મિ.બિન v/s મિ.આઇન્સ્ટાઇન:

einstein-vs-bean

 

આઇન્સ્ટાઇન અને મિ. બિન પ્લેનમાં એકબીજાની સાથે બેઠા હતા, પ્રવાસ ખુબ જ લાંબો હતો.

આઈન્સ્ટાઈને કહ્યું ચાલો આપણે એક રમત રમીએ.

હું તમને સવાલ પૂછીશ જો તમને જવાબ ના આવડે તો તમારે મને પાંચ ડોલર આપવાના અને જો મને જવાબ ના આવડે તો હું તમને પાંચસો ડોલર આપીશ.

આઈન્સ્ટાઈને પહેલો સવાલ પૂછ્યોઃ પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું છે?

મિ.બિન કાંઈ બોલ્યો નહિ ખિસ્સામાંથી પાંચ ડોલર કાઢીને આપી દીધા.

હવે મિ. બીનનો વારો હતો

એણે આઈન્સ્ટાઈન ને પૂછ્યું: એવું શું છે જે ટેકરી પર ત્રણ પગે જાય છે અને પાછું નીચે આવે છે ત્યારે ચાર પગ હોય છે?

આઈન્સ્ટાઈને ઈંટરનેટ પર સર્ચ કર્યું, પોતાના બધાજ હોંશિયાર મિત્રોને પૂછ્યું..

આખરે એક કલાક પછી એણે મિ.બીનને પાંચસો ડોલર આપ્યા.

થોડી વાર પછી આઈન્સ્ટાઈને કુતુહલથી પુછ્યુંકે: એવું શું છે જે ત્રણ પગે ઉપર જાય અને ચાર પગે પાછું આવે છે?

મિ.બીને ખિસ્સામાંથી કાઢીને આઈન્સ્ટાઈન ને પાંચ ડોલર આપી દીધા !  😆 🙄 :mrgreen:

સૌજન્ય : ખુશાલી જોશી

ટીપ્પણી