મુલ્લા નસરૂદીનની તેના પાડોશી ને એક સલાહ

Arabian horse Nasar looks in the mirror inside an old farm house in Holt, northern Germany on February 10, 2014. The owner of the horse, a medical doctor, took the three-year-old inside the house while hurricane "Xaver" swept over the region. And Nasar feels right at home ever since. AFP PHOTO / DPA/ CARSTEN REHDER GERMANY OUT (Photo credit should read CARSTEN REHDER/AFP/Getty Images)

એકવાર પાડોશી તેની સમસ્યા સાથે નસરૂદ્દિન પાસે આવ્યો અને શોક વ્યક્ત કર્યો “હું ખરેખર મુશ્કેલીમાં છું. મારી પાસે એક નાનકડુ ઘર છે, જગ્યા બહુ જ ઓછી પડે છે. ઘરમાં મારા પત્ની, ત્રણ બાળકો અને માતા સહિત પૂરા પરિવારનો સમાવેશ કરવો મુશ્કેલ છે. આજ કારણે અમારી વચ્ચે ઝગડાઓ વધુ ગયા છે. તમે તો શાણા માણસ છો. શું તમારી પાસે મારા માટે કોઈ સલાહ છે?

હા, હું તમને મદદ કરી શકું છું પરંતુ પહેલા મને જણાવો કે તમારા આંગણમાં કોઇ ચિકન નથી ને? પાડોશી એ જવાબ આપ્યો કે હા, દસ મરઘીઓ છે.

નસરૂદ્દિને પોતાના પડોશીને તે મરઘીઓ તેમના ઘરમાં મૂકવા કહ્યું, “પાડોશીનો આવો જવાબ સાંભળીને આપ્યો કહ્યું, મેં હમણાં જ તમને કહ્યું છે કે અમારા ઘરમાં પહેલેથી જ મુશ્કેલી છે.

નસરૂદ્દિન તેમ છતા પણ તે બધા ચિકનને ઘરમાં રાખવા માટે કહ્યું. તે ભાઈ આ સમસ્યનો ઉકેલ કરવા માટે નસરૂદ્દિન ની સલાહને અનુસરવાનું નક્કી કર્યું.

પછીના દિવસે પાડોશી ફરીથી નસરૂદ્દિન પાસે આવ્યો અને કહ્યું, ઘરમાં ચિકન લાવવાથી પરિસ્થિતિ વધારે ખરાબ થઈ છે. આના કારણે ઘરમાં રહેવુ વધુ મુશ્કેલીભર્યુ થઈ ગયું છે.

નસરૂદ્દિને કહ્યું, તમારી પાસે એક ગધેડો છે બરોબર ને ?? હવે તે ગધેડાને લઈ જાઓ અને તેને તમારા ઘરમાં રાખો. પાડોશીએ વાંધો ઉઠાવ્યો, પરંતુ નસરૂદ્દિને ગમે તેમ કરીને તેને આવુ કરવા માટે સહમત કર્યો.

બીજા દિવસે પાડોશી ફરીથી નસરૂદ્દિન પાસે વધુ દુ: ખી થઈને ગયો અને કહ્યું, હવે મારું ઘર વધુ ગીચ થઈ ગયુ છે. ઘરમાં આ બધાં પ્રાણીઓ આવી જવાથી ઊભા રહેવાની જગ્યા પણ નથી.

નસરુદ્દિને પૂછ્યું, શું તમારી આંગણમાં કોઈ અન્ય પ્રાણી છે? પડોશી એ જવાબ આપ્યો, હા, અમારી પાસે એક બકરી છે.

નસરૂદ્દિને તેમને તે બકરીને તે નાના ઘરમાં પણ લેવાની સલાહ આપી. આ વખતે પાડોશીએ આવું કરવાનો ઇનકાર કર્યો પરંતુ આ સમયે પણ નસરુદ્દિને તેમને તે ઘરમાં બકરી રાખવા માટે સહમત કર્યો હતો.

ત્યારબાદ પછીના દિવસે પાડોશી નસરૂદ્દિન પાસે પાછા આવ્યા અને સમજાવ્યું કે પરિવારમાં દરેક જણ મારાથી નારાજ છે દરેક જણ જગ્યાના અભાવની ફરિયાદ કર્યા કરે છે. તમે જે કરવાનું કહ્યું તે તો અમારા જીવનને વધારે દુ: ખી બનાવે છે

આ વખતે નસરૂદીને કહ્યું, ચિંતા કરશો નહીં બધું ઠીક થઈ જશે. હવે બધા જ પ્રાણીઓને તમારા ઘરની બહાર લાવી તેમને આંગણમાં રાખો.

પાડોશીએ નસરૂદીનની સલાહ પ્રમાણે કર્યું. પછીના દિવસે તે નસરૂદ્દિન પાસે ગયો અને કહ્યું કે, “તમારી યોજના ખરેખર કામ કરી છે. બધા જ પ્રાણીઓ બહાર જવાની સાથે જ ઘરમાં જગ્યા વધી ગઈ અને અમારા બધા ની ફરિયાદો અને ઝગડાઓ પણ બંધ થઇ ગયા. હુ તમારી બધી મદદ માટે ખૂબ આભારી છું.”

મિત્રો, આ સ્ટોરી વાંચી ને તમે જ કહો, સ્ટોરી નું મોરલ શું હોવું જોઈએ….

લેખક : દીપેન પટેલ

ટીપ્પણી