મુકેશ અંબાણીના ઘરના કચરાનું શુ કરવામાં આવે છે તમને ખબર છે?

અંબાણીના ‘એન્ટિલા’નો કચરો ફેંકવામાં નથી આવતો પણ તેની સાથે કંઈક આમ કરવામાં આવે છે.

રિલાયન્સના વડા મુકેશ અંબાણી દેશના સૌથી ધનાડ્ય વ્યક્તિ છે. તેમની દરેક સ્ટાઇલ લક્ઝરીયસ હોય છે. તેમનું ઘર દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. મુકેશ અંબાણીનું ઘર ભારતમાં તો સૌથી મોંઘુ છે પણ સમગ્ર વિશ્વમાં તે બીજા નંબરનું સૌથી મોંઘુ ઘર છે જે મુંબઈમાં સ્થિત છે અને તેનું નામ ‘એન્ટિલા’ છે. 27 માળનું આ ઘર જ માત્ર વિશિષ્ટ નથી પણ તેની સાથે જોડાયેલી દરેક વાત ખાસ છે. એટલે સુધી કે આ ઘરમાંથી નીકળતા કચરાની વ્યવસ્થા પણ કંઈ જેવી તેવી નથી. હકીકતમાં મુકેશ અંબાણીના ઘરમાં કચરો ફેંકી દેવામાં નથી આવતો અને આ વાત સાંભળીને તમને આશ્ચર્ય પણ થશે અને જીજ્ઞાશા પણ થતી હશે કે કચરા સાથે શું કરવામાં આવતું હશે.

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

વાસ્તવમાં મુકેશ અંબાણીના ઘરમાં એક ખાસ સિસ્ટમ છે જેના દ્વારા કચરામાંથી વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ વિજળીનો ઉપયોગ એન્ટિલામાં થતાં વિજળીના ખર્ચાને ઓછો કરવા માટે થાય છે. આ રીતે વિશ્વના આ હાઇટેક ઘરમાં વીજળી પણ ખુબ જ હાઇટેક રીતે ઉત્પન્ન કરવામાં આવે છે.

અશ્વિન ઠક્કર

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી