સેલ્ફી લેવાના ચક્કરમાં થયું એવું, નાગપુરના ૮ યુવાકોનો જીવ ગયો…

નાગપુરથી 45 કિલોમીટર દૂર અમરાવતી રોડ પર આવેલા વેના ડેમમાં ગઈકાલે સાંજે 8 યુવકોની ડૂબવાથી મોત થઈ હતી. જાણવા મળ્યું છે કે, આ યુવકો બોટિંગ દરમિયાન સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેને કારણે નાની બોટનું બેલેન્સ ગયું હતું અને તે પલટી ગઈ હતી. બે યુવકોને માંડ માંડ બચાવી લેવાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, નાગપુરથી પિકનિક મનાવવા આવેલા 10 યુવકો બોટિંગ માટે ડેમમાં ગયા હતા. સેલ્ફી લેતા સમયે બોટનું સંતુલન બગડ્યું હતું અને તે પલટી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, જે બોટમાં આ યુવકો સફર કરી રહ્યા હતા તેનું સંતુલન બગડ્યું હતુ અને તે પલટી ગઈ હતી.

બોટમાં 11 લોકો સવાર હતા. જેમાંથી ત્રણ તરીને બહાર આવી ગયા હતા, પરંતુ 8 યુવકો ડૂબી ગયા હતા. બચાવ દળે એક યુવકનો મૃતદેહ મોડી સાંજે ડેમમાથી બહાર કાઢ્યો હતો. પરંતુ અંધારું હોવાને કારણે બાકી યુવકોના મૃતદેહ કાઢી શકાયા ન હતા.

વેના ડેમમાં બોટિંગ પર પ્રતિબંધ છે, તેમ છતાં આ યુવકોએ દબાણ કરતા એક બોટવાળો તેમને ફરાવવા માટે ડેમમાં બહુ દૂર સુધી લઈ ગયોહતો. બોટ પર ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતા. ડેમમાં વચ્ચે પહોંચ્યા બાદ યુવકોએ સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે બોટનું બેલેન્સ બગડ્યું હતું.

સૌજન્ય : સંદેશ

ટીપ્પણી