મહાનાયક અમિતાભ બચ્ચનનાં આ મિત્ર એક સમયે કંગાળ થઈ ગયા હતાં…જાણો કોણ છે આ સ્ટાર

બોલીવુડનાં સ્ટાર્સ હોય કે હોલીવુડનાં કે પછી કોઈ સામાન્ય વ્યક્તિ જ કેમ ન હોય. દરેક વ્યક્તિનાં જીવનમાં ઉતાર ચઢાવ આવતા જ હોય છે. જીવનમાં ચઢતી અને ઉતરતી પરિસ્થિતિ આવવીએ નક્કી જ છે, પણ આ પરિસ્થિતિમાં તમે કેવી રીતે સર્વાઈવ કરો છો તે મહત્વનું છે. આવી જ કઈક વાત બોલીવુડનાં મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચનનાં કો-સ્ટાર એક્ટરની થઈ રહી છે. આ એક્ટરને રામ સેઠી છે, જેમને લોકો પ્યારેલાલનાં નામથી પણ ઓળખે છે. ફિલ્મ ‘મુકકદર કા સિકદંર’માં અમિતાભ બચ્ચનનાં મિત્ર તરીકે રામ સેઠીએ કામ કર્યું હતું, જેમાં તેમનાં પાત્રનું નામ પ્યારેલાલ હતું અને ત્યારથી જ લોકો તેમને પ્યારેલાલનાં નામથી સંબોધિત કરતા આવ્યાં છે. રામ સેઠી અને તેમનાં જીવન વિશે રસપ્રદ વાતો જાણીએ જે કોઈને નહીં ખબર હોય.

પ્યારેલાલનાં જીવનમાં મુશ્કેલીઓ આવવા માંડી અને ધીરે ધીરે તેમને ફિલ્મ પણ મળવાની બંધ થઈ ગઈ. તેઓ એટલા કંગાળ થઈ ગયા કે તેઓ સડક પર આવી ગયા હતાં. આ બધી ઘટના અંગે રામ સેઠીએ વર્ષ ૨૦૧૨માં એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કરતા જણાવ્યું કે….૧૯૯૩ પછી લાઈફમાં જે ચાલી રહ્યું હતું તેને કારણે હું ઈમોશનલી બ્રેકડાઉન થઈ ગયો હતો. ૫૩ વર્ષની ઉંમરમાં મારે ફેમિલીને બધી જ રીતે સપોર્ટ કરવાની હતી, પરંતુ મને કામ નહતું મળિ રહ્યું. તે દિવસોમાં મારી પાસે ખાવાનાં પણ પૈસા ન હતા અમે હું એકદમ કંગાળ થઈ ગયો હતો. મારા ખરાબ સમયમાં મને પ્રકારશજી(પ્રકાશ મહેરા)એ ઘણો સપોર્ટ કર્યો. ગમે તેમ કરીને મેં આ સમય પસાર કર્યો અને લગભગ એક વર્ષ પછી અમુક ટીવી ડિરેક્ટર્સ એ મને અપ્રોચ કર્યો અને એક્ટિંગનો મોકો આપ્યો. ૧૯૯૪થી આશરે ચાર વર્ષ સુધી મેં ટીવીની દુનિયામાં કામ કર્યું.

દુરદર્શનને લાગવત ન મળતા શૉ ટેલીકાસ્ટ ન થયો

રામ સેઠી એ વર્ષ ૧૯૯૬માં પોતાનું પ્રોડક્શન હાઉસ શરુ કરવાનું વિચાર્યું. આ વિશે રામે આગળ જણાવતા કહ્યું કે આ કામમાં અમુક ફ્રેન્ડસએ મારી મદદ પણ કરી. તેમની પાસે ફાઈનાન્સર અને ડિરેક્ટર પણ હતા. મેં પ્રોડક્શન હાઉસ શરુ થતા જ તેમની પણ હેલ્પ કરી અને અમે મળીને ટીવી સીરીઝ બનાવી. જેને દુરદર્શન ઉપર ટેલીકાસ્ટ કરવા ઈચ્છતા હતા. ફાઈનાન્સર અમેરિકન હતો અને તેણે દુરદર્શનને લાગવત આપવા માટે ના પાડી અને આ કારણથી અમારી સીરીયલ્સ ટેલીકાસ્ટ ન થઈ શકી.

