કલામ સર સાથેના તેમના છેલ્લા દિવસની મારી યાદો…15Tth OCT HappY BirtH Day Kalam Sir

What I will be remembered for.. my memory of the last day with the great Kalam sir…

મને શેના માટે યાદ કરવામાં આવશે?

કલામ સર સાથેના છેલ્લા દિવસની મારી યાદો..

એમની સાથે છેલ્લે વાત કરી એના હજુ તો આઠ જ કલાક થયા છે, ઊંઘ જ ઉડી ગઈ છે…મન તેમની યાદોના સરવાળા કરતા કરતા થાકી ગયું છે…રડવું નથી તો પણ રડાઇ જાય છે..

૨૭ જુલાઈ ૨૦૧૫ –  બપોરે ૧૨ વાગે અમે ગુવાહાટી જવા માટે ફ્લાઈટમાં બેઠા અને અમારો દિવસ શરુ થયો. ડો. કલામ 1A માં હતા તો હું 1C માં હતો. હમેશની જેમ એમણે પેલું ડાર્ક કલરનું “કલામ સુટ” પહેરેલું હતું અને મેં તેના વખાણ કરવાનું શરુ કર્યું.

Nice color!” Sir ! (મને ક્યાં ખબર હતી આ કોમેપ્લીમેન્ટ હું તેમને છેલ્લી વાર આપી રહ્યો છું)

Great manવરસાદી વાતાવરણમાં ૨.૫ કલાકની હવાઈ મુસાફરી ! એમાં પણ વિમાનમાં સફર દરમ્યાન ખરાબ મોસમને કારણે અસંતુલન નિર્માણ થાય તેની મને સખત નફરત છે, જ્યારે તેમણે તો એ અસંતુલન પર માલિકી મેળવી લીધેલી.. જયારે તેમણે મને ડરતો જોયો તો તરત જ પ્લેનની બારી બંધ કરીને મને કહ્યું, “હવે તને ડર નહિં દેખાય”

ગુવાહાટી પહોચ્યા બાદ અમારે ફરી ૨.૫ કલાકની મુસાફરી કારમાં કરવાની હતી કારણ અમારે તે દિવસે IIM શિલોંગમાં જવાનું હતું. આ ૨.૫-૨.૫ કલાકની બે મુસાફરીમાં અમે ઘણી વાતો કરેલી, ઘણી ચર્ચા કરી, ઘણા ટોપિક પર ડીબેટ કરેલી. આવી તો કેટકેટલી લાંબી મુસાફરીઓ અમે છલ્લા ૬ વર્ષથી સાથે કરતા હતા. બધાની જેમ, છેલ્લી બે મુસાફરી મારા હૃદયની સૌથી નજીક રહી છે એવું આજે હું અનુભવું છું.

છેલ્લી બે મુસાફરીમાં ડો.કલામ સાથે ચર્ચા કરેલા ૩પ્રસંગો મારે બધાને કહેવા છે જેણે મારા મન પર શાશ્વત છાપ છોડી છે !

૧.) ડો. કલામ પંજાબમાં થયેલા આતંકી હુમલાથી ખુબ જ વ્યથિત હતા. તેમણે જયારે પહેલી વાર તે સમાચાર સાંભળ્યા ત્યારે તેમના ચેહરા પરની વ્યથા અને ઉદ્વિગ્નતા એટલી સ્પષ્ટ જણાતી હતી કે જાણે તેમનું ફેમેલી મેમ્બર તે એટેકમાં નો મૃત્યુ પામ્યું હોય ! IIM – શિલોંગ માં તેઓ જે લેકચર આપવાના હતા તેનો ટોપિક હતો “Creating a Livable Planet Earth” (જીવી શકાય એવી પૃથ્વીનું સર્જન”) એમણે ટોપિક ને પંજાબના પ્રસંગ સાથે જોડી ને કહ્યું, “મને લાગે છે કે વ્યક્તિએ ઉભી કરેલી સમસ્યાઓ એટલી જ મોટી, જોખમકારક અને જાનલેવા છે જેટલી પ્રદુષણની સમસ્યા છે.” જો આ હિંસા, પ્રદુષણ, માનવીય વર્તનની આવી જ અંધાધુંધી ચાલુ રહી તો આપણે એક દિવસ આ પૃથ્વીને છોડવી જ રહી…. ૩૦ વર્ષ, જો આ જ ગતિથી બધું ચાલ્યુ તો”

તેમણે કહ્યું, “તમારે નવી પેઢીએ કઈક રચનાત્મક કરવું જ રહ્યું. આવનારું ભવિષ્ય તમારું છે !!

૨. અમે ચર્ચા કરેલ બીજો મુદો થોડો વધારે રાષ્ટ્રીય હતો. છેલ્લા બે દિવસથી સંસદમાં ચાલતી અંધાધુંધી અને પોલીટીક્સથી તેઓ ખુબ જ ચિંતિતિ હતા. દેશની સૌથી ઉચ્ચ અને જવાબદાર સંસ્થા અને લોકોએ ચૂંટેલા જવાબદારો જે રીતે પોલીટીકલી ઝગડે, એ શરમજનક અને મૂર્ખતા જ ને !

તેમણે ઉમેરતા કહ્યું, “ મેં મારા કાર્યકાળ દરમિયાન બે અલગ અલગ સરકારો જોઈ છે. મેં એથી પણ વધુ બીજું ઘણું જોયું. આ બધું ઘણા સમયથી આમ જ ચાલતું આવે છે પણ આ સાચું અને સારું જરાય નથી. મારે એવો કોઈ રસ્તો શોધવો જ રહ્યો જેનાથી સંસદ Developmental Politics પર કાર્યરત રહે. ત્યાર બાદ તેઓએ મને IIM શીલોન્ગના વિદ્યાર્થીઓ માટે સરપ્રાઈઝ અસાઇનમેન્ટ પ્રશ્નો બનાવાનું કહ્યું, જે તેઓ પોતાના લેકચરના અંતમાં વિદ્યાર્થીઓને આપવાના હતા. તેઓ એવું ઇરછતા હતા કે વિદ્યાર્થીઓ સંસદને પ્રોડક્ટીવ અને વાઈબ્રન્ટ બનાવના ૩ ઇનોવેટીવ રસ્તા બતાવે ! પણ થોડીવાર આ વિચારી તેમને ફરી વિચાર આવ્યો કે “ જે વાતનું સોલ્યુશન/જવાબ મને ખ્યાલ નથી તેનો સવાલ હું વિદ્યાર્થીઓ ને કેમ પૂછી શકું ?? બીજા, એક કલાક સુધી અમે ઘણું ડિસ્કસ કર્યું અને ઘણા સવાલોના જવાબ શોધ્યા જે અમે અમારી આવતી બૂક “એડવાન્ટેજ ઇન્ડિયા” માં મુકીશું !

૩. આ પ્રસંગ તેમની બીજા પ્રત્યેની સંવેદનશીલતા અને ઉદાતતાની ભાવનાઓ ને ચિત્રિત કરી તેમના આંતરિક સૌન્દર્યનું દર્શન કરાવે છે.

હું અને ડો. કલામ ૬-૭ ગાડીઓ નાં કાફલામાં હતા. અમે બીજા નંબરની ગાડીમાં હતા. અમારી આગળ ખુલ્લી જીપ્સી કાર હતી જેમાં ૩ જવાનો હતા. તેમાંથી બે સૈનિકો બાજુ પર બેઠા હતા તો એક ઉંચો અને પતલો સૈનિક બંદુક લઈને ઉભો હતો. એક કલાક થયો અને કલામ સરે મને કહ્યું. “પેલો કેમ ક્યારનો ઉભો છે? તે થાકી જશે ! આ તો સજા કેવાય ! તમે કોઈ વાયરલેસ મેસેજથી એને જાણ કરી શકો કે તે બેસી જાય ! મેં સરને સમજાવ્યા કે “તેને ઉપરી અધિકારીનો ઓર્ડર હશે કે સલામતી માટે તે ઉભો જ રહે” અમે રેડીઓ મેસેજ કરવાની ટ્રાય કરી પણ તે ના ચાલ્યો ! આગળની ૧.૫ કલાકની મુસાફરીમાં સરે મને ૩ વખત યાદ કરાવ્યું કે મેં પેલા સૈનિકને બેસવા માટે મેસેજ કર્યો કે નહિ ?

Kalaam sirઅંતે, તેમણે નક્કી કર્યું અને મને કહ્યું, “મારે એ જવાનને મળવું છે અને તેનો આભાર વ્યક્ત કરવો છે” જયારે અમે IIM શિલોંગ પહોચ્યા, મેં સિક્યોરીટી ના હેડ ને જાણ કરી અને પેલા ઉભેલા જવાનને મળવા માટેનું સુચન કર્યું. હું તે જવાનને અંદર લઇ ગયો અને કલામ સર તેને ખંતથી મળ્યા !  સરે, એની સાથે જોરથી હાથ મિલાવ્યો અને કહ્યું, “thank you buddy. “Are you tired? Would you like something to eat? I am sorry you had to stand so long because of me.”

