રિલાયન્સની જીયો કંપની 2018માં કરવા જઈ રહી છે એક મોટો ધમાકો

ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં ગયા વર્ષે જ રિલાયન્સ જીયોએ ડંકો વગાડી દીધો છે અને જેમ મોબાઈલ ફોનના શરૂઆતના દિવસોમાં ઘરે ઘરે ફોન પહોંચાડી દીધા હતા તેમ તેમણે છેલ્લા એક વર્ષમાં જ ભારતના ઘરે ઘરે ઇન્ટરનેટ સુવિધાઓ ખુબ જ વ્યાજબી ભાવે પહોંચાડી દીધી છે. અને અન્ય મસ મોંઘી ટેલીકોમ કંપનીની બોલતી બંધ કરી દીધી છે. હવે આવનારા વર્ષમાં જીઓ ફરી એક મોટો ધમાકો કરવા જઈ રહી છે. જે માટે તેમણે સંપૂર્ણ તૈયારી પણ કરી લીધી છે. આવતા વર્ષે જીઓ પેતાની વર્ચ્યુઅલ રિયાલિટી એપ લોન્ચ કરવા જઈ રહી છે. એક અહેવાલ દ્વારા આ વાત જાણવા મળી છે. એપલ, ગુગલ, સેમસંગ, હવાઈ અને માઇક્રોસોફ્ટ જેવી જાયન્ટ કંપનીઓ માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આપણું ભવિષ્ય હશે. હવે ભારતીય કંપની રિલાયન્સ જીયોએ પણ તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. કંપનીએ પોતાનો આ પ્લાન પાર પાડવા માટે પોતાના બે ઉચ્ચ એક્ઝિક્યૂટિવ્સને બર્મિંગહામ યુનિવર્સિટીની મુલાકાતે મોકલ્યા છે. આ યુનિવર્સિટીમાં વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોફેશનલ્સને ટ્રેનિંગ આપવામાં આવે છે.

જીયોની યોજના

જીયોની યોજના છે કે તેઓ યુનિવર્સિટી એક્સપર્ટની સાથે ભાગીદારી કરીને એપ્લીકેશન લોન્ચ કરશે. આ એપ્લીકેશનને લોન્ચ કરવા માટે યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સની મદદ લેવામાં આવશે. તેઓ હાલ આ જ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે. વર્ચ્યુઅલ રિયાલીટી એવી ટેક્નેલોજી છે જે હકીકતમાં વર્ચ્યુઅલ હોય પણ તે દેખાવે વાસ્તવિક લાગે છે. તેમાં તમને 360 ડિગ્રીનું વિઝ્યુઅલ મળે છે. જેમાં તમે તે જગ્યાએ હાજર હોવ તેવો અનુભવ થાય છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ છેલ્લી લોકસભાની ચુંટણીમાં મોદી દ્વારા ઘણીબધી જગ્યાએ કરવામાં આવ્યો હતો.

જિયો પ્રાઈમ કસ્ટમર્સ માટે નવી ઓફર

આ ઉપરાંત જીયોએ પોતાના પ્રાઈમ કસ્ટમર માટે નવી ઓફર્સની જાહેરાત કરી છે. જે એક કેશબેક ઓફર છે જે માત્ર જીયો પ્રાઈમ કસ્ટમર્સ માટે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે 399 રૂપિયા કે તેથી વધુના રિચાર્જ પર ગ્રાહકને 2599 સુધીનું કેશબેક આપવામાં આવશે.

300 રૂપિયાનું ઇન્સ્ટન્ટ કેશબેક આપશે

રિલાયન્સ જીયો 399 કે તેથી વધુના રિચાર્જ પર 400 રૂપિયા સુધીનું કેશબેક વાઉચર આપશે. આ ઉપરાંત કંપનીએ ડિજિટલ વોલેટ સાથે પણ પાર્ટનરશીપ કરી છે તે હેઠળ દરેક રિચાર્જ પર 300 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક મળશે.

આ ઓફર્સ માટે કંપનીએ આગળ પડતી ઈ-કોમર્સ કંપનીઓ સાથે પણ ભાગીદારી કરી છે જે હેઠળ રિચાર્જ પર 1899નું કેશબેક વાઉચર આપવામાં આવશે. આ પાર્ટનર વોલેટમાં એમેઝોન પે, પેટીએમ, મોબિક્વક, ફોન પે, એક્સિસ પે અને ફ્રીચાર્જનો સમાવેશ થાય છે જ્યાંથી તમે કેશબેક લઈ શકો છો.

વાઉચર રીડીમ થશે

આ ઉપરાંત રિલાયન્સ જીયો સ્પેશિયલ વાઉચર દ્વારા ઇ-કોમર્સ ભાગીદારો જેવા કે એજિયો, યાત્રા ડોટ કોમ અને રિલાયન્સ ટ્રેન્ડ પર વાઉચર રીડીમ કરી શકશે. જીયો પ્રાઈમ કસ્ટમર્સને યાત્રા ડોટ કેમ દ્વારા બુક કરાવેલ ડોમેસ્ટિક ફ્લાઇટ ફેરમાં 1000 રૂપિયા ઓફ મળશે. જો કે આ ઓફર બે તરફની યાત્રા માટે રહેશે જો એક તરફની યાત્રા હશે તો માત્ર 500 રૂપિયા ઓફ મળશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ માહિતી તમારા દરેક મિત્રો સાથે જેઓ જીઓના કસ્ટમર છે. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી