Mumbai Tava Pulaav – “મુંબઈ તવા પુલાવ”

1059571_10151532572136088_1227154691_n

આજે આપણે ઘર બેઠા બેઠા મુંબઈ ની એક પ્રખ્યાત વાનગીનો આનંદ માણો.

Mumbai Tava Pulaav – “મુંબઈ તવા પુલાવ”

 

*સામગ્રી :-

2 કપ બાસમતી બાસમતી રાંધેલો ભાત

1/2 ચમચી જીરું

1 કાંદા (જીના સમારેલા )

1/2 આદુ, લસણ ની પેસ્ટ

1 મરચુ જીનું સમારેલું

1/2 કપ ગાજર જીના સમારેલા

1 ટમેટું જીણું સમારેલુ

1/2 કપ લીલા વાટાણા

1 ટેબલ સ્પૂન પાવભાજી મસાલો

1/2 ચમચી હળદર

1 /2 ચમચી મરચું

2 ચમચા તેલ

મીઠું સ્વાદ અનુસાર

કોથમરી જીણી સમારેલી

કાંદા અને લીંબુ ની રીંગ સજાવટ માટે

 

*રીત :-

સૌ પેલા ગાજર અને વટાણા ને બાફી લ્યો,બફાય ગયા પછી તેમાં થી પાણી નીતારી લ્યો . એક કડાઈ માં તેલ મુકો .તેમાં જીરું નાખો .જીરું લાલ કલર નું થાય એટલે તેમાં જીના સમારેલા કાંદા નાખો .કાંદા ગોલ્ડન બ્રાઉન કલર ના થઇ જાય પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરો ને હલાવો .પછી તેમાં જીના સુધારેલા ટમેટા નાખી ને પાછા હલાવો .

ટમેટા થોડા ચડવા લાગે પછી તેમાં બાફેલા ગાજર ,વટાણા મરચા નાખો .ત્યાર બાદ તેમાં પાવભાજી મસાલો ,હળદર ,મરચું ,મીઠું ઉમેરી ને ફરી વાર હલાવો . તેમાં રાંધેલો ભાત ઉમેરી ને ધીરેથી બધું મિક્ષ કરો .કોથમરી,કાંદા, લીબું થી તેને સજાવો .ગરમ ગરમ ઘર બેઠા બેઠા મુંબઈ તવા પુલાવ નો આનદ માણો …

 

રસોઈ ની રાણી:- કવિતા શેઠ (એડીસાબાબા ,ઇથોપિયા )

 

ટીપ્પણી