જો દાળઢોકળી ભાવતી હોયતો અા ગ્રીન દાળઢોકળી જરૂર બનાવજો…મગની ફૉતરાવાળી દાળ અને સાથે પાલકની ઢોકળી!

મગની દાળઢોકળી

જો દાળઢોકળી ભાવતી હોયતો અા ગ્રીન દાળઢોકળી જરૂર બનાવજો…મગની ફૉતરાવાળી દાળ અને સાથે પાલકની ઢોકળી!

સામગ્રી :

1 વાટકી મગની ફૉતરાવાળી દાળ
1 વાટકી તુવેર દાળ
1 વાટકી પાલક પ્યુરી
2 વાટકો ઘંઉનો લોટ
1 વાટકી કોથમીર
2 લીલા મરચા
1 ઇંચ આદુ
1 ટેસ્પૂન ગોળ
1 ટેસ્પૂન સિંગદાણા
2-3 કોકમ
1 લાલ શુકુ મરચુ
1 ટી સ્પૂન રાઇ
1 ટી સ્પૂન જીરૂ
ચપટી હિંગ
2 લવિઁગ
1 ટી સ્પૂન આચાર મસાલૉ
2-3 લીમડાના પાન
મીઠું
તેલ
ઘી

રીત :

-બંને દાળને ધોઈ, કૂકરમા બાફી લેવી.
-ઘઉંના લોટમા મીઠું, તેલનુ મોયણ અને પાલક પ્યુરી નાખીને લોટ બાંધી 10 મિનિટ રેસ્ટ આપો.
-દાળ બફાઇ જાય એટલે, તેને જેરી અને પાણી ઉમેરીને ઉકાળવા મૂકો.
-તેમા સિંગદાણા, ગોળ, કોકમ, મીઠું ઉમેરો.
-હવે પાલકના લોટમાંથી મોટી રોટલીઑ વણીને તેના ચોરસ પીસ કાપીલો.
-તેને ઉકળતી દાળમા નાખીને, સતત હલાવતા રહો.
– મિક્ષચર જારમા આદુ મરચા અને કોથમીરને પીસીને પેસ્ટ બનાવી તેને દાળ ઢોકળીમા મિક્ષ કરો.
-એક વઘારીયામા ઘી લઇને,તેમા રાઇ જીરૂ તતળાવો.
-તેમા લવિઁગ, લીમડાના પાન, લાલ શુખા મરચા અને હિઁગનો વઘાર કરીને દાળ ઢોકળીમા રેડો.
-ઢોકળી ચઢી જાય ત્યાસુધી ધીરા તાપે ઉકાળો.
-ઉપર આચાર મસાલાનાખીને, ગરમા ગરમ સર્વ કરો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી