આજ નો દિવસ :- શું તમે જાણો છો ? કોણ હતા “નંદશંકર મહેતા” ?

ગુજરાતી ભાષાના પ્રથમ કવિ નરસિંહ મહેતા હતા, તથા પ્રથમ લેખક નર્મદ હતા. આ બધાને પગલે ગુજરાતી ભાષામાં સાહિત્યનું યોગદાન ઉત્તરોતર વધતું જ રહ્યું છે.

નંદશંકર તુળજાશંકર મહેતા (૨૧ એપ્રિલ, ૧૮૩૫ – ૧૭ જુલાઇ, ૧૯૦૫) ગુજરાતી ભાષાના લેખક હતા. તેઓ તેમની નવલકથા કરણ ઘેલો માટે પ્રખ્યાત છે, જે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કહેવાય છે.

? જન્મ ૨૧ એપ્રિલ, ૧૮૩૫સુરત, બ્રિટિશ ભારત

? મૃત્યુ ૧૭ જુલાઇ, ૧૯૦૫ સુરત, બ્રિટિશ ભારત

? વ્યવસાય નવલકથાકાર, સુધારાવાદી

? જીવન

નંદશંકર મહેતાનો જન્મ ૨૧ એપ્રિલ ૧૮૩૫ના રોજ ગંગાલક્ષ્મી અને તુળજાશંકરને ત્યાં નાગર બ્રાહ્મણ કુટુંબમાં સુરત ખાતે થયો હતો. ૧૦ વર્ષની વયે તેમણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસની શરુઆત કરી હતી. ૧૮૫૫માં નંદગૌરી સાથે લગ્ન બાદ તેઓ એ જ શાળામાં સહાયક શિક્ષક તરીકે જોડાયા.

૧૮૫૮માં શાળામાં મુખ્યશિક્ષક તરીકે નિમાયા અને પછીથી સુરતમાં ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજમાં પ્રિન્સીપાલ પદે નિમાયા, જે પદ તેમણે ૧૮૬૭ સુધી સંભાળ્યું. તેમની કુશળતા જોઇને સરકારના પાઠ્યપુસ્તક મંડળના સભ્ય સર થિયોડોર હોપ નામના અંગ્રેજે તેમને સનદી સેવામાં જોડાવા સમજાવ્યા અને તેઓ અંકલેશ્વર ખાતે મામલતદાર તરીકે જોડાયા. ૧૮૮૦માં તેઓ કચ્છના દિવાનપદે રહ્યા અને ૧૮૮૩માં ગોધરામાં સહાયક પોલિટિકલ એજન્ટ તરીકે તેમની નિમણૂક થઇ.૧૮૭૭માં તેમને રાય બહાદુરનો ખિતાબ મળ્યો.

તેઓ સામાજીક અને ધાર્મિક સુધારાવાદી હતા. તેઓ સ્ત્રી શિક્ષણ, વિધવા વિવાહ, પરદેશ જવા પર પ્રતિબંધ મૂકતી પ્રથાની નાબૂદી, અસ્પૃશ્યતાનો વિરોધ, અંધવિશ્વાસ દૂર કરવો વગેરે પર કામ કરતી ઘણી સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ અને અન્ય સુધારાવાદી જેવા કે દુર્ગારામ મહેતા, દલપતરામ અને અન્ય બે સહકાર્યકરોએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી જે સામાજીક અને ધાર્મિક સુધારાઓ પર કામ કરતી હતી. તેઓ બુદ્ધિવર્ધક સભાના પણ સભ્ય હતા, જેની સ્થાપના મુંબઈમાં ૧૮૫૧માં થઇ હતી.

૧૮૯૦માં નિવૃત્તિ પછી તેમણે ઘણી સંસ્થાઓ સાથે કામ કર્યું. ૧૭ જુલાઇ ૧૯૦૫ના રોજ સુરતમાં તેમનું અવસાન થયું.

? સર્જન

તેમણે ૧૮૬૩માં કરણ ઘેલો લખવાની શરુઆત કરી અને ૧૮૬૬માં પ્રકાશિત કરી. આ નવલકથા ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ બીજાનું (c. ૧૨૯૭-૧૩૦૪) જીવનચરિત્ર ધરાવે છે જેની અલ્લાઉદ્દિન ખીલજીની તુર્કીશ ફોજ સામે ૧૨૯૮માં હાર થઇ હતી.

