નાભિ સાથે જોડાયેલી આ વાતો તમને ચોંકાવી દેશે, આજે જાણી લો તેનું હેલ્ધી રહસ્ય…

નાભિ આપણા શરીરનો મહત્ત્વનો ભાગ છે, તેને સમગ્ર શરીરનું કેન્દ્ર માનવામાં આવે છે. પેટની વચ્ચોવચમાં સ્થિત આપણી નાભિનો સંબંધ સમગ્ર શરીર સાથે હોય છે અને તે શરીર સાથે સંતુલન બનાવી રાખે છે. શું તમે જાણો છો કે, નાભિનું તેના સ્થાન પર રહેવું સારા હેલ્થની નિશાની માનવામાં આવે છે. ભારતીય યોગ શાસ્ત્ર અનુસાર, મનુષ્યના શરીરમાં 7 ચક્ર હોય છે, જેમાં એક નાભિ હોય છે. ત્યારે તમારે નાભિ સાથે જોડાયેલી માહિતી જાણવી જરૂરી બને છે. આ વાતો તમારા માટે કોઈ રોમાંચથી ઓછી નહિ હોય. તો આવો જાણીએ, તેની સાથે જોડાયેલા તથ્ય.

– નાભિનું આપણા હોઠ સાથે ગંભીર કનેક્શન છે, જો હોઠ ફાટી રહ્યા છે, તો નાભિ પર સરસવનું તેલ લગાવો, તેનાથી હોઠ મુલાયમ થશે.– નાભિ માત્ર સ્તનધારી જીવોમાં જ જોવા મળે છે, પછી તે માણસ હોય કે પ્રાણી, પક્ષીમાં પણ બેલી બટન એટલે કે નાભિ હોય છે.

– નાભિનો આકાર અને સંરચના તમામમાં અલગ અલગ હોય છે. પ્રત્યેક સ્ત્રી-પુરુષમાં નાભિની સંરચના એકબીજીથી બિલકુલ અલગ હોય છે. – નાભિમાં હજારો પ્રકારના બેક્ટેરીયા પણ જોવા મળે છે, પંરતુ તે આપણા શરીરને નુકશાન નથી પહોંચાડતા, પરંતુ બહારના બેક્ટેરીયાથી આપણા શરીરની રક્ષા કરે છે.

– નાભિની સફાઈ માટે કોઈ પણ પ્રકારના એન્ટી-બેક્ટેરીયલ પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો, કેમ કે, આવું કરવાથી તેમાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે, જેનાથી બહારના બેક્ટેરીયાના ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે.– નાભિ શરીરનું સૌથી પવિત્ર અંગ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, ભગવાન વિષ્ણુનો જન્મ નાભિમાંથી થયો હતો. તેથી તે બહુ જ પવિત્ર છે. બાઈબલમાં પણ નાભિને શરીરને સ્વર્ગ સાથે જોડનારું સ્થાન બતાવાયું છે.
– મહિલાઓની તુલનામાં પુરષોના નાભિની આસપાસ વધુ વાળ હોય છે.

– એવું કહેવાય છે કે, જે મહિલાઓની નાભિ એકદમ વચ્ચોવચ હોય છે, તે બહુ જ સ્વસ્થ બાળકને જન્મ આપે છે.

– એવું માનવામાં આવે છે કે, આદમ અને ઈવ ધરતી પરના પહેલા માનવ જીવ હતા, તો લોજિકલી તેમની નાભિ નહિ હોય. કેમ કે, તેમનો જન્મ કોઈ માણસની કૂખથી નહિ થયો હતો. – નાભિમાં અનેકવાર ફંગલ ઈન્ફેક્શન થઈ જાય છે, આવામાં નાભિને સાફ રાખવું બહુ જ જરૂરી છે.
– Karolina Kurkovaને દુનિયાની સૌથી સેક્સી મહિલા જાહેર કરાઈ છે. તેની કોઈ બેલી બટન ન હતી. કેમ કે, તેને એક પ્રકારનું હર્નિયા હતું.

નાભિને સુંડી, બેલી બટન જેવા અનેક નામોથી ઓળખાય છે. નાભિ આપણા શરીરનું મૂળ હોય છે, આવામાં તેનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અલગ અલગ રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી