મુઠી ખોલી ને આમ સરી પડી તારી યાદો

પડી ગઇ સવાર ને આમ વીતી ગઈ એ રાતો,
બની રહી હવે મૃગજળ ની માફક ભ્રામક એ વાતો

મોકા ની તલાશ હતી અને એને મળી ગયો. હું એકલી ઉભી હતી રેખાંશ ની રાહ જોઈ ને પાર્કિંગ ના ગેટ પાસે.”સોરી” આવા શબ્દો જાણીતા અવાજ માં ફંક્શન માં ચાલી રહેલા શોર બકોર વચ્ચે પણ સંભળાયા, રોશની ના ઝગમગાટ માં પડતા આછા પ્રકાશ માં નજર નાખી ને જોયું તો અચાનક આમ હળવેથી બાજુમાં થોડા અંતરે માથું ઝુકાવી ને ક્યારે કોઈ આવી ને ઉભું રહી ગયું એનું ધ્યાન જ ન રહ્યું….અરે હું પરિઘ…. વર્ષો પહેલા નો” ત્રિજ્યા નો પરિઘ”……

પરંતુ હું આજે ત્રિજ્યા તો હતી,પણ આ મારો પરિઘ નહોતો,અને આ પરિઘ તો હતો પણ હું એની ત્રિજ્યા નહોતી. એક પણ શબ્દ બોલ્યા વગર કે મુખ પર ના ભાવ આપ્યા વગર જ ત્રિજ્યા એ પરિઘ પણ નજર સ્થિર કરી હતી…. ફરી શબ્દો સંભળાયા….શું તાકે છે.??!! મેં થોડું તીરચ્છુ હસી નાખ્યું ને કહ્યું….”ઓળખાણ કરવાનો પ્રયત્ન કરું છું”…..પરિઘે થોડું અંતર ઘટાડયું, હું ત્યાંજ સ્થિર ઉભી હતી, અરે યાર..સોરી માફ કરી દે, મેં ત્યારે તારી જોડે કર્યું…….. એ…,,,બસ…પરિઘ…. કહી ત્રિજ્યા એ વચ્ચે થી બોલતા અટકાવી દીધો. 20 વર્ષ પહેલાં પણ તું ગયો ત્યારે મેં એક પણ પ્રશ્ન નથી કર્યો ને આજે પણ મારે કોઈ એક્સપ્લેનેસન ની જરૂર નથી…મિસ્ટર પરિઘ જેટલી એ વાત સાચી છે ને કે “મેં તને પ્રેમ કર્યો, એટલીજ એ વાત પણ સાચી છે કે હું તને ભૂલી ગઈ છું.”

પરિઘ,પ્રેમ તો મેં તને કર્યો હતો, ને આ બાબત નો મને કોઈ અફસોસ નથી, કે મેં કયારેય તારા ગયા પછી તને દોષ આપ્યો નથી હા…તારી જાત જોડે તે છેતરામણી કરી એ મારી સમજ થી બાર છે,આમ પણ તારી માટે તો પ્રેમ અને લગ્ન બને અલગ હતું ને……!!!!!! તારા ગયા પછી આંખ માંથી આંશુ નથી ખરવા દીધું.. પણ આમ તે શસ્ત્રો વગર ઘાયલ કરેલી મારી લાગણી ને સ્વસ્થ થવા માટે હોસ્પિટલ જવાની જરૂર નથી પડી પરંતુ એને ફરી પાછું ઉભું થવા માટે ઘણી ગડમથલ કરવી પડી છે.આમ,ચિથરે હાલ થયેલા મારા સપનાના કટકા ને ભેગા કરી એના પર થિંગડું મારી પાછા જીવંત બનાવામાં ઘણો સમય લાગી ગયો મારે.પણ……આભાર તારો, મેં મારા અસ્તિત્વ ને ભૂલી ને તને પ્રેમ કર્યો હતો. તારા ગયા પછી જ મેં મને શોધી…ને મારી અંદર ડૂબકી લગાવી ને આજે હું અહી સુધી પહોંચી છું…. જે મેં ક્યારેય વિચાર્યું નહોતું….ક્યારેક જીંદગી કેવી રમત રમી જાય આપણી જોડે નહિ.. “જે વિચાર્યું હોય એનું અસ્તિત્વ પણ ના રહે અને જેનું સપનું સુદ્ધા ના જોયું હોય જીવનની વાસ્તવિકતા બની જાય.મને ખબર છે,અચાનક થી જ્યારે આટલા વર્ષો પછી જ્યારે તે મને જોય ત્યારે જેમ હું પળવાર 20 વર્ષ પાછળ જતી રહી તી એવું જ તે પણ અનુભવ્યું હતું….
ત્રિજ્યા નો શાંત સ્વરે થયેલો કટાક્ષ પરિઘ સમજી શકતો હતો,પરંતુ કઈ પ્રત્યુત્તર વાળી શકે એવી હાલત માં નહોતો,ત્રિજ્યાના શીત તિર જેવા શબ્દો શરીરમાં કંપારી ઉભી કરી ગયા,હજુ ત્રીજયા ની નજર પરિઘ ના મુખ પર સ્થિર હતી….

હા…પણ પરિઘ મેં તો તને પ્રેમ કર્યો હતો,ને પરિઘ જ્યારે મારી સાથે જોડાયેલો હતો ત્યારે તેને પણ મને પ્રેમ કરવામાં કોઈ કચાસ બાકી નથી રાખી… કદાચ મારા માં ક્યાંક ખોટ વર્તાની હશે એટલે….ને આજે એ ખોવાઈ ગયો છે…ને મારી સામે ઉભેલ વ્યક્તિ થી હું અજાણ છું એટલા માટે “ઓળખાણ કરવાનો પ્રાયત્ન કરું છું”,માઠું ના લગાડીસ પણ મારી આવેલી ખુશીઓ ને બટોરવા માં એટલી વ્યસ્ત છું કે તારી જોડે કડવાશ રાખવા કે તને દોષ દેવા પણ પણ મારી જોડે અવકાશ નથી…….

ત્રિજ્યા….ત્રિજ્યા….ત્યાં મારો એક મિત્ર મળી જતા મારે વાર લાગી એવું બોલતા રેખાંશ આવી ગયો…ત્રિજ્યા આ કોણ છે?…હસતા ત્રિજ્યા એ જવાબ આપ્યો ઘણીવાર તને વાતું સંભળાવું છુ ને એ આ પરિઘ……રેખાંશ પરિઘ જોડે હાથ મિલાવી….પરિઘ કઈ પણ આગળ બોલે એ પહેલાં આવજો વિધિ પુરી કરી ત્રિજ્યા ને લઈ નીકળી જાય છે… પરિઘ ત્યાં જ ઉભા ઉભા કદી પાછી નહિ ફરનારી,ફરી મુલાકાત થશે કે નહીં એવા વિચાર જોડે ત્રિજ્યા ને તાકે છે…આજે પણ એવોજ સુડોળ બાંધો, એવીજ હેર સ્ટાઇલ, એજ સાડી પેરવાની રીત,ધારદાર શબ્દો, સમજદારી બતાવતા મુખ ભાવ,બોલતી આંખો ને આત્મવિશ્વાસ થી ભરપૂર ચાલ….

ત્રિજ્યા ને રેખાંશ ની ગાડી ઘણી દૂર નીકળી ગઈ હતી,પરિઘ ત્યાં જ હજુ ઉભા ઉભા” બધું હોવા છતાં ખાલીપા ના અહેસાસ જોડે તાકી રહયો હતો…………… ”

DrMiral Donga Meera

ટીપ્પણી