મુબઈમાં હમણાં આગ લાગી હતી એ તો દરેક જાણે છે, આ ઘટનામાં એક જવાને બતાવી હિંમત અને બચાવ્યા લોકોના જીવ…

આગ લાગાવાની ઘટના આજકાલ ખુબ જ સામાન્ય થઈ ગઈ. ક્યારેક આગ અકસ્માતે લાગે છે તો ક્યારેક બેદરકારીના કારણે લાગે છે. પણ આ આગમાં અનેક લોકો બળીને મરી જતાં હોય છે. પણ જો આવા સંજોગોમાં સમયસૂચકતા વાપરવામાં આવે તો અનેક જીવ બચાવી પણ શકાય છે તેનો તાજેતરનો દાખલો છે મુંબઈ પોલીસના કોન્સ્ટેબલ શિંદે. ભડભડતી આગમાં જઈ કોઈનો જીવ બચાવવો તે કોઈ પોચા હૃદયની કે નબળી વ્યક્તિની ક્ષમતા બહારની વાત છે.

આગ લાગી હોય તેવા સંજોગોમાં માત્ર આગ પર કાબૂ મેળવવો તેટલું જ નથી પણ તેમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢાવાની પણ જવાબદારી હોય છે અને તે એક મોટી હિમ્મત માગી લે તેવું કામ છે. અને આ કામ માત્ર તમારી હિમ્મત જ નહીં પણ તે સાથેની તમારી બુદ્ધિ અને સુજબુજથી જ થાય છે. અને તમારી આ જ સુજ કેટલાએ લોકોનું જીવન બચાવી શકે છે.

તાજેતરમાં જ મુંબઈના કમલા મિલ મોજો લાઉન્જમાં એક ભીષણ આગ લાગી જેમાં 14 લોકોની કારમી મોત થઈ, પણ તે જ વખતે મુંબઈ પોલીસના બહાદુર કોન્સ્ટેબલ સુદર્શન શિંદે જેવા વ્યક્તિના જુસ્સાએ અનેક જીવ બચી પણ શક્યા નહીંતર મૃત્યુઆંક ક્યાંય વધારે થઈ શક્યો હોત.

મુંબઈમાં લોઅર પરેલ વિસ્તારની એક બિલ્ડિંગમાં આગ લાગવાના સમાચાર મળતાં જ ઘટનાસ્થળ નજીકના વર્લી પોલીસ સ્ટેશનના જવાનો ફાયર બ્રિગેડ પહેલાં જ ત્યાં પહોંચી ગયા હતા અને રાહતકાર્ય આરંભી દીધું હતું. જ્યારે શિંદે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે બધી જ બાજુથી આગની જ્વાળાઓ નીકળી રહી હતી. અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે બહાર ઉભા રહી તે વિચારી રહ્યા હતા. તેઓ ફાયર બ્રિગેડની મદદ કરવા માગતા હતા. માટે તેમણે સીડી તરફ દોટ લગાવી. અંદર આગમાં ફસાયેલા ઘાયલ લોકો આગ અને ધૂમાડાના કારણે ખુબ જ ખરાબ સ્થિતિમાં હતા. તે તેમને ખભા પર ઉંચકીને બહાર લઈ આવ્યા. શિંદે વર્લી પેલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

વર્લી પેલીસ સ્ટેશનના જવાન સુદર્શન શિંદેએ ઘટનાસ્થળ પર કોઈ પણ જાતના સ્ટ્રેચર વગર જ લાશો બહાર નીકાળી હતી. પોતાની આંખે જોનારા કેટલાક લોકોનું કહેવું છે કે શિંદે દર વખતે 7-7 માળ ઉપર જઈ ત્રણ ત્રણ લાશો નીચે લાવ્યા હતા. સોશિયલ મિડીયા પર તેમના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે જેમાં શિંદે પોતાના ખભા પર એક મહિલાને ઉઠાવી બહાર લાવી રહ્યા છે.

આ ઘટના વિષે વાત કરતાં સુદર્શન સિંહ પોતે જણાવે છે કે – ‘જ્યારે હું ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે બધું ભડકે બળી રહ્યું હતું. ઘટના સ્થળ પર દારુની બોટલો અને ગેસ સિલિન્ડરથી વિસ્ફોટો થઈ રહ્યા હતા. ત્યાં કેટલાક હુક્કા પણ રાખવામાં આવ્યા હતા, જે આગને વધારે ઉગ્ર બનાવી રહ્યા હતા. મને એક મહિલા દેખાઈ જે ધૂમાડો શ્વાસમાં જતાં રહેવાથી ખાંસી રહી હતી. કદાચ તેણે ગુંગણામળ બાદ પોતાનો જીવ ખોઈ દીધો.’ શિંદે ઉપરાંત બીજા પોલીસ કર્મચારીઓએ પણ આ દરમ્યાન રાહતકાર્યમાં ખુબ જ ચપળતા દાખવી.

મેયર વિશ્વનાથ મહાદેશ્વર અને પોલીસ કમિશ્નર દત્તા પદાસગેલકરે સુદર્શન શિંદેને તેમની આ બહારાદુરી માટે સમ્માનિત કર્યા છે. કમલા મિલ કંપાઉન્ડમાં લાગેલી આગમાં ફસાયેલા કેટલાએ લોકોને બચાવવાનો શ્રેય શિંદેને જાયછે. આ ઘટનામાં 14 જીવ ગયા જ્યારે 55 લોકો ઘાયલ થયા હતા જેમને આસપાસની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 41 લોકોને તરત જ ઘરે જવાની રજા આપી દેવામાં આવી હતી જ્યારે 14 લોકોને હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યા.

કમલા મિલ કંપાઉન્ડ મુંબઈના સેનાપતિ બાપટ માર્ગ પર આવેલું છે. આ વિસ્તાર મોટી મોટી કપનીઓની ઓફિસોનું કોમર્શિયલ હબ છે. સુરક્ષા વ્યવસ્થાની બેદરકારી અને ગેરકાનૂની બાંધકામના કારણે આગ પર કાબુ મેળવવામાં ખુબ સમય લાગ્યો. રાત્રીના સમયે કમલા મિલ કંપાઉન્ડની છત પર આગ લાગી હતી. બીએમસી આપદા પ્રબંધનને રાત્રે 12.30 વાગે કમલા ટ્રેડ હાઉસમાં રૂફટોપ રેસ્ટોરન્ટ પર બિસ્ટ્રો દ મોજોમાં આગ લાગવાના સમાચાર મળ્યા. ઘટના સ્થળ પર 8 ફાયરબ્રિગેડની ગાડીઓ અને 6 પાણીના ટેન્કરની મદદ લેવામાં આવી હતી.

આવા ભયાનક અકસ્માતમાં સુદર્શન શિંદેના સાહસને બીરદાવવા જેવું છે. તેમના આ શૌર્ય માટે તેમને હૃદયથી સલામ છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવા સમાચાર માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી