયા હોવાનુ કહેવાય છે.

નરેંદ્ર મોદીની ખાસ ચીજોની ખાસિયત :

પીએમનો ૧૫ લાખ નો સૂટ

પ્રધાનમંત્રીએ ૧૫ લાખનો સૂટ જયારે પહેર્યો, તો ભારતીય રાજનીતિમા ખળભળાટ મચી ગયો. પીએમએ આ સૂટ ઓબામાના ભારતીય પ્રવાસ પર પહેર્યો હતો. જોકે આ સૂટ પીએમએ જાતે નહોતો સીવડાવ્યો, એમના એક ચાહકે આ ગિફ્ટ આપ્યો હતો. એની ખાસ વાત એ હતી કે સૂટ પર મોદીનુ નામ લખ્યું હતું. થોડા સમય પછી તેને સરકાર દ્વારા નિલામ કરાવી દેવામાં આવ્યો હતો. જેની કીમત લગ્ભટ ૪.૩૧ કરોડ સુધી પહોંચી હતી.
જુઓ કઈ પેન રાખે છે પીએમ મોદી..!

પીએમ જયારે ગુજરાત ના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ મોન્ટ બ્લેન્ક નામની પેન વાપરે છે. પીએમની બાયોગ્રાફીમા દેખાડ્યુ છે કે તેઓને આ પેનથી ખાસ લગાવ છે. મોન્ટ બ્લેન્કની પેન ની કીમત ૧.૩૦ લાખ છે. આ પેનને તેમને ત્યારે પણ વાપરી હતી, જયારે તેઓએ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. કદાચ તમને એ ખબર નહી હોય કે પીએમ મોદી જે પેન નો ઉપયોગ કરે છે, એની કીમત એટલી વધુ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પાસે પણ એ નથી. મોદીની ફેવરિટ પેન ‘મોન્ટબ્લેન્ક ઈન પર્ટિક્યુલર’ છે.

જાણો પીએમ મોદીના કુર્તાની ખાસિયત.. કઈ ખાસ છે પીએમ મોદીનો કુર્તો

જ્યારથી પીએમ મોદીએ રાષ્ટ્રીય રાજનીતિ માં પગ રાખ્યો છે અને પ્રધાનમંત્રી પદ સાંભળ્યું છે, લોકો એમના દ્વારા પહેરવામા આવેલા કુર્તા માટે પાગલ થઇ ગયા છે. પીએમ આ કુર્તાઓ કોઈ ખાસ સ્ટાયલિશ ડીઝાઈનર થી નથી બનાવડાવતા પણ અમદાવાદના એક દરજી પાસેથી સીવડાવે છે. પીએમ ત્યાંથી પોતાના કુર્તાઓ લગભગ ૧૯૮૯ થી સિવડાવી રહ્યા છે.

ઘડિયાળોનો પણ છે શોખ નરેંદ્ર મોદીને ..આ ઘડિયાળો રાખે છે પીએમ મોદી

તમે પીએમના કાંડાને ક્યારેય ખાલી નાઈ જોયો હોય, તેઓ હંમેશા ઘડિયાળ પહેરે છે. એમની પાસે સ્વિસ કંપની મોવાડો ( Movado ) ની ઘડિયાળો છે, જે તેઓ લગભગ પહેરે છે. પીએમને બ્લેક પટ્ટીવાળી ઘડિયાળો ખુબ પસંદ છે. તેની કીમત લગભગ ૬૦ થી ૭૦ હાજર ની વચ્ચે છે.

ફોનનો પણ ખુબ જ શોખ..આ ફોને વાપરે છે પીએમ મોદી

લગભગ પીએમ મોદીને ફોટો લેતા જોવામાં આવે છે, એમને ફોટાઓ લેવાનો ખુબ શોખ છે. એમને ઘણી વાર સેલ્ફી લેતા જોવામાં આવે છે. પીએમ આઈફોન વાપરે છે, સાથે જ ટેક્નોલોજીની રેસમા પોતાને આગળ રાખે છે.

લેખન – સંકલન : ભૂમિ મેહતા

આપ સૌને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટ માં અચૂક પ્રતિભાવ આપજો !!

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block