મુંબઈના આ મંદિરમાં ઉર્જા સંરક્ષણ માટે જે પગલું લેવામાં આવ્યું છે તે બીજા ધાર્મિક સ્થળો માટે દાખલારૂપ છે.

વિદ્યુત ઉર્જાનો વ્યય એ અન્ય સંસાધનોના અપવ્યય કરતાં નવો છે, જે છેલ્લા કેટલાક વર્ષોથી આપણી નજર સામે આવ્યું છે. જે પ્રમાણમાં લોકો વિદ્યુત ઉર્જાનો બગાડ કરી રહ્યા છે તે જોતાં તો એવું લાગે છે કે આવનારા વર્ષોમાં વિજળીની ખેંચ ઉભી થનાર છે. માટે સંસાધનોના સંકટનું ભાન થઈ રહ્યું છે અને દરેક ક્ષેત્રમાં કુદરત નજીક જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કાર્બનિક પ્રયોગ અને પ્રકૃતિ સાથે અનુકુળતા સાધવી એ સમયની માગ છે અને તે પર્યાવરણ સંતુલન માટે પણ મદદરૂપ નીવડશે.

આવા સમયમાં કોલસો કે ગેસમાંથી ઉત્પન્ન થતી વિજળી પર ઓછું આધારિત રહેવા માટે કેટલીએ ધાર્મિક સંસ્થાઓમાં સૌર ઉર્જાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વર્તક નગર, ઠાણે, મહારાષ્ટ્રમાં અયપ્પા મંદિર પહેલું એવું ધાર્મિક સ્થળ છે જ્યાં ઉર્જા માટે સોલર પેનલો લગાવવામાં આવી છે.
6000 હજાર મીટરમાં ફેલાયેલા આ મંદિરની છત પર થોડા સમય પહેલાં જ 110 વર્ગ મિટરમાં 41 સોલર પેનલ લગાવવામાં આવી છે.

આ પેનલોની વાર્ષિક ક્ષમતા 19,700 કિલોવોટ કલાકની અથવા તો 54 કિલો વોટ અવરની દૈનિક ક્ષમતા છે. સામાન્ય સરખામણી કરવા જઈએ તો મુંબઈના બે ઓરડાના એપાર્ટમેન્ટમાં રોજની 8kwh વિજળીની જરૂર રહે છે. 12.71 કિલેવોટ ઉર્જાની ક્ષમતાથી આ વ્યવસ્થા મંદિરની વિજળીની સંપૂર્ણ વર્ષની જરૂરિયાતને પૂરી કરી શકે છે.

“મંદીરની લાઈટ્સ, પંખા, એયર કંડિશન અને પાણીના પંપ વિગેરે બધું જ આ સૌર ઉર્જાથી જ ચાલશે. વર્ષના અંતે મંદીરમાં 2.6 લાખ રૂપિયાની વીજળીની બચતની આશા છે.”

શ્રી અયપ્પા મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી રવિન્દ્ર નાયર કહે છે, “ભારતમાંસૌર ઉર્જાને માત્ર વીજળીની જરૂરિયાત માટે જ ઉપયોગમાં નથી લેવામાં આવતી પણ તેનાથી હવામાનમાં પ્રદૂષણ ફેલાવાની સમસ્યા પણ ઓછી કરી શકાય છે. સરકારના સોલાર કાર્યક્રમમાં આ અમારું એક યોગદાન છે. તેના થકી અમે અમારા સમાજ તેમજ પર્યાવરણને પણ સ્વચ્છ રાખીશું.

નવીનીકરણ ઉર્જા સ્રોતોમાં સૌર ઉર્જા પ્રદૂષણરહીત સાધન છે. કોલસો, ગેસ કે તેલ દ્વારા થતાં વિજળીના ઉત્પાદનથી ગ્રીનહાઉસ અસરમાં ઉમેરો કરે છે. આ ઉર્જા સ્રોતોનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે છે અને હિમ ખન્ડો તેમજ હિમનદીઓના પીઘળવાની સમસ્યાઓ સર્જાય છે. સૌર ઉર્જા વધારે ઓછા પ્રમાણમાં પ્રદૂષણમાં ઘટાડો કરી રહી છે. જે ગામડાઓમાં ગ્રીડ દ્વારા વિજળી નથી પહોંચાડી શકાતી તેવા ગ્રામીણ વિસ્તારોમાં પણ સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકાય છે.

શ્રી અયપ્પા મંદિરના ખજાનચી, સુશિન્દ્રન મેનન જણાવે છે, “પ્રાકૃતિક ઉર્જાની પસંદગી એક લાંબાગાળાની સ્થીરતાની પસંદગી છે. અને આ કૂદરતી ઉર્જા અપનાવવાની અસર માત્ર પર્યાવરણ પર જ નહીં પડે પણ તેની સાથે સાથે વીજળી પાછળના ખર્ચને પણ મોટા પ્રમાણમાં ઘટાડી શકાશે.”
મંદિર ટ્રસ્ટે આ વ્યવસ્થા પાછળ 8.95 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આવતા અઢી વર્ષમાં આ ખર્ચાની ભરપાઈ થઈ જશે.

“જો કે છત પર લગાવવામાં આવેલી સોલર પેનલ તેમજ તેને લગાવવાનો પ્રારંભિક ખર્ચો થોડો વધારે છે તેમ છતાં લાંબા સમય માટે તમે વધારે બચત થવાની ગણતરી કરી શકો છો. તેનો ફાયદો મંદિરના વિજળીના બિલમાં જોવા મળશે. આવા પ્રોજેક્ટમાં જે સરકારી સબસીડી મળતી હોય તો ખર્ચો ઘટી શકે છે.”

આ સૌરઉર્જા વ્યવસ્થા શુદ્ધ માપક સિદ્ધાંત પર ચાલે છે. જેથી વધારાની ઉર્જાનો ગ્રિડમાં નિકાસ કરવામાં આવે છે. મંદીર માત્ર જેટલું વાપરે છે તેટલાની જ ચૂકવણી કરે છે. માટે ચોમાસાની સિઝનમાં કે વાદળવાળા વાતાવરણમાં બચત કરવામાં આવેલી વિજળીનો ગ્રિડમાંથી ઉપયોગ કરી શકાય.

પ્રભાદેવીમાં 200 વર્ષ જુનું સિદ્ધિ વિનાયક મંદીર દર મહિને 4000 રૂપિયાની બચત કરે છે. અહીં 3000 વર્ગ મીટરમાં 20KWhની સૌર ઉર્જાની 72 પેનલો લગાવવામાં આવી છે.

બીજા કેટલાએ મંદિર, મસ્જિદ અને ચર્ચમાં આ સુવિધાને અપનાવવામાં આવી છે. અને આ રીતે સૌર ઉર્જાથી વિજળીના ઉત્પાદનના વિકાસમાં સહાય મળે છે. ભાવી પેઢી હવે ધીમે ધીમે સજાગ થતી જઈ રહી છે અને સૌર ઉર્જાને અપનાવી રહી છે. આ રીતે ગ્રીનહાઉસ ઇફેક્ટ ઓછી કરી શકાય છે અને વાતાવરણને પણ શુદ્ધ બનાવી શકાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ માહિતી તમારા મિત્રો સાથે અને તેમને કહો અમારું પેજ લાઇક કરવા માટે.

ટીપ્પણી