મુકેશ અંબાણી ભારત જ નહીં હવે એશિયાનાં પણ ઘનિક વ્યક્તિ!

Mukesh Ambani Chairman and Managing Director of Reliance Industries attends the annual meeting of the World Economic Forum (WEF) in Davos January 25, 2013. REUTERS/Pascal Lauener (SWITZERLAND - Tags: POLITICS BUSINESS) - RTR3CY35

ફોર્બેસ દ્વારા દર વર્ષે સૌથી શ્રીમંત લોકોની યાદી બહાર પાડવામાં આવતી હોય છે, જેમાં આપણા ભારતીય બીઝનેસમેન, એક્ટર્સ, રીયલ એસ્ટેટ, રીટેઈલ અને એજ્યુકેશન જેવા અન્ય ઈન્ડસ્ટ્રિનાં માલિકોને સ્થાન મળે છે. આ વર્ષે ૨૦૧૭માં જાહેર કરવામાં આવેલ ધનિક વ્યક્તિની લિસ્ટમાં ભારતીય બિઝનેસમેનને પ્રથમ નંબરે સ્થાન મળ્યું છે અને તે બીજું કોઈ નહીં પરંતુ બિઝનેસમેન મુકેશ અંબાણી છે. આ સાથે તેઓ ભારત સહિત એશિયાનાં પણ શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. ફોર્બેસ મેગેજિનની રિયલ ટાઈમ બિલિયનર્સની યાદીમાં મુકેશ અંબાણીને પ્રથમ સ્થાન મળ્યું છે. તેમની કુલ સંપત્તિ ૪૨.૧ અરબ ડૉલર એટલે કે ૨ લાખ ૭૩ હજાર ૬૫૦ કરોડ રુપિયા (આશરે) થાય છે. આ અગાઉ ચીનનાં હુઈ કા યાન પ્રથમ નંબરે હતા, પણ તેમને પાછળ્ મૂકતા મુકેશ અંબાણીને પહેલા ક્રમે સ્થાન મળ્યો છે. તેમણે સંપત્તિનાં વિષયમાં પણ ચીનનાં હુઈ કા યાનથી આગળ છે. ગત અઠવાડિયે શેર બજારમાં રિલાયંસ ઈન્ડસ્ટ્રિનાં શેર્સમાં ૧.૨૨ %નો વધારો થયો, જે ૯૫૨.૩૦ રુપિયાનાં સ્તરે પહોંચી ગયા. આનાથી રિલાયંસ ૬ લાખ કરોડ રુપિયાનાં માર્કેટની મૂડી વાળી ભારતની પ્રથમ કંપની બની ગઈ છે.

મુકેશ અંબાણીનાં નાના ભાઈ અનિલ અંબાણી ભારતનાં શ્રીમંત લોકોની લિસ્ટમાં સામેલ છે. વર્ષ ૨૦૧૬માં આ યાદીમાં ૩૨ માં સ્થાને હતા અને આ ૨૦૧૭માં તેઓ ૪૫ માં સ્થાને છે. 

ફોર્બેસ દ્વારા જણાવવામાં આવ્યું કે “વર્ષ ૨૦૧૬ દરમિયાન રિલાયંસ દ્વારા જિયો એ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી છે. ફ્રી ઈન્ટનેટ ડેટા, અનલિમિટેડ કોલ્સ અને અન્ય સુવિધાઓ સાથે એક જ વર્ષમાં જિયોનાં ગ્રાહક ૧૩૦ મિલિયન યૂઝર્સ થઈ ગયા. અત્યારે પણ ટેલિકોમ ક્ષેત્રમાં અન્ય ઓપરેટર્સ કરતા જિયોનાં ડેટા પ્લાનની કિંમત ઓછી છે અને વધારે ફાયદાકારક પણ છે. એક રીતે જિયો દ્વારા મિલિયન્સ યૂઝર્સ જોડા છે.”

મુકેશ અંબાણીની મિલકતમાં આટલો ઇજાફો થયો

ચીનનાં એવરગ્રાન્ડ ગ્રુપનાં ચેરમેન હુઈ કા યાનની મિલકત ૧.૨૮ અરબ ડૉલર એટકે ૮૩૨૦ કરોડ રુપિયા (આશરે)થી ઘટીને ૪૦.૬ અરબ ડૉલર એટલે કે ૨ લાખ ૬૩ હજાર ૯૦૦ કરોડ રુપિયા (આશરે) થઈ ગઈ છે. જ્યારે મુકેશ અંબાણીની પોતાની ખાનગી મિલકત ૪૬.૬૦ કરોડ ડોલર એટલે કે ૩૦૨૯ કરોડ રુપિયાનો ઈજાફો થયો છે અને ભારત સહિત એશિયાના રીચેસ્ટ મેન બન્યા.

રિલાયંસનાં શેર્સમાં ઉછાલ

જિયો પ્રોજેક્ટ અને અન્ય પ્રોજેક્ટની સફળતા બાદ રિલાયંસનાં શેર્સમાં જબરદસ્ત ઈજાફો થયો છે, આ કારણથી મુકેશ અંબાણીની ખાનગી મિલકતમાં પણ વધારો થયો છે. ત્રૈમાસિક દરમિયાન રિલાયંસ ઈન્ડસ્ટ્રિને લગભગ એક બિલિયન ડૉલરનો ફાયદો થયો હતો. તેમાં પણ ખાસ કાચા તેલની રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલમાં કંપનીને સારો નફો થયો છે.

 

૬ લાખ કરોડની મૂડી 

મુકેશ અંબાણીની રિલાયંસ ઈન્ડસ્ટ્રિ દેશની એવી પ્રથમ કંપની છે, જેની માર્કેટ કેપિટલ ૬ લાખ કરોડ રુપિયા છે. ગત અઠવાડિયે શેર બજાર બંધ થયા બાદ કંપનીની મૂડી ૬,૦૩,૦૯ લાખ કરોડ રુપિયા પહોંચી હતી. ત્યાર બાદ રિલાયંસ ઈન્ડસ્ટ્રિની બજાર કિંમતમાં ન્યૂનતમ વધારો-ઘટાડો થતો રહે છે.

ટોપ પાંચ કંપનીઓની માર્કેટ કેપિટલ

રિલાયંસ ઈન્ડસ્ટ્રી – ૬ લાખ કરોડ રુપિયા
ટીસીએસ – ૪.૯૮ લાખ કરોડ રુપિયા
એચડીએફસી બેંક – ૪.૭૦ લાખ કરોડ રુપિયા
આઈટીસી – ૩.૨૮ લાખ કરોડ રુપિયા
એચડીએફસી – ૨.૭૯ લાખ કરોડ રુપિયા

લેખન – સંકલન : જ્યોતિ નૈનાણી

ટીપ્પણી