પેલો, કાળા ડ્રેસમાં સજ્જ સૈનિક આવો પ્રતિભાવ જોઇને દંગ રહી ગયો, હર્ષથી ગદગદિત થઇ ગયો અને બોલ્યો,

“સર, આપકે લિયે તો ૬ ઘંટે ભી ખડે રહેંગે”

આ પછી, અમે લેકચર હોલમાં ગયા. તેમને મોડું કરવું જરાય ગમતું નહિ. તેઓ માનતા કે “Students should never be made to wait” મેં તેમનું માઈક રેડી કર્યું અને તેમણે લેકચર માટે પોઝીશન લીધી. મેં જેવું માઈક સેટ કર્યું કે તેઓ મારી સામે હસ્યા અને બોલ્યા, “Funny guy! Are you doing well?”

‘Funny guy’ આ શબ્દો જયારે કલામ સર દ્વારા ઉચ્ચારવામાં આવે ત્યારે તેના ઘણા બધા અર્થ થાય જે તે શબ્દોના ટોન અને જે વ્યક્તિને કહેવામાં આવ્યા હોય તેના એસેસમેન્ટ પર આધાર રાખે.  જેના ઘણા મતલબ થાય જેમ કે….

You have done well…You have messed up something…You should listen to him or just that you have been plain naïve…He was just being jovial…

છેલ્લા ૬ વર્ષમાં મને આ શબ્દોનો અર્થ સમજતા સારી રીતે ફાવી ગયું છે. આ વખતે તેમણે છેલ્લા અર્થમાં તે પ્રયોજેલું ! તેઓ પોતાની મસ્તીમાં મસ્તા અથવા તો એમ કહીએ તો પણ ચાલે કે તેઓ નિજાનંદમાં ખુશ હતા..

મને હજુ યાદ છે, “Funny guy! Are you doing well?” he said. I smiled back, “Yes”.

આ કલામ સરના મારા માટેનાં છેલા શબ્દો હતા. હું તેઓની પાછળ જ બેઠો હતો. તેઓની સ્પીચ બે મિનિટ સુધી ચાલી હશે અને ત્યારબાદ એક વાક્ય પૂર્ણ કરીને લાંબો વિરામ આવ્યો. મેં સહજતાથી અને કુતુહલતાથી સરની સામે જોયું અને તેઓ નીચે ફસળાયા !

Remeberanceઅમે સરને ઉભા કર્યા અને ડોક્ટર આવ્યા ! મેં મારા એક હાથેથી સરનું માથું પકડ્યું અને તેમને સાંત્વના આપી. તે ઘડીની તેમની અર્ધ ખુલ્લી આંખોનું તેજ અને અનંત તરફ જવાનો હર્ષ બંને એકી સાથે દીપ્તિમાન થતું હોય એવું લાગ્યું. તેમના હાથો થીજવા લાગ્યા અને મારી આંગળીઓ ને જોરથી પકડી રાખી વીટાળી દીધા.  તેમના ચેહરા પર ગજબની મૃદુતા પ્રતીત થતી હતી, નાના બાળક જેવું નિખાલસ હાસ્ય પણ…તેમની સ્થિર આંખોમાં આજે પણ દરરોજ જેવું જ્વલંત ડહાપણ દેખાતું હતું. તેઓ કઈ જ ના બોલ્યા ! આવી ક્ષણે પણ કોઈ જ પ્રકારનું દર્દ તેમના માં દેખાયું નહિ, બસ તેમનું જીવંત જીવન જ દેખાતું હતું. બીજી પાંચ જ મીનીટમાં અમે બાજુની હોસ્પિટલમાં હતા. બીજી પાંચ મીનીટમાં ડોકટરે કહ્યું, “  The Missile Man Had Flown Away, Forever” મેં છેલ્લી વખત તેમના ચરણોને સ્પર્શ કર્યા — એક જુનો મિત્રો ! એક મહાન મેન્ટર ! See you in my thoughts and meet in the next birth.

ત્યારબાદ, અચાનક જ અનેક વાતો નો મધપુડો મારા મનમાં ઉભો થયો.. મને એક વાત યાદ આવે છે. તેઓ મને હમેશા એવું પૂછતાં, “ તું યુવાન છે, શું તે નક્કી કર્યું છે કે લોકો તને જયારે યાદ કરે ત્યારે કઈ વાત માટે યાદ કરે ? હું હમેશા આ સવાલનો જવાબ સર ને ઈમ્પ્રેસ કરવા માટે શોધતો રહેતો પણ મને કોઇ ચોક્કસ જવાબ ના મળ્યો.. એક દિવસ બદલો વાળવા મેં જ સરને સામેથી એ જ સવાલ કર્યો. “First you tell me, what will you like to be remembered for? પ્રેસિડેન્ટ, રાઈટર, સાયન્ટીસ્ટ, મિસાઈલ મેન, ઇન્ડિયા – ૨૦૨૦, કે ટાર્ગેટ ૩ બિલીયન……મને એવું લાગ્યું કે વિકલ્પો આપીને મેં સવાલને થોડો સરળ બનાવી દીધો પણ તેમનો જવાબ સાંભળી ને હું દંગ જ રહી ગયો !!

સરે કહ્યું, “શિક્ષક” !!

બે વિક પહેલા અમે ચર્ચા કરતા હતા. તેમણે તેના મિસાઈલ ફ્રેન્ડ ને યાદ કરતા કહેલું, “બાળકોએ તેમના માતાપિતાનું ધ્યાન રાખવું જોઈએ. આ દુખની વાત છે કે આપણા સમાજમાં વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે” તેઓ થોડું રોકાયા અને ફરી બોલ્યા “બે વાત જે વડીલો એ કરવી જ રહી.

૧. મરતા પહેલા જ પોતાની બધી સંપત્તિને ઠેકાણે પાડી દો.. આ ન કરવાના ને કારણે જ મરણોપરાંત કેટલા કુટુંબોમાં ઝગડાઓ ચાલતા હોય છે.

૨. ભાગ્યશાળી એ છે જે પોતાને ગમતું કામ કરતા કરતા ટટ્ટાર થઈને કોઇ પણ લાંબી બિમારી વગર મરે ! છેલ્લી અલવિદા ટૂંકી હોવી જોઇએ, એકદમ ટૂંકી — Goodbyes should be short, really short”.

આજે જયારે હું સર ને યાદ કરું છું ત્યારે એમની મર્દાનગી અને જેવી રીતે જીવન જીવી બતાવ્યું તે માટે હર્ષના આંસુ આંખોમાં  આવ્યા વગર રહેતા જ નથી ! તેણે ચીર વિમદાય લીધી. બીજાને ભણાવતા ભણાવતા…એક સામાન્ય શિક્ષક બની ને…તેમની છેલ્લી ક્ષણ સુધી તેઓ ઉભા રહ્યા, કામ કરતા રહ્યા, લેકચર આપતા રહ્યા….તેઓ મને છોડીને ગયા, તમને છોડીને ગયા…તેઓ એક મહાન શિક્ષક બનીને ટટ્ટાર ઉભા રહ્યા ! એમણે જયારે દુનિયા છોડી ત્યારે એમના ખાતા માં કોઈ સંપતિ કે ભૌતિક સગવડો ન હતી. તેમની પાસે કઈ હતું તો તે, “લાખો બાળકોનો નિખાલસ પ્રેમ…લાખો લોકોના આશીર્વાદ…લાખો લોકોની શુભેરછાઓ….તેઓ ગયા પણ આપણા સૌમાં જીવી ગયા….

હું એમની સાથે કરેલા એ બધા જ લંચ અને ડીનર યાદ કરીશ. તમારી જીજ્ઞાસાવૃત્તિ અને નમ્રતા મારા દિલ પર શાશ્વત અંકિત રહેશે. તમે શબ્દો કરતા તમારા લાઈફથી વધુ શીખવેલું, એ હમેશા યાદ રાખીશ…સ્મરણ કરીશ…તમે મને સપના આપ્યા.. તમે મને બતાવ્યુ કે સપના અશ્ક્ય લાગે એવા હોવા જોઇએ, કારણ કે અશ્ક્ય ના લાગે એ સપના જ ના હોઇ શકે અને અશક્ય કરતા કંઇ પણ ઓછું એ મારી કાબેલીયત સાથે કરવામાં આવેલુ એક જાતનું સમાધાન જ બની રહે..

The man is gone, the mission lives on. Long live Kalam.

તમારો ઋણી વિદ્યાર્થી

શ્રીજન પાલ સિંઘ

(pic .. Dr APJ Abdul Kalam meeting the jawan who stood in the gypsy)

(શ્રીજન પાલ સિંઘની ફેસબુક પોસ્ટનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરીને અહિં રજુ કરેલ છે.)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block