આ વૃદ્ધનો ઠાઠ જાણી તમે ચકિત થઈ જશો. મોદી પણ તેમના ઓર્ડર માને છે – ચાલો જાણીએ કોણ છે આ નામદાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉભેલો આ દૂબળો-પાતળો વૃદ્ધ દેખાવે ભલે એક સામાન્ય માણસ લાગે, પણ તેમને ઓછા ન આંકશો. તેમનો ઠાઠ એવો છે કે પ્રધાનમંત્રી મોદીથી લઈને મહારાષ્ટ્રના સીએમ પણ તેમના ઓર્ડર માને છે.

આ વડિલનું નામ છે સંભાજી ભિડે ગુરુજી, જે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી આવે છે. પેલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આરોપીની હત્યાકરી તેના શવને બાળી નાખવાના મામલામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા બાદ તાજેતરમાં જ  ઈમલાઈટમાં આવ્યા છે.

જણાવી દઈએ કે ગુરુજીના નામથી ખ્યાતનામ સંભાજી પૂણે યુનિવર્સિટીમાંથી એમએસસી (એટોમિક સાયન્સ)માં ગોલ્ડ મેડાલિસ્ટ છે. આ ઉપરાંત તેઓ જગજાહેર ફર્ગ્યુસન કેલેજમાં ફિઝિક્સના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે.

 

શિવાજી મહારાજને પોતાનો આદર્શ માનનારા ગુરુજીને મહારાષ્ટ્રના લોકોનું ખુબ જ પીઠબળ મળેલું છે. લોકસભાની ચુંટણી દરમિયાન મોદી જ્યારે સાંગલી આવ્યા હતા ત્યારે સુરક્ષા વર્તુળ તોડી ભિડે ગુરુજીને મળ્યા હતા. એટલું જ નહીં, રેલીમાં મોદીએ એટલે સુધી કહ્યું હતું કે, “હું ભિડે ગુરુજીના બેલાવવા પર નથી આવ્યો. પણ તેમનો આદેશ સમજીને સાંગલી આવ્યો છું.”

શિવ પ્રતિષ્ઠાન સંસ્થા ચલાવતા ભિડે ગુરુજીનો મોભો મોદી સુધી જ સિમિત નથી. એક વાર તો મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ તેમને મળવા માટે તેમનું રુટીન બદલી નાખ્યું હતું.

સાયકલ પર સવારી કરનાર ભિડે ગુરુજીની ઉંમર 85 વર્ષને પાર કરી ગઈ છે તેમ છતાં તેઓ આજે પણ તંદુરસ્ત છે. તેમના વિષે કહેવામાં આવે છે કે તેઓ ચપ્પલ પણ નથી પહેરતા.

કહેવાય છે કે ગુરુજીએ આજ સુધી જે નેતાનું ચુંટણીમાં સમર્થન કર્યું છે તે જ નેતાની જીત થઈ છે. જો કે, ગુરુજી ક્યારેય કોઈ રાજનૈતિક દળ સાથે જોડાયા નથી. સૌથી મોટી વાત તો એ છે કે નેતાઓ વચ્ચે તેમનો આટલો દબદબો હોવા છતાં તેમને ન તો પોતાનું ઘર છે કે નતો તેમની પોતાની કોઈ સંપત્તિ છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ વ્યક્તિની માહિતી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી