એ નાની છોકરીને સલામ

લગભગ એક મહીનાથી ગરમીમાં જોબ ની ટુરથી કંટાળી ગયો, મનમાં થતું આ શું જીંદગી છે, દરરોજ થેલો ઉપાડી રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ…..

કામ માં મન લાગતું નહતું, જોબના કામમાં બહાના સોધતો, અને અનીચ્છાએ ગઇ કાલે વહેલી પરોઢે સુરત જવા ટ્રેનમાં નીકળ્યો, ટ્રેનમાં સુઈ ગયો, આંખ ખુલી ત્યારે સવારે નવ વાગ્યાની આસપાસ ટ્રેન સુરત તાપી નદી ક્રોસ કરી રહી હતી, નદી ક્રોસ કરી કોઈ ટેકનીકલ કારણસર ટ્રેન ઉભી રહી ગઈ, આંખો ખુલી હતી, પણ ઉંધમાં હતો, પણ ટ્રેનની બારી માંથી જે દ્રષ્ય જોયું તેણે મારી ઉંઘ ઉડાડીને ખરા અર્થમાં આંખો ખોલી નાખી.

બારી બહાર રેલ્વે ટ્રેકથી થોડી નજીક એક ગટરના પાણી જવાનો ખુલ્લો કાંસ હતો, તેની જોડે ઝુંપડ પટ્ટી હતી, એક ઝુંપડા નજીક ખુલ્લી ગટરના કીનારે પાંચ છ વર્સની નાની છોકરી મેલાધેલાં ચીંથરેહાલ કપડાં પહેરીને બેઠી હતી, તેના ખોળામાં પ્લાસ્ટીકની એક જુની તુટલી ફુટલી ઢીંગલી હતી, કદાચ કોઈએ જુની થવાથી કચરા ટોપલીમાં નાખી હશે, અને તેને મળી હશે, એ ઢીંગલીને હાથથી સુવાડતી હોય એમ થપ થપાવતી, પછી એને ખભે લેતી, પાછી ખભેથી ઉતારી પપ્પી કરતી, એની સાંથે કાંઈક વાત કરી પાછી એને ખોળામાં સુવાડવાનો પ્રયત્ન કરતી, કોઈ જીવંત બાળકને વહાલ કરતી હોય એટલા વાત્સલ્ય ભાવથી, એની આંખોમાંથી એક અજબની લાગણીંદ્રષ્ટ્રી નજરે પડતી..

હવે ટ્રેન ઉપડી…. પણ એ છોકરી… એની ઢીંગલી મારી દ્રષ્ટી અને માનસ પટ પર છવાયેલાં રહ્યાં…. ઝુંપડ પટ્ટીનું રહેઠાણ,મેલાં ગંદા ગોબરાં કપડાં, જુની કોઈએ ફેકી દીધેલી ઢીંગલી, અને ગટરનો ખુલ્લો કીનારો…. છતાં કેટલો આનંદ હતો એ આંખોમાં….કેટલો પ્રેમ હતો એ નીર્જીવ પ્લાસ્ટીકની વસ્તુથી એને, શું મળવાનું હતું એને આ બધી હરકત થી….?

અને મને મારી જોબ કામથી પૈસા, નામ, તમામ વસ્તુ મળે છે, અને મળવાની હતી, છતાં કેમ એ છોકરીની જેમ નીશ્વાર્થ ભાવે નહી તો શ્વાર્થી ભાવે પણ હું મારા કામને નથી ચાહી શકતો…?

મે પણ નક્કી કર્યું… આઈ લવ માય જોબ, ટ્રેનની સીટ નીચે મુકેલી મારી વર્કીગ બેગને વહાલથી ઉઠાવી ખોળામાં લીધી, હળવા પ્રેમાળ હાથે એને થપથપાવી એક પપ્પી કરી ખભે લટકાવી…. સુરત સ્ટેશન આવ્યું….
એક નવોજ જુસ્સો છે, નવી આશા…અને જોમ….

જીંદગી આ રહા હું મે…. મેરે હાથોં કી ગરમીસે પીઘલ જાયેગી ઝંઝીરે… મેરે કદમો કી આહટ સે બદલ જાયેગી તકદીરે…..

(કીસ્સો ત્રણ દીવસ પહેલાંનો છે, ખરેખર એ નાની છોકરીને સલામ, મારી આંખોને ખોલનારી એ આંખોને સલામ… છેલ્લા ત્રણ મહીનામાં ન મળી એટલી સફળતા સુરતના ત્રણ દીવસના વર્કીંગથી મળી,અને જોબ સેટીસ્ફેક્શન નફામાં….. અને એક લાંબા સમયની ફીક્ષ ડીપોઝીટ મળી જેમાં લખ્યું છે…તમે તમારા કામને ચાહતા હો તોજ સફળતાની આશા રાખો… આઈ લવ માય જોબ)

લેખક – અનીલ કુમાર ચૌહાણ

ટીપ્પણી