તેમણે આર.જી. ભંડારકરની સંસ્કૃત માર્ગોપદેશિકા અને અંગ્રેજી ત્રિકોણમિતિ પાઠ્યપુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું. તેમણે અનેક સમાચારપત્રોમાં લેખો લખ્યા હતા. તેમનાં પુત્ર વિનાયક મહેતાએ તેમનું જીવનચરિત્ર લખ્યું છે.

૨૦૧૫માં કરણ ઘેલોનું અંગ્રેજીમાં ભાષાંતર થયું છે.

? થોડુ “કરણઘેલો” અંગે

‘કરણઘેલો’ – નંદશંકર મહેતા.- પ્રો.રમેશ સાગઠિયા

‘કરણઘેલો’ – નંદશંકર મહેતા.

ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા – ઇ.સ.1866માં પ્રગટ.

આ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા તરીકે મહત્વની કૃતિ છે. ઇ.સ.1866માં લખાયેલી અને નંદશંકર મહેતાની આ એક ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી કથા છે. જો કે એની પહેલાં મહિપતરામ રુપરામ નીલકંઠે ‘સાસુ વહુની લડાઇ’ નામની નવલ લખેલી, પણ એમાં કથા છે, નવલકથા નથી બનતી, એવું જ ઇ.સ.1862માં એક પારસી દ્વારાં લખાયેલી ‘ગુજરાત મધ્યેનું એક ગરીબ ઝૂંપડું’ મળે છે, તે પણ એક ફ્રેંચ નવલકથાનો અંગ્રેજી અનુવાદનો સંક્ષિપ્ત આલેખ બની રહે છે, મૌલિક નવલકથા બનતી નથી.

નંદશંકર મહેતાને એમનાં અંગ્રેજ મિત્ર રસેલે કહ્યું કે અંગ્રેજીમાં વોલ્ટેર જે પ્રકારની નવલકથા લખે છે એવી નવલકથા લખો. તેથી ‘ફાર્બસ રાસમાળા’માંથી હિંદુસ્ત્તાનનો છેલ્લો રાજા કરણ વાઘેલો નું કથાકેન્દ્રી, તેમાં કાલ્પનિક રંગો ઉમેરીને આ ‘કરણઘેલો’ નવલકથા લખાયેલી છે. નંદશંકર શરુઆતમાં જ એનાં ઉદ્દેશને જણાવતાં કહે છે..-‘મગરુબીનો માર, વ્યભિચારની હાર, ધર્મનો જય, અને પાપનો ક્ષય’ દર્શાવવાનો મારો ઉદ્દેશ છે. કથા આ પ્રમાણેની છે.

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા કરણદેવ વાઘેલો લંપટ અને સ્ત્રીરાગી છે, કામી અને ષડયંત્રખોર છે. કરણની પત્નિ-મહારાણી કૌળાદેવી છે. રાજનો મંત્રી યુધ્ધમાં બહાર જતાં એની પત્નિ રુપસુંદરીનું અપહરણ કરાવે છે, યુધ્ધમાં મંત્રી માધવનો ભાઇ કેશવ મૃત્યુ પામે છે.એની પત્નિ ગુણસુંદરી સતી થાય છે. પણ પત્નિ સાથેનાં બદલા માટે મંત્રી માધવ દિલ્હી જઇને અલાઉદ્દીન ખિલજીને ગુજરાતમાં આવી આક્રમણ કરી કબ્જે કરવામાં સાથ-સહકાર આપવા જાય છે. હાર જોઇ ગયેલો કરણદેવ જંગલમાં ભાગી જાય, અંતે રઝળપાટ કરતો કરણ મૃત્યુ પામે છે. ગુજરાતીની પ્રથમ નવલકથા તરીકેનું માન મેળવેલી આ ગુજરાતી નવલ અનેક રીતે કાચી હોવા છતાંયે ઐતિહાસિક રીતે અને કરુણરસની મહત્વની કથા બને છે.

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન, સંકલન અને Post :– Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

ટીપ્પણી