“મુગલાઈ માવા પરાઠા” – બનાવો આ શાહી પરોઠા, ખુબ ટેસ્ટી છે..

“મુગલાઈ માવા પરાઠા”

સામગ્રી (6 પરાઠા માટે)

2 વાટકી મેંદોનો લોટ,
1 વાટકી ઘઉંનો લોટ,
100 ગ્રામ મોળો માવો,
3/4 વાટકી બૂરૂ ખાંડ,
2 ટે સ્પૂન ટોપરાનુ ખમણ,
2 ટે સ્પૂન ડ્રાય ફ્રૂટ્સ પાવડર,
1/2 ટી સ્પૂન ઇલાયચી પાવડર,
1/2 વાટકી ક્રીમ અથવા મલાઈ,
1-2 ટી સ્પૂન બદામ પિસ્તા કતરણ,
ઘી જરૂર મુજબ,

રીત :

-કથરોટમા બંને લોટ ભેગા કરીને ,તેમાં ઇલાયચી પાવડર અને ક્રીમ નાખીને રોટલી જેવો લોટ બાંધો જરૂર મુજબ પાણી અથવા દૂધ લેવું.
-લોટને ઢાંકીને 15 મિનીટ રેસ્ટ આપો .
-માવાને કડાઇમા ધીમા તાપે શેકીલો.તેમાં બૂરૂ ખાંડ,ડ્રાય ફ્રૂટ પાવડર અને કોપરાનુ ખમણ મિક્ષ કરો.
-આ મિશ્રણને થોડું ઠંડુ પડવાદો .
-તૈયાર લોટમાંથી લુવા પાડી તેની રોટલી વણીલો .વચ્ચે માવાનુ સ્ટફ ભરો અને પોકેટ નીજેમ ફોલ્ડ કરીદો.કિનાર ઉપર પાણી ફેરવી દાબીને સીલ કરીદો -અટામણ લઈ,હળવે હાથે પરાઠાને વણીલો .
(લંબચોરસ જ વણવુ)
-તવા પર ઘી લગાડીને પરાઠા શેકી લેવા .
-ગરમ પરાઠા પર થોડું ક્રીમ,ટોપરુ અને બદામ પિસ્તા કતરણ લગાડીને વચ્ચેથી કાપી લેવા .
-આ મીઠા માવા પરાઠા ,ઠંડા વધારે ટેસ્ટી અને ખાવામા સોફ્ટ લાગશે.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી