બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી, Dear મારી પિયર ગઈ છે!.. વાંચો અને હસતા રહો…

Dear જયારે પિયર જાય છે ….

ત્યારે અમારા શું હાલ હવાલ થાય છે! મત પૂછો યાર… ફક્ત વાંચીને એકલા જ હસો!

Dear મારી પિયર ગઈ છે!

બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી,
Dear મારી પિયર ગઈ છે!

એમ ન સમજશો કે લાલાને બસ હવે લીલાલહેર થઇ ગઇ છે!
અરે હવે જ તો ખરી ભાંજગડ શરુ થઇ છે!!!!
સવાર સાંજના ખાણી –પીણીની ચિંતા ઉભી થઇ ગઈ છે!

બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી,
Dear મારી પિયર ગઈ છે!

Dear મારી જતાં જતાં એક ટાણાનો પ્રબંધ કરતી ગઈ છે!
હા એટલી દયા તો એ કહ્યા વિના જ કરતી ગઈ છે!
સાથે સાથે ATMમાંથી Money ઉપાડતી ગઈ છે!
કાર્ડ સાથે લેતી ગઈ છે ને મને ખિસ્સા ખર્ચીના Money આપતી ગઈ છે!

બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી,
Dear મારી પિયર ગઈ છે!

બારી – બારણા બધું બરાબર બંધ કરીને જજો !
ઉપર નીચે સ્ટોપર મારજો, ઘરની બહાર નીકળતા પહેલા લાઈટ –પંખા બંધ કરજો !
ઘર ચોખ્ખું રાખજો, ……હાથને થોડી તસ્દી આપી કચરો વાળી લેજો !
ઘરનું જ કામ છે!!!, પારકાનું નહી એ વાત યાદ રાખજો !
તમારા જેવા જ વ્હાલા મારા ગુલાબ, મોગરો તુલસીના છોડને પાણી પીવડાવતા રહેજો !
અને હા પાણી એક જ ટાઈમ આવે છે ભૂલ્યા વગર ભરી લેજો
વોટ્સએપ અને ફેસબુકમાં ખોવાઈ ન જતા
આઈ પી એલ જોવામાં એટલા ઘેલા ન થતા કે બધું વિસરાઈ જાય
ભાઈ’સાબ તમારું તો ભલું પુછુ …કશું જ ન કહેવાય!
કપડા સુકાઈ જાય તો તાર પરથી ઉતારી ગડી વાળી મૂકી દેજો
મારી યાદમાં ઉજાગરો ન કરતા થોડા વહેલા સુઈ જજો!
ઓહો જગત આખાનો પાઠ ભણાવતી ગઈ છે!
બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી,
Dear મારી પિયર ગઈ છે!

થોડા જ બહુ વધારે નહી હો!! પણ ટીપ ટોપ થઇ ને ફરજો!
લઘરવઘર ફરતા નહી
આ બાઈ વરનું કશું ધ્યાન રાખતી જ નથી એવું કોઈને કહેવાનું રાખશો નહી
ઘરમાં ટોળા ટપ્પી કરતા નહી!
ખોટી ખોટી ડંફાસ મારનારાઓની સભા ભરતા નહી!
તારું જ ઘર છે એમ કહી બધું લુટાવતા નહી!
બહુ ઉદાર બનતા નહી!
….ટકોર એવી Dear કરતી ગઈ છે!

બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી,
Dear મારી પિયર ગઈ છે!
પાછા આવવામાં એક બે –દિવસ આમ તેમ થાય પણ ખરા.!!!! હાં !!! કહી દઉં છું!!
પછી ફોન કરી કરીને ક્યારે આવે છે? ક્યારે આવે છે?
એવું પૂછી પૂછી ને મગજનું દહી કરતાં નહી !!
હાથ વાંર વાંર ઊંચા કરી Dear મારી bye ! bye !કરતી ગઈ છે!!
પિયર જવાના ઉત્સાહમાં ફ્લાઈંગ કિસ આપવાનું વિસરી ગઈ છે!
ઈચ્છા તો એવી હતી કે છેલ્લે પેલી પ્રિય વારિયર જેવી આંખ એક વાર તો મારશે જ
એ બાબતે પણ મને એ થોડી નિરાશ કરતી ગઈ છે!

બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી,
Dear મારી પિયર ગઈ છે!

જે મળે એ ખાઈ થોડા દિવસ ચલાવી લેજો ! નખરા કરતા નહી !
કાચી પાકી જેવી આવડે એવી ખીચડી પકાવી પચાવી લેજો!
મિત્ર બહુ આગ્રહ કરે તો !, આનાકાની કરતાં નહી!!,ખાઈ લેજો!
પાસ્તા, ચાઇનીઝ ને મોંગોલિયન ફૂડથી દસ ફૂટ દૂર રહેજો!
લારી પરની પાણી પૂરી મારા સિવાય એકલા ખાતા નહી
અને ખાધી છે તો પેટમાં દુ:ખશે એવા ટોણા મારતી ગઈ છે

બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી,
Dear મારી પિયર ગઈ છે!

મારા ફોન નંબરનું Balance recharge કરાવતાં રહેજો
ફોન તમારી જેમ Silent Mode મુકતા નહી!
મારી જેમ એને પણ બોલવા દેજો!!
ને હાં Missed Callનો ઉત્તર તુરંત આપજો!આદેશ એવો એ તો આપતી ગઈ છે!!

બે આખ્ખી ને એક અર્ધી ટીકીટ કઢાવી,
Dear મારી પિયર ગઈ છે!

વેક્શેન એટલે ફક્ત બાળકોનું વેકેશન એમ ન સમજવું. બાળકોની પરીક્ષા પૂર્ણ થઈ નથી કે ઘરના Dear પણ યેનકેન રીતે પિયર જવાની તૈયારી શરુ કરી જ દેતા હોય છે. લગ્નની ૨૫મી વર્ષગાંઠ ઉજવી ચૂકવેલી બહેનો પણ વરસમાં આરામાં કરવાના બહાને પણ એના મોસાળ પક્ષના લોકોને મળવાનું ચૂકતી નથી. ખરેખર તો Dear પિયર જાય એટલે માતા-પિતા, ભાઈ બાંધવો તથા જૂની સખીઓને મળે છે એટલે એમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. ભલે એ માલદાર ઘરમાં પરણાવવામાં આવી હોય અને પિયરનું ઘર સાવ નાનું હોય છતાં એમાં એ ખુશ થઈને જ રહે છે. એને એમાં જ સુખ અને હૂફ મળતી હોય છે. પણ અહી લગ્ન પછી એની જવાબદારી બમણી થઈ જાય છે એનો એક પગ સાસરીમાં અને એક પગ પિયરમાં જ હોય છે. એ પિયર કરતા પણ એના ઘર, ધણી, વડીલો અને બાળકોની ચિંતા વધારે કરતી હોય છે. હવે તો ફાસ્ટ કમ્યુનિકેશનના જમાનામાં તો તુરંત પૂછી લેવાતું હોય છે કે શું કરો છો ? મારી યાદ તો આવતી જ નહી હોયને ? હાશ ! બલા ગઈ! થોડા દિવસની શાંતિ !…એવા મ્હેણાં પણ ચોપડી દેવાતા હોય છે.

પણ યાર બિરાદરો…….જે મિત્રોની Dear પિયર ગઈ છે!, તેઓ બધાને કહું છુ. કુલ યાર….! વરસમાં આવું એકાદ બે વાર બને. આપણે ચલાવી લેવાનું. અને હવે ક્યાં પહેલા જેવું ખાવા, પીવાનું શોધવા જવું પડે છે. નાની મોટી રેસ્ટોરન્ટ કે ઢાબુ તો મળી જ આવે. ભલેને તમારી Dear કહીને ગઈ હોય કે આ ન ખાશો ને પેલું ન ખાશો. તમ તમારે જાવ અને ખાવને યાર. સૌ સારાવાના થશે. એમને પિયરમાં આનંદ લેવા દો અને તમે થોડા બહાર જઈ, મલ્ટીપ્લેક્ષમાં જઈ ફિલ્મ જોઈ આવો.

ખરેખર પણ મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું જ છે કે “નારીહીન ઘર ભૂતોકા ડેરા હોતા હેં” એ એક દિવસ શું ઘરથી બહાર કેમ ના ગઈ હોય. આખું ઘર જાણે ખાવા દોડે એવું લાગે. સવાર પડે એટલે દાંત ઘસવાના ટુથપેસ્ટ શોધવાથી શરૂઆત થાય, પછી ચા-ખાંડનો ડબ્બો ક્યાં મૂક્યો છે એની શોધ શરુ થઈ જાય. જતા જતા Dear બતાવતી પણ ગઈ હોય છે કે ચા-ખાંડ, મીઠું મરચું, તેલનો ડબ્બો બધું એક જ સ્થાને જ છે છતાં એ શોધવાના ફાફા પડે જ .
એવું નથી કે Dear ઘરમાં હોય ત્યારે એની કદર નથી થતી કે એના કાર્યની નોંધ ન લેવાતી હોય. એનું મહત્વ, કાર્ય અને એનું સ્થાન શ્રેષ્ઠ જ છે પણ આપણે એની આદત પડી ગઈ હોવાથી એ ઘડી ઘડી આપણને યાદ આવતી જ રહેતી હોય છે. પહેલા તો એવું હતું કે બધું મેન્યુઅલી હતું પણ હવે તો ઘરની સાફ સફાઈના મોટા ભાગના ઉપકરણો સ્વયંસંચાલિત હોય છે. આથી એ કપડા ધોવાની, પોતું મારવાની મહેનત પણ ઓછી થઈ ગઈ છે. છતાં Dearના હાથમાં એવો તો જાદુ છે જ કે એના કરેલા કાર્ય અને આપણા કરેલા કાર્યોમાં જમીન આસમાનનું અંતર હોય છે. એ જેટલી કાળજી અને ચીવટતાથી કાર્ય કરે છે એટલી ચીવટતાનો દસમો ભાગ પણ આપણા કાર્યમાં દેખાય તો જંગ જીત્યાની ખુશી થાય એવું બને.

સ્ત્રીનાં હાથમાં એક એવો જાદુ છે જે દરેક કાર્યની સારી રીતે ન્યાય આપવામાં નંબર એક છે. તમે જ માર્ક કરજો. જો તમે કોઈ પ્રવાસ પર એકલા જતા હોવ અને તમારા Dear બેગ પેક કરી આપવામાં મદદ કરે. પછી પ્રવાસ દરમ્યાન તમે એટલી જ જગ્યામાં એના જેવી બેગ ભાગ્ય જ ગોઠવી શકો એવું બને. એ ઉતાવળમાં ઝટપટ રસોઈ બનાવે તો સ્વાદિષ્ટ જ બનવાની એની ૯૯% ગેરેંટી!
હવે તો આધિનિક યુગમાં માહિતી હાથવગી બની છે માટે કઈ પણ ખૂટે એટલે Dearને વોટ્સએપથી સંદેશો પહોચી જાય કે આનું શું કરવાનું, આ ક્યાં મુક્યું છે, ફલાણા વ્યક્તિની પાસેથી શું લેવાનું છે, કામવાળી બાઈ કેટલા વાગે આવે છે ?, દૂધ સવારે આવે કે બપોરે …!ઓહ! માય ગોડ જેવું અર વાક્ય નીકળી જ જાય !

Dearની એક બે દિવસની ગેરહાજરીમાં તો ઘરનું આખું તંત્ર રફેદફે થઈ
મિત્રો સંકલ્પ કરો કે Dear પિયર જાય ત્યારે એમને બે ત્રણ દિવસ ઉપરાંતની રજા ફલ્વજો રાજા !
આ તો જસ્ટ વાત છે બાકી દરેકની Dear જયારે જયારે પણ પિયર જવાનું નામ લે ત્યારે પહેલો જ પશ્ન હોય “ક્યારે પછી આવવાની ? કોણ તેડવા આવવાનું છે? મારી પાસે બહુ ટાઈમ નથી! 

ઓહ!શીટ ….અરે મારે તો Dearને સ્ટેશને લેવા જવાનું હતું. ગાડી તો આવી પણ ગઈ હશે… એવું બોલતા જ ઘરની બહાર નીકળ્યો તો યારો Dear પિયરથી આવીને દ્વારે ઉભી હતી!. કશું જ બોલ્યા વગર એ ઘરમાં ચાલી ગઈ છે… મિત્રો તમે આ લેખ વાંચો હું તો રીક્ષા વાળાને ભાડું ચૂકવી… આ ચાલ્યો Dearને મનાવવા …!ઓલ ધી બેસ્ટ નહી કહો ?

લેખક :નરેન કે સોનાર ‘પંખી’

દરરોજ આવી અનેક વાતો વાંચો ફક્ત અમારા પેજ પર. અને હા કોમેન્ટમાં તમારો અનુભવ પણ જણાવો.

ટીપ્પણી