અમુક કારણોસર મને ૨૦૦૨નાં વર્ષમાં દિલ્લી જવું પડ્યું અને બે વર્ષ પછી જ્યારે હું મુંબઈ પાછો આવ્યો ત્યારે આખી ઈન્ડસ્ટ્રી બદલાઈ ગઈ હતી. ઘણી બધી નવી ચેન્લસ માર્કેટમાં આવી ગઈ હોવાથી હું બિલકુલ પણ કમ્ફર્ટબલ નહતો. આ જ કારણથી હું ડિપ્રેશનનો શિકાર બની ગયો અને મેં પોતાની જાતને બધાથી અલગ કરી દિધો. જ્યારે હું મારા પુરાણા મિત્રોને મળતો હતો ત્યારે તેમનાં નામ પણ ભુલી જતો. જીવનમાં ફરીથી ખરાબ સમયમાં મને પ્રકાશજી એ જ મદદ કરી. ૨૦૦૩માં પ્રકાશજી એ અમિતાભ અને મારી સાથે એક ફિલ્મ પ્લાન કરી હતી. સ્ક્રિપ્ટ પણ ફાઈનલ હતી, પરંતુ ખરાબ નસીબને કારણે પ્રકાશજીને હાર્ટ અટેક આવ્યો અને ફિલ્મ પણ ના બની શકી. ૨૦૧૨માં જ્યારે લોકોએ મને એક ઓટોમોબાઈલ કંપનીની ઍડ જોયા પછી ઓળખવા લાગ્યા અને ત્યાર બાદ મને સારી ઓફર્સ મળવા લાગી હતી.

૧૯૬૨માં દિલ્લીથી મુંબઈ આવ્યા

રામ સેઠી વર્ષ ૧૯૬૨માં ફિલ્મોમાં પોતાની કિસ્મત અજમાવા આવ્યાં હતા અને જ્યારે તેઓ દિલ્લીથી મુંબઈ આવ્યા ત્યારે તેમનાં પિતાજીએ રામને કહ્યું કે છ મહિના સુધી હું તને મહિનાનાં માત્ર ૧૫૦ રુપિયા જ આપી શકુ છું. મુંબઈમાં તેમને કામ ન મળ્યું અને તેઓ પાછા દિલ્લી આવી ગયા. ૧૯૬૮ સુધી તેમને કામ મળ્યું નહીં અને પછી તેમણે અસોસિએટ ડિરેક્ટર ચિલ્ડ્રન ફિલ્મ સોસાઈટી જોઈન કરી અને ઈન્ડો-રશિયન ફિલ્મ ‘બ્લેક માઉન્ટેન’માં ડિરેક્ટર એમ.એસ. સત્યુને અસિસ્ટ કરતા હતા. આ સમય દરમિયાન રામ પાસે મુંબઈમાં રહેવા માટે ઘર પણ ન હતું. તેઓ શબાના આજમીનાં કઝિન ઈશાન આર્ય સાથે રહેતા હતા.

પ્રકાશ મહેરાએ જીવન બદલ્યું

રામ સેઠીને મુજબ તેમનાં એક મિત્રએ પ્રકાશ મહેરા સાથે મુલાકાત કરાવી. પ્રકાશ મેહરાએ તેમને એક પ્લેમાં જોયા હતા. જ્યારે રામ પ્રકાશ મહેરાને પહેલીવાર મળ્યાં ત્યારે તેમણે કહ્યું કે તેમની પાસેથી ડિરેક્શન શીખવા માંગે છે. મહેરાએ તરત જ હા કહ્યું. મહેરા અને રામની જર્ની ૧૯૭૧માં આવેલ ફિલ્મ ‘એક કુંવારા એક કુંવારી’થી શરુ થઈ, જેમાં રાકેશ રોશન, પ્રાણ અને લીના ચંદાવરકર કામ કરી રહ્યા હતા. આ ફિલ્મમાં તેમને ક્લેપર બોયનો રોલ હતો. ફિલ્મનાં કેટલાક ડાયલૉગ્સ પણ રામ દ્વારા લખાયા હતા. આ ફિલ્મ દરમિયાન એક દિવસ મહેરાએ રામને પૂછ્યું કે શું તેઓ કામ કરવા ઈચ્છે છે અને તેઓ રેડી છે? રામનાં જણાવ્યા મુજબ, કોઇને ખબર નથી કે આ ફિલ્મમાં તેમનો ડબલ રોલ હતો. આ પછી મહેરાએ તેમને દરેક ફિલ્મમાં લેવાનું શરૂ કર્યું.

આવી રીતે બન્યા ‘પ્યારેલાલ’

રામ સેઠીના જણાવ્યા મુજબ ‘મુક્કદર કા સિકંદર’ ફિલ્મએ તેમની જિંદગી બદલી દિધી. આ ફિલ્મ માટે પ્રથમ અસરાનીનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે શૂટિંગ શરૂ થયું, ત્યારે અસુરાણી બીજા કોઈ સ્થળે બીજી ફિલ્મ કરી રહ્યા હતા અને વરસાદને કારણે તે આ ફિલ્મનાં સેટ સુધી પહોંચી શક્યા નહીં. પ્રકાશ મેહરા બે દિવસ માટે અસરાની માટે રાહ જોઈ રહ્યા હતા, પછી મહેરાને ડર લાગવા લાગ્યો કારણ કે તેણે અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના અને રાખીની ફિલ્મ માટે તારીખ લીધી હતી. તેથી કોઈ પણ રીતે શૂટિંગ કરવાનું ટાળી શકાતું નહતું.

મહેરાએ રામ સેઠી માટે પ્યારેલાલની ભૂમિકા માટે વિનંતી કરી. આવા મોટા રોલની ઓફર દ્વારા રામ આશ્ચર્યચકિત થઈ ગયા. પહેલાં આ રોલ અસરાની કરવાનાં હતા એટલે કિરદારનાં કપડા પણ તેમની જ સાઈઝનાં હતા. રામને આ કપડા ખુબ ઢીલા પડતા હત પણ તેમણે જેમ-તેમ અડ્જસ્ટ કરીને કામ ચલાવી લીધુ.

મોટી ફિલ્મના કારણે તમામને ક્રેડિટ આપવાનું શક્ય ન હતું. એટલા માટે રામનું નામ ક્યાંય ન આવ્યું પણ તેઓ પ્યારેલાલનાં નામથી ફેમસ થઈ ગયા. ત્યાર બાદ તેમણે ‘યારાના’ અને ‘નમક હલાલ’ જેવી અન્ય ઘણી ફિલ્મોમાં અમિતાભ સાથે પણ કામ કર્યું હતું.

અમિતાભને ફિલ્મમાં નિર્દેશિત કરવા માગતાં હતા

1983 માં રામ સેઠીની પહેલી ડિરેક્ટોરીયલ ફિલ્મ ‘ઘુંઘરુ’ રીલીઝ થઈ. આ ફિલ્મમાં તેઓ અમિતાભ બચ્ચનને લેવા માગતા હતા, પરંતુ ‘કૂલી’ દરમિયાન એક અકસ્માતને કારણે બીગ બી ફિલ્મનો ભાગ ન બની શક્યા. જ્યારે અમિતાભ કૂલીની શૂટિંગ માટે બેંગલુરુ ગયા ત્યારે તેઓ રામને કહીંને ગયા હતા કે તેઓ પાછા આવીને તેમની ફિલ્મમાં કામ કરશે. અમિતાભનાં એક્સિડેન્ટ બાદ રામએ શશી કપૂર, સ્મિતા પાટિલ, વહીદા રહેમાન અને સુરેશ ઓબેરોય સાથે ફિલ્મ પૂરી કરી. જો કે આ પછી તે કોઈ પણ અન્ય ફિલ્મનું નિર્દેશન ન કરી શક્યા.

સંકલન : જ્યોતિ નૈનાણી 

ટીપ્પણી